જગદગુરુ શંકરાચાર્યએ સનાતનની સુરક્ષા માટે ખ્રિસ્તી યુગના લગભગ સાતસો વર્ષ પહેલાં બૌદ્ધ ધર્મમાં આવેલા ફેરફાર અને અન્ય માન્યતાઓથી સનાતનને બચાવવા માટે યુવા સંન્યાસિઓની સેના બનાવી. નામ આપ્યુ ‘અખંડ’. મતલબ જેને ખંડિત ન કરી શકાય તેવુ.
જે આગળ જતા અખાડા બન્યા. ઉત્તમ વ્યવસ્થાપન માટે અખંડમાં પણ વિવિધ ભાગલા પડ્યા અને સંન્યાસિઓની સેના વધતી ગઈ. આજે શૈવ મત એટલે કે શિવપંથી સંન્યાસિનીઓના સાત મુખ્ય અખાડા છે. જેના જૂના, આવાહન, અગ્નિ, મહાનિર્વાણી, અટલ, નિરંજની અને આનંદ નો સમાવેશ થાય છે.
મહાનિર્વાણ અખાડાના શ્રી મહંત રવીન્દ્ર પુરીએ જણાવ્યું કે અખાડાના મુખ્ય દેવતા શિવ છે, પરંતુ આરાધ્ય દેવ અલગ અલગ હોય છે. ધર્મની રક્ષા માટે બનેલા અખાડા હવે સમાજના નિર્માણમાં ફાળો આપે છે.
મહાકુંભ પહેલા તમામ અખાડાઓમાં ધાર્મિક ધ્વજ લગાવવામાં આવે છે. ધ્વજ સ્થાપિત કરવાનો અર્થ એ છે કે હવે અખાડાના તમામ સાધુઓ અને શ્રદ્ધાળુઓ માટે રહેવા અને ભોજનની વ્યવસ્થા માટે અખાડો તૈયાર છે. અખાડાઓની ધર્મ ધજાનો રંગ ભગવો હોય છે પરંતુ તેને ધ્વજદંડ પર ફરકાવવાની રીત જૂદી જૂદી હોય છે.
સદીઓ પછી પણ આ નાગા સાધુઓ હજુ પણ કમાન્ડોની ભૂમિકામાં રહે છે. શાસ્ત્રોની સાથે તેઓ શસ્ત્રોની તાલીમ પણ લે છે. પરંતુ હવે તેમની ભૂમિકા સમાજને શિક્ષિત કરવાની અને તેમની સનાતની પરંપરાથી સમાજને જાગૃત કરવાની પણ છે.
મહંત રવિન્દ્ર પુરી કહે છે કે સનાતનની આ કમાન્ડો ફોર્સને આ દુનિયા કે પરલોકની પણ કોઈ ચિંતા નથી.કારણ કે તેઓએ પોતાની જાતને પોતાનાથી જ મુક્ત કરી લીધી હોય છે. તમામ ચારેય કુંભમાં, પ્રથમ અમૃત સ્નાન પછી સૌથી પહેલા નાગા સંન્યાસીઓને દિક્ષિત કરવામાં આવે છએ. તેની પણ પરંપરાગત વિધિ હોય છે. નાગા સન્યાસી બનવું બિલકુલ સરળ નથી હોતુ.
હવે લોકોના મનમાં મોટો પ્રશ્ન એ થાય છે કે કુંભમાં હજારોની સંખ્યામાં દેખાતા આ નાગા સન્યાસીઓ કુંભ પછી ક્યાં ગાયબ થઈ જાય છે? આ સવાલનો જવાબ પણ જાણી લો.
નિરંજની અખાજાના મહંત રવિન્દ્ર પુરીએ જણાવ્યુ કે હવે એટલું જાણી લો કે નાગા સંન્યાસીઓ તેમની સાધના અને અન્ય શુભ અવસરો દરમિયાન દિગંબર રહે છે. પરંતુ જ્યારે તોઓ સમાજની વચ્ચે આવન જાવન કરે છે ત્યારે લોકમર્યાદાને પગલે ઉપવસ્ત્ર કે એટલે કે કૌપીન લંગોટ અથવા ગમછો ધારણ કરે છે. આ સાધુઓ ગામ, ખેતરો, નગરો અને શહેરોમાં આવેલા મંદિરો, મઠો અને આશ્રમોનું સંચાલન કરે છે તો કેટલાક પર્વતની વચ્ચે ગુફાઓમાં તેમની સાધનાથી દેશ અને દુનિયાના કલ્યાણ માટે ધ્યાન અને તપસ્યામાં મગ્ન રહે છે.
Published On - 1:27 pm, Fri, 17 January 25