Breaking News : અમદાવાદ એરપોર્ટ પરથી 2.254 કિલો ગાંજો ઝડપાયો, જુઓ વીડિયો
અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી આવેલા ભારતીય યાત્રીઓ પાસેથી ગાંજો મળી આવ્યો છે.બંને મુસાફરોના કેરિયરના બેગમાંથી વેક્યુમ પેક કરેલા પેકેટ્સ મળી આવ્યા હતા. બંને યાત્રીઓ મધ્યપ્રદેશ જબલપુરના હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં એરપોર્ટ પરથી અનેક વાર સોનાની દાણચોરી અથવા ડ્રગ્સ સહિતની કેટલીક ગેરકાયદેસર વસ્તુઓ વિદેશમાંથી લાવવામાં આવતો હોય છે ત્યારે તેને ઝડપી પાડવામાં આવે છે. ત્યારે હવે અમદાવાદના એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા ભારતીય યાત્રીઓ પાસેથી ગાંજો મળી આવ્યો છે.ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. અમદાવાદ એરપોર્ટ પરથી ગાંજા સાથે 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
ક્યુમ પેક કરેલા 8 પેકેટ્સ મળી આવ્યા
AIU ને મળેલી માહિતીના આધારે વિયેટજેટ ફ્લાઈટના યાત્રીઓની તપાસ કરવામાં આવી હતી.બેંગકોકથી અમદાવાદ આવેલા ભારતીય યાત્રીઓ પાસેથી 2.254 કિલો ગાંજો મળી આવ્યો હતો.બેગમાંથી વેક્યુમ પેક કરેલા 8 પેકેટ્સ મળી આવ્યા છે.બંને યાત્રીઓ મધ્યપ્રદેશ જબલપુરના હોવાનું સામે આવ્યું છે.ગાંજો ક્યાંથી લાવ્યા અને ક્યાં આપવાના હતા તે દિશા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તમને જણાવી દઈએ કે, આ પહેલા 10 જુલાઈ 2025ના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી 6 કરોડ રુપિયાનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો.બેંગકોકથી આવેલી ફ્લાઈટમાં ગાંજો ઝડપાયો હતો. ત્યારે ફરી એક વખત એરપોર્ટ પરથી ગાંજા સાથે 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
