અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે. જોકે આ માટે કોર્પોરેશન અને પોલીસ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ગુજરાત કોલેજ પાસે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેના ચાર રસ્તા જે કલગી ચાર રસ્તા તરીકે ઓળખાય છે અહીંથી શરૂ કરીને જુના શારદા મંદિર રેલવે લાઈનની નીચેથી જલારામ મંદિર થઈ અને કચ્છી જૈન ભવન સુધી આ અંડર પાસ બનાવવામાં આવ્યો છે
જુના શારદા મંદિર તરીકે ઓળખાતા આ રેલવે ક્રોસિંગ નીચે જે અંડર પાસ બનાવવામાં આવ્યો છે તેને ગુજરાત વિધાનસભાના પૂર્વ સ્પીકર સ્વ. ધીરુભાઈ સ્વરૂપ ચંદ્ર શાહ નામ આપવામાં આવ્યું છે.
ફાટક મુક્ત અમદાવાદ શહેર અભિયાન અંતર્ગત રેલ્વે લાઈન ઉપર ઓવરબ્રિજ અને અંડર બ્રિજ બનાવવાના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં શહેરમાં વધતી જતી વાહન સંખ્યા અને તેના કારણે રસ્તા ઉપર વધતા ટ્રાફિકના ભારણને દૂર કરવા માટે નવા 2 અંડર પાસ આમ જનતા માટે ખૂબ મહત્વના સાબિત થશે.
Published On - 10:32 pm, Sun, 3 March 24