જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ, આ ICC એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર બન્યો
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ICC ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરની જાહેરાત કરી છે. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ એવોર્ડ જીતવામાં સફળ રહ્યો છે. જસપ્રીત બુમરાહ ICC ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ ભારતનો પ્રથમ ફાસ્ટ બોલર બની ગયો છે.
1 / 6
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના વાર્ષિક પુરસ્કારમાં મોટો એવોર્ડ જીત્યો છે. ICCએ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરની જાહેરાત કરી છે. જસપ્રીત બુમરાહને વર્ષ 2024માં તેના યાદગાર પ્રદર્શન માટે ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર પસંદ કરવામાં આવ્યો છે. જસપ્રીત બુમરાહે ગયા વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ખૂબ જ જોરદાર રમત દેખાડી હતી.
2 / 6
બુમરાહ વર્ષ 2023ના અંતમાં પીઠની ઈજામાંથી સાજા થયા બાદ ટેસ્ટમાં પરત ફર્યો હતો અને વર્ષ 2024માં તે ભારતના સૌથી સફળ ખેલાડીઓમાંથી એક હતો. તેણે ગત વર્ષે ઘરઆંગણે ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બીજી તરફ, તે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ ખૂબ સફળ રહ્યો હતો.
3 / 6
જસપ્રીત બુમરાહે વર્ષ 2024માં કુલ 13 ટેસ્ટ મેચ રમી હતી. આ દરમિયાન તેણે 14.92ની એવરેજથી 71 વિકેટ ઝડપી હતી. તે 2024માં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ હતો. તેના સિવાય અન્ય કોઈ બોલર 60 વિકેટનો આંકડો પણ સ્પર્શી શક્યો નથી.
4 / 6
ટેસ્ટ ઈતિહાસમાં એક કેલેન્ડર વર્ષમાં 70+ વિકેટ લેનાર 17 બોલરોમાંથી બુમરાહ જેટલી ઓછી એવરેજથી કોઈની નથી. બુમરાહ ભારતનો માત્ર ચોથો બોલર છે જેણે એક કેલેન્ડર વર્ષમાં 70+ ટેસ્ટ વિકેટ લીધી છે.
5 / 6
જસપ્રીત બુમરાહ ICC ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જીતનાર માત્ર છઠ્ઠો ભારતીય છે. તેના પહેલા રાહુલ દ્રવિડ, ગૌતમ ગંભીર, વિરેન્દ્ર સેહવાગ, રવિચંદ્રન અશ્વિન અને વિરાટ કોહલી આ એવોર્ડ જીતી ચુક્યા છે. પરંતુ તેમાંથી કોઈ પણ ઝડપી બોલર નથી. એટલે કે બુમરાહ ICC ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ થનાર ભારતનો પ્રથમ ફાસ્ટ બોલર બની ગયો છે.
6 / 6
ICC ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર પસંદ થયા બાદ જસપ્રીત બુમરાહે કહ્યું, 'આ ફોર્મેટ મારા દિલની ખૂબ નજીક છે. હું હંમેશા ટેસ્ટ ક્રિકેટ રમવા માંગતો હતો. ગત વર્ષ મારા માટે ખૂબ જ ખાસ હતું. મેં ઘણું બધું શીખ્યું અને મેચો પણ જીતી. આ એવોર્ડ મેળવીને ખૂબ જ ખુશ છું. (All Photo Credit : PTI / BCCI / ICC)
Published On - 6:51 pm, Mon, 27 January 25