IPL 2025 : ધોનીના આ ફોટોએ લાખો ક્રિકેટ ચાહકોનું દિલ જીતી લીધું, આઈપીએલ પહેલા પ્રેક્ટિસ શરૂ કરી

|

Jan 20, 2025 | 2:21 PM

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલ 2024 બાદ હવે IPL 2025માં ધુમ મચાવવા માટે તૈયાર છે. જેના માટે માહીએ બેટિંગ પ્રેક્ટિસ શરુ કરી દીધી છે. બેટિંગની પ્રેક્ટિસ કરતો ધોનીનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

1 / 6
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું તેના વર્ષો થઈ ગયા છે. પરંતુ ધોની હજુ આઈપીએલમાં રમે છે. આઈપીએલ 2024માં જોવા મળ્યા બાદ આઈપીએલ 2025માં પણ ધોની ધમાલ મચાવતો જોવા મળશે. આઈપીએલની આગામી સીઝનની શરુઆત થવાને હવે 2 મહિનાનો સમય બાકી છે.

2 / 6
આ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ આવનારી આઈપીએલ સીઝનની તૈયારી શરુ કરી દીધી છે. ધોની બેટ હાથમાં લઈ પ્રેક્ટિસ કરતા જોવા મળ્યો હતો. ધોની બેટિંગ કરતો હોય તેવો ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

3 / 6
મહેન્દ્ર સિંહ ધોની 43 વર્ષનો છે. ગત્ત આઈપીએલ સીઝન બાદ માનવામાં આવી રહ્યું હતું કે, તે હવે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લેશે. પરંતુ ધોની ફરી એક વખત ચેન્નાઈ સુપર કિંગ્સની જર્સીમાં જોવા મળશે. તેમણે આઈપીએલ 2025 માટે પણ તૈયારી શરુ કરી દીધી છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા ફોટોમાં પણ ધોનીના હાથમાં બેટ જોવા મળી રહ્યું છે.

4 / 6
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સફળતા મેળવ્યા બાદ મહેન્દ્ર સિંહ ધોનીએ આઈપીએલમાં પણ ધમાલ બોલાવી છે. ભારતને 2007માં ટી20 વર્લ્ડકપ, 2011માં વનડે વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયન ટ્રોફી જીતાડનાર ધોનીએ CSKને પાંચ IPL ટ્રોફી  (2010, 2011, 2018, 2021, 2023) જીતાડી છે.

5 / 6
કેપ્ટનશીપ સિવાય તેનો આઈપીએલમાં બેટિંગમાં પણ સારો રેકોર્ડ રહ્યો છે.અત્યારસુધી 264 મેચમાં 229 ઈનિગ્સમાં 24 અડધી સદીની મદદથી 5243 રન બનાવ્યા છે.

6 / 6
2008માં શરુ થયેલી ઈન્ડિયન ટી-20 લીગની અત્યારસુધી 17 સીઝન રમાઈ ચૂકી છે. હવે 18મી સીઝનની શરુઆત 21 માર્ચથી થઈ રહી છે. 10 ટીમ વચ્ચે ફરી એક વખત ટકકર જોવા મળશે. પહેલી મેચ અને ફાઈનલ મેચ કોલકત્તાના ઈર્ડન ગાર્ડન મેદાનમાં રમાશે.

Next Photo Gallery