કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ચૂંટણી પ્રચાર દરમિયાન ઓડિશાના સંબલપુરમાં ત્યાનાં લોકલ ફુડનો સ્વાદ માણ્યો હતો અને ડિજિટલ ઈન્ડિયા દ્વારા UPI દ્વારા ચુકવણી કરી.
ધર્મેન્દ્ર પ્રધાને મંગળવારે સોશિયલ મીડિયા X પર 45 સેકન્ડનો એક વીડિયો અને ફોટા શેર કર્યા છે જેમાં તે એક દુકાનમાં સામે ઉભેલા દેખાઈ રહ્યા છે.
ધમેન્દ્ર પ્રધાન સાથે તેમના કાર્યકરો પણ ત્યાં ઉપસ્થિત છે તે બધાની સાથે પહેલા તે જગ્યા પર ઉભા રહી ફુડ કેવી રીતે બની રહ્યું છે તે જુએ છે ત્યાર તૈયાર થયેલા ફુડનો આનંદ માણે છે.
ધમેન્દ્ર પ્રધાનની સાથે તેમના કાર્યકરો પણ બેસીની ત્યાનાં લોકલ ફુડની મજા માણતા જોવા મળી રહ્યા છે. તેમની સાથે પાર્ટીના કેટલાક કાર્યકરો, સ્થાનિક લોકો અને તેમના સમર્થકો પણ ત્યાં જોવા મળે છે.
તસવીરો શેર કરવાની સાથે પ્રધાને સોશિયલ મીડિયા પર લખ્યું કે સ્વાદ + UPI નો સાથ = દિવસની સુપરહિટ શરુઆત, સુવિધાઓ માત્ર મોટા શહેરોમાં હતી મોદીજીએ તેને # ડિજિટલ ઈન્ડિયા દ્વારા દરેક શહેર, ગામડામાં ઉપલબ્ધ કરાવી છે #સૌરાષ્ટ્ર અને #કાશ્મીરથી #કન્યાકુમારી સુધી બધા ફરી એકવાર મોદી સરકાર કહી રહ્યા છે.
ભારતમાં ડિજિટલ ક્રાંતિ પછી, (UPI) ટ્રાન્ઝેક્શનનું વલણ ઝડપથી વધ્યું છે. ત્યારે કેન્દ્રિય પ્રધાન પણ આ દરમિયાન સંબલપુરમાં તેનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે ધર્મેન્દ્ર પ્રધાન અને તેમના કાર્યકરો જે નાસ્તો કરે છે તેનું પેમેન્ટ તે UPI થી કરતા જોવા મળ છે
Published On - 6:41 pm, Tue, 16 April 24