દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આજે મહિલા પ્રીમિયર લીગનો એલિમિનેટર મેચ રમાશે. જેમાં મુંબઈ અને આરસીબી વચ્ચે ટક્કર થશે. જે જીતશે તે સીધી ફાઈનલમાં જશે અને દિલ્હી સામે ટક્કર થશે.
આજે કાંટાની ટક્કર મહિલા પ્રીમિયર લીગમાં જોવા મળશે. કારણ કે, આ બંન્ને ટીમે લીગ શરુ થઈ ત્યારથી લઈ અત્યારસુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. એલિમિનેટર મેચ ભારતીય સમયઅનુસાર રાત્રે 7: 30 કલાકે શરુ થશે. તમે જીઓસિનેમા એપ પર મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો.
મહિલા પ્રીમિયર લીગની બીજી સીઝનનો એલિમિનેટર રાઉન્ડ મુંબઈ અને બંગ્લોર વચ્ચે રમાશે. હરમનપ્રીત કૌરની આગેવાની વાળી ટીમ આ સીઝનમાં બીજા સ્થાન પર છે જ્યારે આરસીબી પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર છે.
આજે મુંબઈ ઈન્ડિયન્સ અને આરસીબી વચ્ચે શાનદાર ટક્કર જોવા મળશે. મંધાનાની ટીમે આ સીઝનમાં કુલ 8 મેચ રમી છે જ્યારે 4માં જીત મએળવી છે. આ સીઝનમાં પણ બંન્ને ટીમે બે લીગ મેચ રમી છે. આ વખતે મુંબઈનું પલડું ભારે જોવા મળી રહ્યું છે.
આજે જે પણ ટીમ સારું પ્રદર્શન કરશે, તે સીધી ફાઈનલમાં જશે. ફાઈનલ મેચ 17 માર્ચના રોજ રવિવારના રોજ રમાશે. આ દિવસે વિમેન્સ પ્રીમિયર લીગને તેનો વિજેતા મળી જશે.