‘કલ્કી 2898 એડી’માં પ્રભાસની ‘બુજ્જી’ને આ અભિનેત્રીએ અવાજ આપ્યો, જુઓ ફોટો
નાગ અશ્વિનની ડાયરેક્ટ અને પ્રભાસ, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ સ્ટાર ફિલ્મ કલ્કી 2898 એડી 27 જૂનના રોજ થિયેટરમાં રિલીઝ થઈ ચૂકી છે અને શાનદાર કલેક્શન પણ કરી રહી છે. આ ફિલ્મ સ્ટાર સિવાય બુજ્જી કાર સૌ કોઈને પસંદ આવી હતી, તો જાણો બુજ્જી કારને કોને અવાજ આપ્યો હતો.
1 / 5
કલ્કી 2898 એડી ફિલ્મ રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ તોડી રહી છે. 6 દિવસ બાદ પણ ફિલ્મનો રેકોર્ડ તોડવાનો સિલસિલો ચાલુ છે. આ ફિલ્મ 500 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.
2 / 5
આ ફિલ્મમાં પ્રભાસ, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને કમલ હાસન સહિત અન્ય કલાકારોએ પણ સૌનું ધ્યાન ખેચ્યું છે. આ ફિલ્મમાં એક કાર પણ છે જે ચાહકોનું મનોરંજન કરી રહી છે. આ કારનું નામ બુજ્જી છે.કલ્કી 2898 એડીમાં એક અભિનેત્રીએ પ્રભાસની બુજ્જી કારને પોતાનો અવાજ આપ્યો છે.
3 / 5
કલ્કી ફિલ્મમાં બુજ્જી કાર પ્રભાસને સાથ આપતી જોવા મળી રહી છે. બુજ્જી કાર માટે અભિનેત્રી કીર્તિ સુરેશે પોતાનો અવાજ આપ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ બુજ્જી કારનું વજન 6 ટન છે.
4 / 5
કલ્કિ 2898 એડીમાં ભૈરવની કાર બુજ્જીમાંથી આવતો અવાજ કીર્તિ સુરેશનો છે.બુજ્જી અંદાજે બે ટોયોટા ફોર્ચ્યુનર્સ જેટલી પહોળી છે. આ બુજ્જી કારમાં કુલ 3 પૈંડા પણ છે.
5 / 5
રિપોર્ટ મુજબ માત્ર બુજ્જી કારને તૈયાર કરવામાં 7 કરોડનો ખર્ચો થયો છે. ફિલ્મમાં આ કાર ઉડતી પણ જોવા મળી રહી છે. આ બુજ્જી કારના નામની વાત કરીએ તો તેની પાછળ એક રસપ્રદ સ્ટોરી છે. બુજ્જી નામ પ્રભાસની એક યાદગાર ફિલ્મ કોલબેક છે. જે સુપરહિટ સાબિત થઈ હતી. ફિલ્મમાં તેના પાત્રનું નામ બુજ્જી હતુ.