IRCTC પ્રવાસીઓ માટે શાનદાર ટુર લઈને આવે છે. તો આજે તમને આઈઆરસીટીસીના 07 જ્યોતિર્લિંગ ટુર પેકેજ વિશે જણાવીશું. તો ચાલો જાણીએ ટુર પેકેજ ક્યારે શરુ થાય છે,
આ ટુર પેકેજ ભારત ગૌરવ ટ્રેન હેઠળ તારીખ: 20 ઓગસ્ટ થી 29 ઓગસ્ટ સુધીનું છે.
પવિત્ર શ્રાવણ મહિનામાં યાત્રીઓને 7 જ્યોતિર્લિંગ જેમાં મહાકાલેશ્વર - ઓમકારેશ્વર - ત્ર્યંબકેશ્વર - ભીમાશંકર - ગ્રિષ્ણેશ્વર - પરલી વૈજનાથ - મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ના દર્શન કરવાનો લાભ મળશે.
IRCTC તેના મુસાફરોને આરામદાયક મુસાફરી આપવા માટે પ્રતિબદ્ધ છે. મુસાફરોને ભજન કીર્તન અને મુસાફરીની માહિતી આપવા માટે ટ્રેનમાં ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. સુરક્ષા માટે દરેક કોચમાં પ્રાઇવેટ સુરક્ષા ગાર્ડ અને સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ રહેશે.
IRCTC મુસાફરોને તેમની સીટ પર જ સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવશે, બસ દ્વારા પ્રવાસન સ્થળોની મુલાકાત, હોટેલમાં રહેવાની વ્યવસ્થા, માર્ગદર્શિકા અને અકસ્માત વીમો વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
આ ટુર પેકેજ અંતર્ગત, પ્રવાસ માટે ત્રણ શ્રેણીઓ નક્કી કરવામાં આવી છે, જેમાં સ્ટાન્ડર્ડ ક્લાસ (સ્લીપર) માટે રૂ. 20,900/-, કમ્ફર્ટ ક્લાસ -3AC માટે રૂ. 34,500/- અને સુપિરિયર ક્લાસ- 2AC માટે રૂ. 48,900નું ભાડું ચૂકવવાનું રહેશે. આ પ્રવાસમાં IRCTC દ્વારા LTC સુવિધા પણ આપવામાં આવી રહી છે.