અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ. 200 કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું મુખ્યમંત્રીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં બેલ રિંગીંગ સેરેમનીથી લિસ્ટીંગ કરાવ્યુ.
સસ્ટેઇનેબલ સિટી ડેવલપમેન્ટ અન્વયે સુએજ વોટરનું શુદ્ધિકરણ કરી ઉદ્યોગોને આપવા ગ્રીન એનર્જી ઉત્પાદન અને ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સહિતના ગ્રીન એન્વાયરમેન્ટ પ્રોજેક્ટના અસરકારક અમલ માટે બોન્ડના નાણાંનો સુઆયોજીત ઉપયોગ કરાશે.
ગ્રીન બોન્ડ લિસ્ટિંગ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરના મેયર પ્રતિભા જૈન શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, નાણા વિભાગના ડેપ્યુટી કમિશનર આર્જવ શાહ, બીએસસીના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલ, એસબીઆઇ કેપિટલ માર્કેટના ડાયરેક્ટર એન્ડ પ્રેસિડેન્ટ ઉપસ્થિત રહ્યા હતા.
ગ્રીન બોન્ડના ઓનલાઈન બિડીંગની ચાર જ સેકન્ડમાં રૂ. 200 કરોડ સામે રૂ. 415 કરોડનું ભરણું છલકાયું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો AA+ ક્રેડીટ રેટીંગ ધરાવતો સદરહુ ગ્રીન બોન્ડ શરૂઆતની 04 સેકન્ડમાં જ રૂ. 200 કરોડના બોન્ડ સાઈઝ સામે રૂ. 415 કરોડનું સબ્સસ્ક્રીપ્શન મળ્યું છે
અમદાવાદ મહાનગરપાલિકા એ આવા ગ્રીન બોન્ડ લિસ્ટિંગ કરનારી રાજ્યની પ્રથમ મહાનગરપાલિકાનું ગૌરવ પણ મેળવ્યું છે
બીડીંગ સમય પૂર્ણ થવા સુધી જુદા-જુદા 30 ઈન્વેસ્ટર તરફથી રૂ. 1360 કરોડનું સબ્સસ્ક્રીપ્શન થયેલું છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનનો રૂ. 200 કરોડનો ગ્રીન બોન્ડ 13.60 ગણો ભરાયેલો છે.
Published On - 5:59 pm, Thu, 8 February 24