
આ સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ઇશાનની ડેબ્યૂ મેચ હતી. ઈશાન 47 બોલમાં 11 ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 106 રન બનાવીને અણનમ પાછો ફર્યો.

સનરાઇઝર્સ માટે હેડે 31 બોલમાં નવ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 67 રન બનાવ્યા, જ્યારે હેનરિક ક્લાસેને 14 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 34 રન, નીતિશ કુમાર રેડ્ડીએ 15 બોલમાં 30 રન, અભિષેકે 11 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 24 રન અને અનિકેત વર્માએ સાત રન બનાવ્યા. રાજસ્થાન તરફથી સૌથી સફળ બોલર તુષાર દેશપાંડે હતો જેણે ત્રણ વિકેટ લીધી હતી. તેમના સિવાય મહેશ તિક્ષ્ણાએ બે વિકેટ અને સંદીપ શર્માએ એક વિકેટ લીધી. (All Image - BCCI)
Published On - 6:04 pm, Sun, 23 March 25