ફુલની દુકાનમાં કામ કર્યુ, 7 ધોરણ સુધી અભ્યાસ કર્યો પેન્શનના તમામ પૈસા ગામના વિકાસ માટે ખર્ચનાર અન્ના હજારેનો આવો છે પરિવાર

|

Feb 13, 2025 | 11:09 AM

કિસન બાબુરાવ "અન્ના" હજારે એક ભારતીય સામાજિક કાર્યકર છે, જેમણે ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવા, સરકારી પારદર્શિતા વધારવા અને જાહેર જીવનમાં ભ્રષ્ટાચાર દૂર કરવા અનેક કામ કર્યા છે. 1992માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મ ભૂષણ ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તો આજે આપણે અન્ના હજારેના પરિવાર વિશે જાણીએ

1 / 11
અણ્ણા હજારેનો જન્મ 15 જૂન 1937ના રોજ મહારાષ્ટ્રના અહમદનગરના રાલેગણ સિદ્ધિ ગામના એક મરાઠા ખેડૂત પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ બાબુરાવ હજારે અને માતાનું નામ લક્ષ્મીબાઈ હજારે હતું. તેમનું બાળપણ અત્યંત ગરીબીમાં વીત્યું. પિતા મજૂર હતા અને દાદા સેનામાં હતા.

2 / 11
 અન્ના  હજારેના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે જાણો

3 / 11
 અન્ના  હજારેને 6 ભાઈ છે.ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનમાં ચર્ચામાં આવેલા સામાજિક કાર્યકર અન્ના  હજારેનું મૂળ નામ કિસાન બાપટ બાબુરાવ હજારે છે. તેઓ બાબુરાવ હજારે અને લક્ષ્મીબાઈના સૌથી મોટા પુત્ર હતા. તેમને બે બહેનો અને ચાર ભાઈઓ છે. પાછળથી તેમણે અન્ના નામ અપનાવ્યું, જેનો મરાઠીમાં અર્થ "વડીલ વ્યક્તિ" અથવા "પિતા" થાય છે.

4 / 11
 અન્ના હજારેએ બાળકોના છાત્રાલય માટે પોતાની જમીન દાનમાં આપી હતી અને સ્વૈચ્છિક નિવૃત્તિ પછી પેન્શન તરીકે મળતા પૈસા પણ ગામના વિકાસમાં રોકાણ કર્યા હતા.

5 / 11
આજે પણ અન્ના ગામના મંદિરમાં રહે છે અને ફક્ત છાત્રાલયમાં બાળકો માટે બનાવેલ ભોજન જ ખાય છે. આજે ગામ માત્ર આત્મનિર્ભર નથી, પરંતુ અહીંથી પડોશી ગામોને દૂધ, ઘાસચારો વગેરે પણ સપ્લાય કરવામાં આવે છે. આ પ્રયાસ માટે તેમને પદ્મશ્રી અને પદ્મ ભૂષણ સન્માનથી નવાજવામાં આવ્યા છે.

6 / 11
પરિવારમાં આર્થિંક તંગીના કારણે તેમણે ધોરણ 7 સુધી જ અભ્યાસ કર્યો છે. આ સાથે તેમણે રેલવે સ્ટેશનની બહાર ફુલની દુકાનમાં 40 રુપિયાના પગારમાં કામ પણ કર્યું છે. ત્યારબાદ પોતાની ફુલની દુકાન ખોલી હતી.

7 / 11
1970માં તેમણે લગ્ન ન કરવાનો સંકલ્પ લીધો હતો. તમને જણાવી દઈએ કે, અન્ના હજારે હંમેશા સફેદ ખાદીના કપડા અને માથા પર ટોપી પહેરે છે. એવા જૂથોમાં જોડાયા જે મકાનમાલિકોના ગુંડાઓને ગરીબોને તેમના આશ્રયમાંથી બહાર કાઢવાથી રોકવા માટે કાર્ય કરતા હતા.

8 / 11
એપ્રિલ 1960માં અન્ના હઝારેને ભારતીય સેનામાં ભરતી કરવામાં આવ્યા, જ્યાં તેમણે શરૂઆતમાં લશ્કરના ટ્રક ડ્રાઇવર તરીકે કામ કર્યું અને બાદમાં તેમને સૈનિક તરીકે કાર્યરત થયા,તેમણે ઔરંગાબાદ ખાતે લશ્કરી તાલીમ લીધી હતી.

9 / 11
હજારે અપરિણીત છે. તેઓ 1975 થી રાલેગણ સિદ્ધિમાં સંત યાદવબાબા મંદિર સાથે જોડાયેલા એક નાના રૂમમાં રહે છે. 16 એપ્રિલ 2011ના રોજ, તેમણે પોતાના બેંક બેલેન્સ ₹ 67,183અને ₹ 1,500 હાથમાં રહેલા પૈસા તરીકે જાહેર કર્યા હતા.

10 / 11
રાલેગણ સિદ્ધિમાં તેમની પાસે કૌટુંબિક જમીન છે, જેનો ઉપયોગ તેમના ભાઈઓ કરે છે. તેમણે ભારતીય સેના અને એક ગ્રામજનો દ્વારા દાનમાં આપેલા બે અન્ય જમીનના ટુકડા ગામડાના ઉપયોગ માટે દાનમાં આપી દીધા.

11 / 11
દિલ્હીમાં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનનું નેતૃત્વ કરતી વખતે અન્ના  હજારેએ આમરણાંત ઉપવાસ કર્યા હતા. આ ચળવળને પગલે, અરવિંદ કેજરીવાલ જેવા તેમના અનુયાયીઓએ 2012 માં આમ આદમી પાર્ટીની રચના કરી, જે 2013 માં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સત્તામાં આવી. જોકે, હજારેએ કેજરીવાલના રાજકારણમાં પ્રવેશને મંજૂરી આપી ન હતી.