World Happiness Index: ફિનલેન્ડ વિશ્વનો સૌથી ખુશ દેશ, ભારતનું રેન્કિંગ પણ સુધર્યુ, જાણો પાકિસ્તાન, અમેરિકા અને અન્ય દેશોની સ્થિતિ

|

Mar 19, 2022 | 12:19 PM

વર્લ્ડ હેપ્પીનેસ ટેબલમાં ભારતનું રેન્કિંગ સુધર્યું છે. ગા વર્ષે ભારત આ યાદીમાં 139માં ક્રમે હતું. જ્યારે આ વખતે તે ત્રણ સ્થાન વધીને 136મા. સ્થાને પહોંચી ગયું છે.

World Happiness Index: ફિનલેન્ડ વિશ્વનો સૌથી ખુશ દેશ, ભારતનું રેન્કિંગ પણ સુધર્યુ, જાણો પાકિસ્તાન, અમેરિકા અને અન્ય દેશોની સ્થિતિ
world happiness index

Follow us on

UN World Happiness Index: ભલે અમેરિકા, બ્રિટન, રશિયા, ભારત (India) જેવા દેશો વિશ્વમાં મહાસત્તા બનીને ઉભરી રહ્યા હોય, પરંતુ જ્યારે ખુશીની વાત આવે છે ત્યારે આ દેશોના નામ યાદીમાં ખૂબ જ નીચે આવે છે. યુએનના રિપોર્ટ અનુસાર (United Nation Report) ફિનલેન્ડ અને ડેનમાર્ક વિશ્વના સૌથી ખુશ દેશોમાં સામેલ છે. જ્યારે તાલિબાન શાસન સામે લડી રહેલા અફઘાનિસ્તાન સૌથી દુ:ખી દેશ છે. આ યાદીમાં ટોચ પર ફિનલેન્ડનું નામ આવે છે. જેને સતત પાંચમા વર્ષે વિશ્વનો સૌથી ખુશ દેશ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના વાર્ષિક સુખ સૂચકાંક (Annual Happiness Index) અનુસાર, ફિનલેન્ડ, ડેનમાર્ક, આઇસલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ અને નેધરલેન્ડ વિશ્વના ટોચના 5 સૌથી ખુશ દેશોમાં સામેલ છે.

શુક્રવારના રોજ જાહેર થયેલા રિપોર્ટ અનુસાર વિશ્વના સૌથી ખુશ દેશોમાં અમેરિકા 16માં ક્રમે છે. જ્યારે બ્રિટન તેના પછી 17માં ક્રમે છે. વર્લ્ડ હેપીનેસ ટેબલમાં સર્બિયા, રોમાનિયા, બલ્ગેરિયાના રેન્કિંગમાં ઘણો સુધારો થયો છે અને જીવન જીવવામાં સૌથી વધુ વધારો થયો છે. જ્યારે લેબનોન, વેનેઝુએલા અને અફઘાનિસ્તાનમાં તેમની રેન્કમાં સૌથી વધુ ઘટાડો થયો છે.

ભારતનું રેન્કિંગ સુધર્યું, પરંતુ પાકિસ્તાનથી હજુ પણ પાછળ

વર્લ્ડ હેપીનેસ ટેબલમાં ભારત તેની રેન્કિંગ સુધરીને 136માં સ્થાને પહોંચી ગયું છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ભારત હજુ પણ પાકિસ્તાનથી પાછળ છે. ગયા વર્ષે આ યાદીમાં ભારતનો નંબર 139મો હતો જ્યારે આ વખતે ત્રણ સ્થાનનો સુધારો થયો છે અને ભારત હવે 136માં સ્થાને પહોંચી ગયું છે. તે જ સમયે 121માં રેન્ક સાથે પાડોશી દેશ પાકિસ્તાનની સ્થિતિ ભારત કરતાં સારી હોવાનું કહેવાય છે.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

રશિયા-યુક્રેન યુદ્ધ પહેલા તૈયાર હતો આ રિપોર્ટ

યુએન દ્વારા છેલ્લા 10 વર્ષથી વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ રિપોર્ટ તૈયાર કરવા માટે લોકોની ખુશીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ માટે આર્થિક અને સામાજિક આંકડાઓ પણ જોવામાં આવે છે. ત્રણ વર્ષના સરેરાશ ડેટાના આધારે હેપીનેસને શૂન્યથી 10ના સ્કેલ પર માપવામાં આવે છે. યુક્રેન પર રશિયન હુમલા પહેલા સંયુક્ત રાષ્ટ્રનો આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. તેથી યુદ્ધ લડી રહેલા રશિયાનો રેન્ક 80માં અને યુક્રેનનો ક્રમ 98મો છે.

સુખ માટે શું જરૂરી છે?

આ રિપોર્ટના સહ-લેખક જેફરી સૅક્સના જણાવ્યા અનુસાર વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ બનાવ્યાના વર્ષો પછી જાણવા મળ્યું છે કે, સમૃદ્ધિ માટે સામાજિક સમર્થન, ઉદારતા, સરકારની પ્રમાણિકતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિશ્વ નેતાઓએ આ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. રિપોર્ટ બનાવનારાઓએ કોરોના પહેલા અને પછીના સમયનો ઉપયોગ કર્યો છે. જે દરમિયાન સરકાર પ્રત્યે લોકોની લાગણીઓ મહત્વની છે. લોકોની ભાવનાઓની તુલના કરવા માટે સોશિયલ મીડિયા ડેટા પણ લેવામાં આવ્યો હતો. 18 દેશોમાં ચિંતા અને ઉદાસી વધી, જ્યારે રોષની લાગણી ઘટી છે.

અહીં જુઓ ટોચના દેશોની યાદી

  1. ફિનલેન્ડ
  2. ડેનમાર્ક
  3. આઇસલેન્ડ
  4. સ્વિટ્ઝર્લૅન્ડ
  5. નેધરલેન્ડ
  6. લક્ઝમબર્ગ
  7. સ્વીડન
  8. નોર્વે
  9. ઇઝરાયેલ
  10. ન્યૂઝીલેન્ડ
  11. ઑસ્ટ્રિયા
  12. ઓસ્ટ્રેલિયા
  13. આયર્લેન્ડ
  14. જર્મની
  15. કેનેડા

વર્લ્ડ હેપ્પીનેસ ઈન્ડેક્સમાં અફઘાનિસ્તાન સૌથી નીચે

તાલિબાન શાસિત અફઘાનિસ્તાન વર્લ્ડ હેપ્પીનેસ ઈન્ડેક્સમાં સૌથી નીચે છે. ગયા વર્ષે ઓગસ્ટમાં અફઘાનિસ્તાનમાં તાલિબાન ફરી સત્તામાં છે અને આ યાદીમાં સૌથી પછાત છે. આર્થિક મંદીનો સામનો કરી રહેલું લેબનોન 144માં નંબર પર છે, જ્યારે ઝિમ્બાબ્વે 143માં નંબર પર છે. અફઘાનિસ્તાન અંગે યુનિસેફનું અનુમાન છે કે જો તેને મદદ નહીં કરવામાં આવે તો ત્યાંની સ્થિતિ વધુ વણસી શકે છે. બીજી તરફ યુદ્ધના સંજોગો પર નજર કરીએ તો બીજી તરફ રશિયા અને યુક્રેનની રેન્કિંગમાં પણ ઘટાડો થઈ શકે છે.

આ પણ વાંચો: Income Tax Saving Tips: માતા – પિતાની સેવા તમને કરમાં રાહત આપશે, જાણો કઈ રીતે

આ પણ વાંચો: તમે આધાર કાર્ડમાં વારંવાર નામ બદલી નહિ શકો, જાણો તમને કયા અપડેટ માટે કેટલી મળે છે તક

Published On - 12:17 pm, Sat, 19 March 22

Next Article