ભારત કૃષિપ્રધાન દેશ છે. દેશમાં એવા ઘણા ખેડૂત છે કે, જેઓ આર્થિક સ્થિતિને કારણે અનાજનો સંગ્રહ કરી શકતા નથી. જેના કારણે અનેક વખત ખેડુતોએ પોતાનો પાકને ખૂબ જ ઓછા ભાવે વેચવો પડે છે અને ઘણી વખત અનાજ સડી પણ જાય છે. જેના કારણે ખેડુતોને ભારે નુકસાન વેઠવું પડે છે.
હાલમાં ખેડૂતોની આ સમસ્યાને પહોંચી વળવા કેન્દ્ર સરકારે ગોડાઉન સબસિડી યોજના શરૂ કરી છે. હવે આ યોજનાના અમલીકરણથી ખેડુતોને લાભ થવાની અપેક્ષા છે. યોજના અંતર્ગત અનાજને સુરક્ષિત રાખવા માટે સ્ટોર હાઉસ બનાવવામાં આવશે.
સ્ટોર હાઉસ બનાવવા માટે લોન અપાશે
ખેડૂત અને ખેડૂત સંબંધિત સંસ્થાઓ આવા સ્ટોરેજ બનાવી શકે છે. આ માટે, કેન્દ્ર સરકાર ખેડૂતોને સ્ટોર હાઉસ બનાવવા માટે લોન પણ આપશે. લોન પર સબસિડી પણ આપવામાં આવશે. સ્ટોર હાઉસના નિર્માણ સાથે, ખેડૂત લાંબા સમય સુધી તેના પાકને ખૂબ જ સરળતાથી સંગ્રહિત કરી શકે છે. વળી, ખેડુતોએ પાકને ઓછા ભાવે નહીં વેચવો પડે. જેના કારણે આગામી સમયમાં ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો થવાની ધારણા છે. આ યોજના હેઠળ ખેડૂતોને લોન પર 25 ટકા સુધીની સબસિડી મળશે. બીજી તરફ, સ્ટોર હાઉસ બનાવનાર ખેડૂત ગ્રેજ્યુએટ અથવા કોઈ સહકારી સંસ્થા સાથે સંકળાયેલ હોય તો આવી સ્થિતિમાં ખેડુતોને 2 કરોડથી વધુ લોન પણ મળી શકે છે.
કેવી રીતે કરવી અરજી
ગ્રામીણ સંગ્રહ યોજનાનો લાભ લેવા માટે, તમારે તેની ઓફિસિયલ વેબસાઇટની મુલાકાત લેવી પડશે.
વેબસાઇટનું હોમપેજ ખોલો.
તેમાં એપ્લાય નાઉ પર ક્લિક કરો.
ત્યારબાદ એપ્લિકેશન ફોર્મ ખુલશે.
આ ફોર્મમાં જરૂરી બધી માહિતી ભરો.
આ સિવાય તેને એપ્લાય કરતી વખતે કેટલાક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટસ પણ જોડવા પડશે.
આ બાદ ફોર્મ સબમિટ કરવાનું રહેશે.