એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રાજ કુન્દ્રાના ઘર અને તેમના નજીકના લોકોને ત્યાં દરોડા પાડ્યા છે. રાજ કુન્દ્રા અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ છે. EDના આ દરોડા પોર્નોગ્રાફીના કેસ મામલે છે.
આ દરોડા રાજ કુંદ્રાના ઘર, ઓફિસ અને અન્ય સ્થળોએ પડ્યા છે. રાજની પત્ની શિલ્પા અને તેના નજીકના સંબંધીઓના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યાના સમાચાર છે. પોર્નોગ્રાફીનો આ મામલો ઘણા વર્ષો જૂનો છે.
આ તપાસ મોબાઈલ એપ દ્વારા પોર્ન કન્ટેટ બનાવવા અને સર્કુલેશન સાથે જોડાયેલી છે. ઈડીની તપાસ મુંબઈ પોલીસની 2021ના કેસ આધારિત છે.
આ તપાસ મોબાઈલ એપ દ્વારા પોર્ન કન્ટેટ બનાવવા અને સર્કુલેશન સાથે જોડાયેલી છે. ઈડીની તપાસ મુંબઈ પોલીસની 2021ના કેસ આધારિત છે.
મળતી માહિતી મુજબ આ મામલામાં EDની ટીમ કુલ 15 જગ્યાઓ પર દરોડા પાડી રહી છે. આ કેસમાં, દેશમાં જે પૈસા એકઠા થયા હતા, તે આ વીડિયો દ્વારા વિદેશમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ રીતે મોટી રકમ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવી હતી અને હવે ED દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.