ઈશાન કિશને સનરાઈઝર્સ હૈદરાબાદની બેટિંગ લાઇન-અપમાં વધુ મજબૂતી ઉમેરી છે, જેમાં પહેલાથી જ ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા અને હેનરિક ક્લાસેન જેવા વિસ્ફોટક બેટ્સમેન છે.
હૈદરાબાદે ઈશાનને 11.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. એટલે કે ટીમ માલિક કાવ્યા મરનનો તેને ખરીદવાનો એક નિર્ણય કામ કરી ગયો,અને પહેલી જ મેચમાં ઈશાને તેને નફાકારક સોદો સાબિત કરી દીધો છે.
ટીમ બદલાઈ તેમ વલણ પણ બદલાયું. હા, ઈશાન કિશને આઈપીએલ 2025 માં નવી ટીમમાં જોડાતાની સાથે જ હલચલ મચાવી દીધી છે.
છેલ્લા એક વર્ષથી ટીમ ઈન્ડિયાથી દૂર રહેલા ઈશાન કિશને આઈપીએલ 2025 ની પોતાની પહેલી જ મેચમાં ધમાકેદાર સદી ફટકારી હતી.
રાજસ્થાન રોયલ્સ સામે માત્ર 45 બોલમાં સદી ફટકારીને, ઇશાને બધાને તેની એ જ જૂની શૈલી બતાવી જેણે તેને સ્ટાર બનાવ્યો હતો.
હૈદરાબાદમાં રમાયેલી મેચમાં, ઈશાને 19મી ઓવરમાં 2 રન લઈને આઈપીએલ 2025 અને તેના આઈપીએલ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી.
છેલ્લા કેટલાક સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે ખાસ પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહેલા ઈશાન કિશનએ સનરાઈઝર્સ હૈદરાબાદ માટે પોતાની પહેલી જ મેચમાં બોલરોને બરબાદ કરી દીધા. (All Image - BCCI)