અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની હેરિટેજ થીમ પર થશે કાયાપલટ, જુઓ ફોટા

|

Feb 23, 2024 | 7:38 PM

અમદાવાદ શહેરની ધીરે ધીરે કાયાપલટ પણ થઈ રહી છે, ત્યારે અમદાવાદનું ઐતિહાસિક કાલુપુર રેલવે સ્ટેશન પણ હવે એક નવા રંગરૂપમાં આકાર લેવા જઈ રહ્યું છે. કાલુપુર રેલવે સ્ટેશન આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. કાલુપુર રેલવે સ્ટેશનથી રોજ લાખોની સંખ્યામાં મુસાફરો અવરજવર કરે છે. ત્યારે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે સ્ટેશનની કાયપલટ થશે.

1 / 8
અમદાવાદ શહેરની ધીરે ધીરે કાયાપલટ પણ થઈ રહી છે, ત્યારે અમદાવાદનું ઐતિહાસિક કાલુપુર રેલવે સ્ટેશન પણ હવે એક નવા રંગરૂપમાં આકાર લેવા જઈ રહ્યું છે. કાલુપુર રેલવે સ્ટેશનને આધુનિક સુવિધાઓ સાથે બનાવવામાં આવશે.

2 / 8
કાલુપુર રેલવે સ્ટેશન અમદાવાદનું મુખ્ય રેલવે સ્ટેશન માનવામાં આવે છે અને અહીંથી રોજ લાખોની સંખ્યામાં મુસાફરો અવરજવર કરે છે. ત્યારે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને હવે કાલુપુર રેલવે સ્ટેશનને પણ હેરિટેજ થીમ કાયપલટ થશે.

3 / 8
કાલુપુર રેલ્વે સ્ટેશનનું રીડેવલેપમેન્ટ 36 મહિનામાં પૂર્ણ થશે, જેનો પ્લાન પણ નક્કી થઈ ચૂક્યો છે. અત્યારનું કાલુપુર રેલવે સ્ટેશન સંપૂર્ણ ડિમોલિશન કરીને નવું બનાવવામાં આવશે. કાલુપુર બ્રિજથી સારંગપુર બ્રિજને જોડતા 10 મીટર ઉંચો એક એલિવેટેડ રોડ પણ બનાવવામાં આવશે. જેથી ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય. નવા સ્ટેશન માટે વર્ષ 2045 અને 2060ને ધ્યાને રાખીને પ્લાન બનાવાયો છે.

4 / 8
બીજી તરફ 16 માળનું મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ પણ બનાવવામાં આવશે. જેમાં પહેલા 6 માળમાં પાર્કિંગ, જેની ઉપર 4થી 5 માળમાં રેલવે ઓફિસર્સની ઓફીસ અને બાદમાં તેની ઉપરના તમામ માળ મુસાફરો માટે હોટલો બનાવવામાં આવશે.

5 / 8
આ આખો પ્રોજેક્ટ એરીયા 35 એકરનો છે. બે મહિના પહેલા કોન્ટ્રાક્ટ થયો હતો, જે બાદ કામ શરૂ પણ કરવામાં આવ્યું છે. હાલ જે સ્ટેશન છે તે ગ્રાઉન્ડ ફ્લોર પર છે. નવા સ્ટેશનમાં એરાઈવલ અને ડિપાર્ચર આખી અલગ ડિઝાઇનમાં બનાવવામાં આવશે.

6 / 8
નવા રેલવે સ્ટેશનની રૂપિયા 2390 કરોડના ખર્ચે કાયાપલટ થશે. સ્ટેશનની ડિઝાઇન હેરિટેજ થીમ પર તૈયાર કરવામાં આવશે. કોનકોર્સ એરીયા ડિઝાઇન કરીને બનાવાયું છે. આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત અને મુશ્કેલી એ છે કે રેલવે વ્યવહાર પણ શરૂ રાખવાનો છે અને કામ પણ કરવાનું છે. જેના માટે પણ ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં તબક્કા વાર કામગીરી કરવામાં આવશે.

7 / 8
હાલમાં રેલ્વે સ્ટેશન પર દરરોજ 1.5 લાખ મુસાફરોની અવર જવર રહે છે. જે આગામી સમયમાં ત્રણ લાખ મુસાફરોને ધ્યાને રાખીને સ્ટેશનની ડિઝાઇન નક્કી કરવામાં આવી છે.

8 / 8
કાલુપુર સ્ટેશનને નવા રંગરૂપ આપવા સ્ટેશન ડેવલોપમેન્ટ ઓથોરિટી કામ કરે છે. દિલ્હી, અમદાવાદ, સીએસએમટી એમ ત્રણ આઇકોનિક સ્ટેશન બનવાના છે. જેનું કામ ચાલુ થઈ ચૂક્યું છે. બ્રાઉન પ્રોજેક્ટ થકી બધી બાબતોને ધ્યાને રાખીને કન્સ્ટ્રક્શન કરવામાં આવશે.

Published On - 7:34 pm, Fri, 23 February 24

Next Photo Gallery