Ahmedabad Flower Show : ફ્લાવર શોમાં કરી શકાશે પ્રી વેડિંગ ફોટોશૂટ અને ફિલ્મોનું શૂટિંગ, જાણી લો સમય અને ચાર્જ કેટલો

|

Jan 10, 2025 | 3:19 PM

લગ્ન પહેલા આજ-કાલ પ્રી વેડિંગની ખુબ ચર્ચા હોય છે. લોકો પ્રી વેડિંગ પાછળ હજારો રુપિયાનો ખર્ચ કરે છે. જેના માટે દુર દુર સુધી જતા હોય છે. પરંતુ હવે તે અમદાવાદના ફ્લાવર શોમાં તમારું પ્રી વેડિંગ કે પછી જાહેરાત, ફિલ્મનું શૂટિંગ પણ કરી શકો છો. જાણો તેનો કેટલો ચાર્જ છે.

1 / 6
 અમદાવાદ મહાનગરપાલિકા આયોજીત ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025નો શુભારંભ થઈ ચુક્યો છે. અત્યારસુધી અંદાજે 3 લાખથી વધુ લોકો ફ્લાવર શોની મુલાકાત પણ લઈ ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરાયું હતુ.

2 / 6
ફ્લાવર શોમાં દેશના વિકાસ, સંસ્કૃતિ અને વારસાનું પ્રદર્શન જોવા મળશે. અંદાજે 15 કરોડના ખર્ચે ફ્લાવર શોનું આયોજન કરાયું છે. જેમાં ફૂલોમાંથી વિવિધ સ્કલ્પચર બનાવવામાં આવ્યા છે.7 લાખથી વધુ રોપા ફ્લાવર શોનું આકર્ષણ બન્યા છે.

3 / 6
ફ્લાવર શોની મુલાકાત માટે ટિકિટનો ભાવ સોમથી શુક્ર દરમિયાન 70 રૂપિયા રહેશે. જ્યારે શનિ-રવિ દરમિયાન ટિકિટ 100 રૂપિયા રહેશે.ફ્લાવર શો ને છ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે,

4 / 6
તમને જણાવી દઈએ કે,2013માં પ્રથમવખત ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતુ.  તે સમયે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા. 'સાબરમતી રિવરફ્રન્ટ' ખાતે પ્રથમ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું

5 / 6
ફ્લાવર શોને 2 દિવસ લંબાવવામાં આવ્યો છે. તમે હવે ફ્લાવર શોમાં પ્રિ વેડિંગ શૂટિંગ , ફિલ્મ, વેબ સિરીઝ , જાહેરાતનું શૂટિંગ કરી શકો છો. જેના માટે અલગ અલગ સમય અને ચાર્જ પણ રાખવામાં આવ્યો છે.

6 / 6
જો તમારે પ્રિ વેડિંગ ફોટોશૂટ કરવા જવું છે. તો તેના માટે 25 હજાર રુપિયાનો ચાર્જ રાખવામાં આવ્યો છે. જેમાં 10 વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવશે. વેબ સીરિઝ, જાહેરાતના શૂટિંગ માટેનો ચાર્જ 1,00,000 નક્કી કરવામાં આવ્યો છે.જેમાં 25 લોકોને પરવાનગી આપવામાં આવશે. આ બંન્ને માટે સમય પણ અલગ નક્કી કરવામાં આવ્યો છે.

Next Photo Gallery