IPLની દરેક મેચમાં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે અન્ય ક્યા ક્યા એવોર્ડ પણ ખેલાડીઓને આપવામાં આવે છે. તો જુઓ
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની શરુઆત 22 માર્ચથી કોલકત્તા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેના મેચથી થશે. ટૂર્નામેન્ટની 18મી સીઝન 22 માર્ચથી25 માર્ચ સુધી રમાશે.
આઈપીએલમાં 65 દિવસમાં 74 મેચ રમાશે. આ દરમિયાન 10 ટીમ વચ્ચે માત્ર ટ્રોફી માટે ટકકર જોવા નહી મળે, આ દરમિયાન પર્પલ કેપ અને ઓરેન્જ કેપ માટે ખેલાડીઓ વચ્ચે ટકકર જોવા મળશે. આ સિવાય ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન, મોસ્ટ વેલ્યુએબલ એવોર્ડ પણ મળે છે.
આઈપીએલમાં મેચ બાદ મળે છે 5 એવોર્ડ,ટૂર્નામેન્ટ પૂર્ણ થયા બાદ મળે છે 13 એવોર્ડ આખું લિસ્ટ જોઈએ. આઈપીએલ ફાઈનલ બાદ મળનાર એવોર્ડ વિશે વાત કરીએ તો, ચેમ્પિયન 20 કરોડ, રનર અપને 12.5 કરોડ રુપિયા.
ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન 10 લાખ, અલ્ટીમેટ ફેન્ટેસી પ્લેયર ઓફ ધ સીઝન 10 લાખ, મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર 10 લાખ, ઓરેન્જ કેપ 10 લાખ, પર્પલ કેપ 10 લાખ, સૌથી વધારે સિક્સ અને ચોગ્ગા ફટકાવનાર ખેલાડીને 10 લાખ રુપિયા તેમજ સૌથી બેસ્ટ સ્ટ્રાઈક રેટ એવોર્ડ, કેચ ઓફ ધ સીઝન, ફેયર પ્લે એવોર્ડ, પિચ અને ગ્રાઉન્ડ એવોર્ડ.
હવે આપણે આઈપીએલ મેચ બાદ મળનાર એવોર્ડની વાત કરીએ તો પ્લેયર ઓફ ધ મેચ, ફેટસી પ્લેયર ઓફ ધ મેચ, મોસ્ટ સિક્સ ઈન ધ મેચ, મોસ્ટ ફોર ઈન ધ મેચ, મોસ્ટ ડોટ બોલ્સ ઈન ધ મેચના એવોર્ડ આપવામાં આવે છે.