બોલિવુડ સ્ટાર સાથે હવે મેડમ તુસાદ મ્યુઝિયમમાં સાઉથ સુપરસ્ટારનો પણ જલવો જોવા મળી રહ્યો છે. અલ્લુ અર્જુન બાદ રામચરણનું વેક્સ સ્ટેચ્યુ ચાહકોને આ મ્યુઝિયમમાં જોવા મળશે.
ખાસ વાત એ છે કે અભિનેતાની સાથે તેના નજીકના મિત્રનું પણ સ્ટેચ્યુ બનાવવામાં આવશે, આ સમાચાર સાંભળીને ચાહકો ખૂબ જ ખુશ છે. કે, તેનો મિત્ર કોણ છે.
તમને જણાવી દઈએ કે રામ ચરણનો આ નજીકનો મિત્ર બીજું કોઈ નહીં પણ તેનો પાલતુ કૂતરો છે. જેને અભિનેતા ખૂબ જ પ્રેમ કરે છે અને તેને પોતાના બાળકની જેમ રાખે છે. અભિનેતા અવારનવાર તેમના સોશિયલ મીડિયા પર તેની સાથેના ફોટો પોસ્ટ કરે છે.
આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ પ્રાણીનું સ્ટેચ્યુ બનાવવામાં આવી રહ્યું હોય. તમને જણાવી દઈએ કે આ પહેલા મેડમ તુસાદમાં બ્રિટિશ રોયલ કોર્ગિસ અને ગ્રેહાઉન્ડ રેસિંગ ચેમ્પિયન વેસ્ટમીડ હોક જેવા લોકપ્રિય પ્રાણીઓના સ્ટેચ્યુ પણ બનાવવામાં આવ્યા છે.
રામચરણની અપકમિંગ ફિલ્મની વાત કરી તો. ફિલ્મ ગેમ ચેન્જર રિલીઝને લઈ ચર્ચામાં છે. આ ફિલ્મમાં સાઉથ સ્ટાર સાથે બોલિવુડ સ્ટાર કિયારા અડવાણી પણ જોવા મળશે, આ ફિલ્મ 20 ડિસેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ થશે.