19 જાન્યુઆરી 2021ના રોજ, ભારતે ગાબામાં ઓસ્ટ્રેલિયા પર જીત મેળવી હતી. રિષભ પંતના ચારે ઈતિહાસ રચ્યો હતો અને ઓસ્ટ્રેલિયાનું ઘમંડ ગાબામાં ચકનાચૂર થઈ ગયું હતું. પરંતુ માત્ર પંત જ નહીં, અન્ય 6 ખેલાડીઓ પણ એવા હતા જેમના બળ પર ગાબાનું ઘમંડ તૂટી ગયું હતું, પરંતુ હવે તેઓ બહાર થઈ ગયા છે.
આ ખેલાડીઓમાં પહેલું નામ ટી નટરાજનનું છે. આ ડાબા હાથના ફાસ્ટ બોલરે પ્રથમ દાવમાં 3 મૂલ્યવાન વિકેટ ઝડપી હતી. તેણે શતકવીર લાબુશેન અને મેથ્યુ વેડને આઉટ કર્યા હતા. હેઝલવુડ પણ તેનો શિકાર બન્યો હતો.
ગાબા ટેસ્ટ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર પણ હવે ટીમમાં નથી. શાર્દુલે તે મેચમાં કુલ 7 વિકેટ લીધી હતી. પ્રથમ દાવમાં તેણે ત્રણ અને બીજી ઈનિંગમાં 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય શાર્દુલે પણ પ્રથમ દાવમાં અડધી સદી ફટકારી હતી. આ જમણા હાથના બેટ્સમેને આઠમાં નંબર પર 67 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી.
તે મેચની કેપ્ટનશીપ કરી રહેલા અજિંક્ય રહાણે પણ હવે ટીમ ઈન્ડિયામાં નથી. રહાણેએ તે મેચમાં પોતાની લીડરશિપ ક્વોલિટી બતાવી હતી આ સિવાય તેણે પ્રથમ ઈનિંગમાં 37 રન અને બીજી ઇનિંગમાં 24 રનનું યોગદાન આપ્યું હતું.
ચેતેશ્વર પુજારાએ પણ ગાબામાં ઐતિહાસિક જીત હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પુજારાએ બીજી ઈનિંગમાં 211 બોલમાં 56 રનની ઈનિંગ રમી હતી. તેના રક્ષણાત્મક અભિગમે ઓસ્ટ્રેલિયન બોલરોને કંટાળી દીધા હતા.
ગાબા ખાતેની તે મેચમાં મયંક અગ્રવાલ અને નવદીપ સૈની પણ રમ્યા હતા, જેઓ હવે ટીમ ઈન્ડિયાની બહાર છે. હવે જોવાનું એ રહે છે કે રોહિત અને કંપની ગબ્બામાં ફરી કેવી રીતે તિરંગો ફરકાવે છે. (All Photo Credit : PTI / GETTY / ESPN)
Published On - 9:25 pm, Wed, 11 December 24