મશરૂમની ખેતીમાં છે ઓછા રોકાણે સારો નફો, ઘરમાં જ મશરૂમની ખેતી કરી આ મહિલા બની આત્મનિર્ભર

દુનિયામાં કુલ મશરૂમના લગભગ 85 ટકા ઉત્પાદન ચીનમાં થાય છે. ભારતમાં દર વર્ષ 1.44 લાખ મેટ્રિક ટન મશરૂમનું ઉત્પાદન થઈ રહ્યું છે અને તેમા સતત વધારો થઈ રહ્યો છે.

મશરૂમની ખેતીમાં છે ઓછા રોકાણે સારો નફો, ઘરમાં જ મશરૂમની ખેતી કરી આ મહિલા બની આત્મનિર્ભર
Mushroom cultivation is a better option for the farmers. (File Pic)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 1:50 PM

પૌષ્ટિક અને ઔષધીય ગુણોથી ભરપૂર મશરૂમ (mushroom)નું દર વર્ષ વિશ્વમાં 400 લાખ ટન ઉત્પાદન થાય છે. જેમાં 8 થી 10 ટકા દર વર્ષના દરે વૃદ્ધી થઈ રહી છે. દુનિયામાં કુલ મશરૂમના લગભગ 85 ટકા ઉત્પાદન ચીનમાં થાય છે. ભારતમાં દર વર્ષ 1.44 લાખ મેટ્રિક ટન મશરૂમનું ઉત્પાદન થઈ રહ્યું છે. અને સતત તેમા વધારો થઈ રહ્યો છે.

વિકસિત દેશોની સરખામણીએ ભારતમાં પ્રતિ વ્યક્તિ મશરૂમનો વપરાશ ઘણો ઓછો છે. ચીનમાં પ્રતિ વ્યક્તિ દર વર્ષ મશરૂમનો વપરાશ 20 થી 22 કિલોગ્રામ છે. તેની સરખામણીમાં ભારતમાં પ્રતિ વ્યક્તિ લગભગ 100 ગ્રામ વપરાશ છે. જેની ગુણવત્તા અને પૌષ્ટિકતાને ધ્યાને રાખતા દેશમાં તેના વપરાશને વધારવામાં આવી રહ્યો છે.

જમ્મુ કાશ્મીર (Jammu and Kashmir)પુલવામા (Pulwama)ની રહેવાસી નીલોફર જાને મશરૂમની નફાકારક ખેતી (mushroom farming)થી ફાયદો મેળવ્યો છે. તેમના માટે એક સમય એવો હતો જ્યારે નીલોફર જાન તેની 16,000 રૂપિયા સેમેસ્ટરની ફી પણ ચૂકવી શકતી ન હતી. પરંતુ આજે, તે મહિને લગભગ 70,000 રૂપિયા કમાય છે અને તેના સમગ્ર પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરવા સક્ષમ છે.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

મશરૂમ તરીકે ઓળખાતા આ નફાકારક પાકથી નીલોફર વધુ સારું અને આર્થિક રીતે સ્થિર જીવન જીવવામાં સક્ષમ છે. આ બધું ત્યારે શરૂ થયું જ્યારે 22 વર્ષની વયે એક સ્થાનિક કૃષિ કેન્દ્ર દ્વારા હાથ ધરવામાં આવેલા બટન મશરૂમની ખેતી પરના એક સપ્તાહના અભ્યાસક્રમમાં તેઓએ હાજરી આપી હતી. ત્યાર બાદ તેઓએ ઘરે જ મશરુમની ખેતી (mushrooms cultivating at home) શરૂ કરી.

નીલોફર જાન ઘરે જ મશરૂમ ઉગાડે છે અને દર મહિને હજારોની કમાણી કરે છે. નીલોફર જાને મશરૂમની ખેતીમાં 15,000 રૂપિયા પ્રતિ માસનું રોકાણ કર્યું હતું, આજે નીલોફર ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાંથી સામાજિક કાર્યમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી રહી છે, અને તે મશરૂમની ખેતીથી નફો પણ કમાય છે જે તેના શિક્ષણ ખર્ચને આવરી લેવા માટે પૂરતો છે.

મશરૂમ અને તેની ખેતીના ફાયદા

મશરૂમની ખેતી કરવાથી ઓછા સમયમાં સારુ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદન થાય છે. મશરૂમ શાકાહારી લોકો માટે પૌષ્ટિક અને પ્રોટીનયુક્ત ખોરાક છે. તેમજ તેની ખેતીમાં ખૂબ ઓછા પાણીની જરૂર પડે છે. એક કિલો પ્રોટીન બનાવવા માટે માત્ર 25 લિટર પાણીની જરૂર પડે છે જ્યારે અન્ય અનાજ માટે 138 લિટર પાણીની જરૂર પડે છે.

જમીન વિહોણા અને નાના ખેડૂતો પણ સરળતાથી મશરૂમની ખેતી કરી શકે છે. તેની ખેતીમાં રોજગારીની વધુ તકો છે. મશરૂમનું ઉત્પાદન રૂમમાં કરવામાં આવે છે. આ અર્થમાં તે સલામત છે કારણ કે તેને કુદરતી આફતો જેવી કે કરા, હિમ, તોફાન, અને રખડતા પ્રાણીઓ વગેરેનો ભય રહેતો નથી. દુનિયામાં કુલ મશરૂમના લગભગ 85 ટકા ઉત્પાદન ચીનમાં થાય છે. ભારતમાં દર વર્ષ 1.44 લાખ મેટ્રિક ટન મશરૂમનું ઉત્પાદન થઈ રહ્યું છે. અને સતત તેમા વધારો થઈ રહ્યો છે.

આ પણ વાંચો: તુવેરના પાકમાં જીવાતના ઉપદ્રવને આ રીતે ઘટાડો, નિષ્ણાંતોએ આપી ખેડૂતોને આ મહત્વની સલાહ

આ પણ વાંચો: આ રાજ્યના મંખ્યમંત્રીએ પશુપાલન અને ઓર્ગેનિક ખેતીને અતિ મહત્વપૂર્ણ ગણાવી, ખેડૂતો માટે પશુપાલન એક નફાકારક વ્યવસાય

g clip-path="url(#clip0_868_265)">