16 વર્ષ સુધી પ્રધાનમંત્રી રહ્યા, દિકરી 15 વર્ષ 350 દિવસ સુધી પ્રધાનમંત્રી રહી, આવો છે નેહરુ પરિવાર
જવાહરલાલ નેહરુનો જન્મ 14 નવેમ્બર 1889 રોજ થયો હતો. 1930 અને 1940ના દાયકામાં ભારતીય રાષ્ટ્રવાદી ચળવળનું નેતૃત્વ કરવામાં નેહરુ મહાત્મા ગાંધી પછી બીજા ક્રમે હતા. તો આજે આપણે જવાહર લાલ નેહરુના પરિવાર વિશે જાણીએ.
1 / 11
ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને પણ તેમની કારકિર્દી પસંદ કરવામાં તેમના પિતાના દબાણનો સામનો કરવો પડ્યો હતો. તેમના પિતા મોતીલાલ નેહરુ ઈચ્છતા હતા કે તેઓ વકીલ બને, જોકે તેમને આમાં કોઈ રસ નહોતો, તો આજે આપણે જવાહર લાલ નેહરુની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.
2 / 11
જ્યારે પણ નેહરુ પરિવારનું નામ લેવામાં આવે છે. ત્યારે ઈન્દિરાગાંધી, સોનિયા ગાંધી,ફિરોઝ ગાંધી કે પછી સંજય ગાંધીનું નામ પણ સામે આવે છે. જવાહર લાલ નેહરુને ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
3 / 11
ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહર લાલ નેહરુનો જન્મ 14 નવેમ્બર 1889ના રોજ ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં થયો હતો. તેમની માતાનું નામ સ્વરુપ રાની નહેરુ અને પિતાનું નામ મોતીલાલ નેહરુ હતુ. પંડિત મોતિલાલ નેહરુ બેરિસ્ટર હતા. જવાહર લાલ નેહરુનો પરિવાર ધનવાન હતો.
4 / 11
જવાહર લાલ નેહરુની પત્નીનું નામ કમલા નેહરુ હતુ. તેમને એક દિકરી હતી. જેનું નામ ઈન્દિરા ગાંધી હતું. જે લાલ બહાદુર શાસ્ત્રીની ઉત્તરાધિકારી બની તેમજ દેશની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી પણ બની હતી.
5 / 11
જવાહરલાલ નેહરુની માતા સ્વરૂપ રાની થુસુ (1868-1938), જે લાહોરમાં સ્થાયી થયેલા જાણીતા કાશ્મીરી પંડિત પરિવારમાંથી આવી હતી, મોતીલાલની બીજી પત્ની હતી,
6 / 11
જવાહર લાલ નેહરુએ કમલા સાથે લગ્ન કર્યા હતા. તેમણે દેશની સ્વતંત્રતામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. વર્ષ 1919માં નેહરુ પહેલી વખત ગાંધીજીના સંપર્કમાં આવ્યા હતા. અહિથી નેહરુજીની રાજનીતિના જીવનના શરુઆત થઈ હતી. ત્યારબાદ ગાંધીજી સાથે મળીને નેહરુજીએ ભારતની આઝાદીમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતુ.
7 / 11
જવાહરલાલ નેહરુ ત્રણ બાળકોમાં સૌથી મોટા હતા.તેમની બે બહેનોમાં મોટી, વિજયા લક્ષ્મી, પાછળથી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની પ્રથમ મહિલા પ્રમુખ બની.તેમની સૌથી નાની બહેન, ક્રિષ્ના હુથીસિંગ, એક પ્રખ્યાત લેખક બની અને તેમના ભાઈ પર ઘણા પુસ્તકો લખ્યા હતા.
8 / 11
તેમણે જેલમાં લખેલા પુસ્તકો આજે પણ વિશ્વભરમાં ફેમસ છે અને તેના પર ચર્ચા કરવામાં આવે છે. જવાહરલાલ નહેરુએ ઈંગ્લેન્ડમાં હેરો સ્કૂલ અને ટ્રિનિટી કૉલેજ, કેમ્બ્રિજમાં શિક્ષણ મેળવ્યું હતું અને કાયદાની તાલીમ લીધી હતી. તેઓ બેરિસ્ટર બન્યા, ભારત પાછા ફર્યા અને ટૂંક સમયમાં જ રાષ્ટ્રીય રાજકારણમાં રસ લેવાનું શરૂ કર્યું,
9 / 11
તમને જણાવી દઈએ કે, જવાહર લાલ નેહરુને બાળકો પ્રત્યે ખુબ લગાવ હતો. તે બાળકોને ગુલાબનું ફુલ માનતા હતા. જેના કારણે બાળકો તેને ચાચા કહીને બોલાવતા હતા. 27 મે 1964ના રોજ ચાચા નેહરુ પંચતત્વમાં વિલીન થયા. તેના જન્મદિવસ પર દર વર્ષે બાળ દિવસ મનાવવામાં આવે છે.
10 / 11
વિદેશમાં અભ્યાસ કર્યા પછી, પંડિત નેહરુ પશ્ચિમી દેશોની સારી સમજ હતી. તેમને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ માટે પણ પ્રેમ હતો.
11 / 11
જવાહરલાલ નેહરુ કુલ 16 વર્ષ, 286 દિવસ સુધી પ્રધાનમંત્રી રહ્યા હતા.વડા પ્રધાન તરીકે તેઓએ 1947 થી 1964 સુધી સેવા આપી હતી.
Published On - 7:47 am, Fri, 15 November 24