જમ્મુ-કાશ્મીરમાં છે અબ્દુલ્લા પરિવારનો દબદબો, દાદા, પિતા રહી ચૂક્યા છે સીએમ, ઓમર અબ્દુલ્લા ત્રીજી વખત લેશે શપથ
ઓમર અબ્દુલ્લા આ પહેલા 2 વખત જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, તમને જણાવી દઈએ કે, ઓમર અબ્દુલ્લાના પિતાએ પણ લવ મેરેજ કર્યા હતા. ઓમર અબ્દુલ્લાએ પણ લવ મેરેજ કર્યા છે. ઓમર અબ્દુલ્લાની પર્સનલ લાઈફ અનેક ઉતાર-ચઢાવ ભરેલી રહી છે.
1 / 14
ઓમર અબ્દુલા એક રાજકારણી અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી છે. તેનો જન્મ બ્રિટેનમાં થયો છે. તેના પિતાનું નામ ફારુક અબ્દુલા છે. ઓમર જમ્મુ કાશ્મીરમાં અત્યારસુધી સૌથી યુવા અને પ્રદેશના 11માં મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. ત્યારે આજે આપણે ઓમર અબ્દુલાના પરિવાર વિશે વાત કરીશું.
2 / 14
જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધનની તરફેણમાં આવ્યા હતા. નેશનલ કોન્ફરન્સ 42 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની છે અને તેના સહયોગી કોંગ્રેસને 6 બેઠકો મળી છે. ભાજપ 29 બેઠકો જીતવામાં સફળ રહ્યું છે. આ ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ પણ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી.
3 / 14
શેખ અબ્દુલ્લા જે ઓમર અબ્દુલ્લાના દાદા છે. શેખ અબ્દુલ્લા(1905-1982) બે વખત જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી હતા. તેમના પુત્ર ફારૂક અને પૌત્ર ઓમર પણ મુખ્યમંત્રી રહી ચુક્યા છે.એટલે કહી શકાય કે, અબ્દુલ્લા પરિવારમાંથી જમ્મુ કાશ્મીરને 3 મુખ્યમંત્રી મળ્યા છે.
4 / 14
ફારુક અબ્દુલ્લા (1937) ત્રણ વખત જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી હતા. પ્રથમ વખત 1982-1984, બીજી વખત 1986-1990 અને ત્રીજી વખત 1996-2002 તેઓ પ્રથમ તેમના પિતાના અવસાન પર મુખ્ય પ્રધાન બન્યા હતા.તે કાશ્મીરના એક અગ્રણી પરિવારના વંશજ છે. તે શેખ અબ્દુલ્લાના પુત્ર અને ઓમર અબ્દુલ્લાના પિતા છે.
5 / 14
ઓમર અબ્દુલાએ કોંગ્રેસ પાર્ટીની સાથે મળી 5 જાન્યુઆરી 2009ના રોજ ગઠબંધનથી સરકાર બનાવી હતી. 2014ની વિધાનસભા ચૂંટણીમાં તેની પાર્ટીની હાર થઈ હતી. તે લોકસભાનો સભ્ય પણ રહી ચૂક્યો છે.
6 / 14
જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી રહી ચૂકેલા ઓમર અબ્દુલાને રાજનીતિ વારસામાં મળી છે. ઓમરનું નામ જમ્મુ-કાશ્મીરના સૌથી યુવા મુખ્યમંત્રીમાં હોવાનો રેકોર્ડ પણ છે. અબ્દુલ્લા પરિવારની ત્રીજી પેઢીનો સભ્ય ઓમર અબ્દુલ્લાના નામે અનેક રેકોર્ડ પણ છે. આ સિવાય ઓમર સતત 3 વખત લોકસભાની ચૂંટણી જીતવાનો પણ રેકોર્ડ બનાવી ચૂક્યો છે.
7 / 14
અબ્દુલ્લા પરિવારની ત્રીજી પેઢી ઈતિહાસ રચવા જઈ રહી છે. પરિવારનો રાજકીય ઇતિહાસ 70ના દાયકામાં શરૂ થયો હતો. વર્ષ 1977માં, પાર્ટીએ 47 બેઠકો મેળવ્યા બાદ દાદા શેખ અબ્દુલ્લાએ રાજ્યની કમાન સંભાળી. 1982માં તેમના મૃત્યુ પછી, તેમના પુત્ર અને ઓમરના પિતા ફારુક અબ્દુલ્લા મુખ્ય પ્રધાન બન્યા અને લાંબી રાજકીય ઇનિંગ્સ રમી.
8 / 14
હવે રાજ્યની કમાન ઓમર અબ્દુલ્લાના હાથમાં રહેશે. ચૂંટણી એફિડેવિટ અનુસાર, ઓમર પાસે કુલ 54.45 લાખ રૂપિયાની સંપત્તિ છે. તેમની પાસે માત્ર 95,000 રૂપિયા રોકડા છે.
9 / 14
ઓમરનું શિક્ષણ શ્રીનગરની બર્ન હોલ સ્કૂલમાંથી થયું હતું. આ પછી હિમાચલ પ્રદેશની લોરેન્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ઉચ્ચ શિક્ષણ માટે તેઓ મુંબઈની સિડનહામ કોલેજમાં ગયા અને કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું.
10 / 14
ઓમરની રાજકીય કારકિર્દી 1996માં શરૂ થઈ, તેમણે કહ્યું હતું કે, પાર્ટીની જીત બાદ મેં રાજનીતિને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું. રાજકારણમાં આવ્યાના બે વર્ષ બાદ જ મેં દિલ્હી જવાનું નક્કી કર્યું.
11 / 14
1998માં તેમના પિતા ફારૂક અબ્દુલ્લાએ તેમને લોકસભાની ચૂંટણી લડવા માટે ઉભો રાખ્યો. ઓમરે ચૂંટણી લડી અને જીત્યા. આ જીત સાથે તેણે 2001માં સૌથી યુવા વિદેશ મંત્રી બનવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.
12 / 14
જો કે, ડિસેમ્બર 2002માં માત્ર 17 મહિના બાદ તેમણે પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ સાથે મોટી જવાબદારી પણ મળી હતી.
13 / 14
વર્ષ 2022માં તેમને નેશનલ કોન્ફરન્સનો અધ્યક્ષ બનાવવામાં આવ્યો હતો. 2008માં જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ સૌથી મોટી પાર્ટી બની સામે આવી હતી. 2009માં ઓમરને મખ્યમંત્રી બનાવવામાં આવ્યો. 2015માં તેનો મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયો હતો.
14 / 14
ઓમર અબ્દુલ્લા અને તેની પત્નીના તલાકના સમાચારો સતત ચર્ચામાં રહે છે. પાયલ અને ઓમરે 1994માં લવ મેરેજ કર્યા હતા.જમ્મુ-કાશ્મીરના સીએમ બનનાર ઓમર અબ્દુલ્લા અને તેમની પત્ની પાયલનાથ 15 વર્ષથી અલગ રહે છે.તેના 2 દિકરા પાયલ સાથે દિલ્હીમાં રહે છે.
Published On - 7:20 am, Wed, 16 October 24