AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ રાજ્યના મંખ્યમંત્રીએ પશુપાલન અને ઓર્ગેનિક ખેતીને અતિ મહત્વપૂર્ણ ગણાવી, ખેડૂતો માટે પશુપાલન એક નફાકારક વ્યવસાય

ખેતીમાં યાંત્રિકીકરણને કારણે ખેતી અને પશુપાલન વચ્ચેના સંતુલનમાં પરિવર્તન આવ્યું છે. અગાઉ ખેડૂતો ગાયની સાથે બળદને પણ પાળતા હતા. પરંતુ યાંત્રિકીકરણને કારણે બળદનું મહત્વ ઘટી ગયું છે.

આ રાજ્યના મંખ્યમંત્રીએ પશુપાલન અને ઓર્ગેનિક ખેતીને અતિ મહત્વપૂર્ણ ગણાવી, ખેડૂતો માટે પશુપાલન એક નફાકારક વ્યવસાય
Animal Husbandry (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2021 | 4:22 PM
Share

ખેતી વિના ભારતની કલ્પના કરી શકાતી નથી અને પશુપાલન વિના ખેતી (Farming) શક્ય નથી. ખેતીમાં યાંત્રિકીકરણને કારણે ખેતી અને પશુપાલન (Animal Husbandry) વચ્ચેના સંતુલનમાં પરિવર્તન આવ્યું છે. અગાઉ ખેડૂતો (Farmers) ગાયની સાથે બળદને પણ પાળતા હતા. પરંતુ યાંત્રિકીકરણને કારણે બળદનું મહત્વ ઘટી ગયું છે.

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી (MP Chief Minister Shivraj Singh Chouhan) શિવરાજસિંહ ચૌહાણે ભારતીય પશુચિકિત્સા સંઘ દ્વારા આયોજિત લેડી વેટ્સ (મહિલા પશુચિકિત્સક) કોન્ક્લેવ-શક્તિ 2021નું ઉદ્ઘાટનમાં જણાવ્યું હતું કે, ‘હું પોતે એક ખેડૂત છું અને મારી આજીવિકા માટે ગાયોના પાલન પર નિર્વાહ કરું છું. મેં સંકલ્પ કર્યો હતો કે હું મારી આજીવિકા ખેતી અથવા ખેતીને લગતી પ્રવૃત્તિઓ દ્વારા કરીશ’. આ સાથે જ તેઓએ પશુપાલન અને ઓર્ગેનિક ખેતી વિશે પણ જણાવ્યું હતું.

ખેડૂતો માટે પશુપાલન નફાકારક વ્યવસાય 

ચૌહાણે કહ્યું કે, પશુચિકિત્સકો અને નિષ્ણાતોએ નાના ખેડૂતો અને પશુ માલિકો માટે ગાય ઉછેર કેવી રીતે નફાકારક વ્યવસાય બનવો જોઈએ તેના પર પરિણામલક્ષી કાર્ય કરવું જોઈએ. દૂધ ઉત્પાદક પશુઓમાં વધુ દૂધ ઉત્પાદન માટે જાતિ સુધારણા અને પશુઓની સરળ સારવાર માટે આવી વ્યવસ્થા કરવી જરૂરી છે.

દેશી ગાયનું દૂધ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક 

મુખ્યમંત્રી ચૌહાણે કહ્યું કે ગાયનું દૂધ સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે, પરંતુ આ ગાયોમાં દૂધનું ઉત્પાદન ઓછું હોવાથી ખેડૂતો માટે દેશી ગાયોને ઉછેરવી મુશ્કેલ છે. તેથી નાના પશુપાલકો માટે દેશી ગાયો ઉછેરવા અને તેમાંથી દૂધ ઉત્પાદન નફાકારક વ્યવસાય બનાવવા સંશોધન જરૂરી છે. મધ્ય પ્રદેશ સરકાર દ્વારા ગાયના ઉછેરને પ્રોત્સાહિત કરવા માટે શ્રેષ્ઠ ગાયધારકને ગૌપાલન પુરસ્કારથી નવાજવામાં આવશે.

ઓર્ગેનિક ખેતી પર ધ્યાન આપવાની જરૂર 

મુખ્યમંત્રી ચૌહાણે કહ્યું કે, ‘વડાપ્રધાન મોદીએ ગ્લાસગોમાં પર્યાવરણ અંગે વિશ્વને માર્ગદર્શન આપ્યું છે. રાસાયણિક ખાતરોને કારણે વિશ્વ સંકટનો સામનો કરી રહ્યું છે. લોકો અનેક રોગોથી પીડિત છે, તે એક ગંભીર ખતરો છે. તેથી વિશ્વએ જૈવિક ખેતી તરફ આવવું પડશે. ઓર્ગેનિક ખેતીમાં પશુપાલનનું ઘણું મહત્વ છે. ભગવાન કૃષ્ણ દ્વારા શરૂ કરાયેલી ગોવર્ધન પૂજા પશુઓનું મહત્વ દર્શાવે છે. ગાય અને બળદ વગર કામ ન થઈ શકે તે સ્પષ્ટ છે. આ દિશામાં સમાજની ભાગીદારીને પ્રોત્સાહિત કરવી પણ જરૂરી છે.’

ગાયના છાણ અને ગૌમૂત્રનું મહત્વ

ચૌહાણે જણાવ્યું હતું કે, ‘દૂધ ઉપરાંત ગાયના છાણ, ગૌમૂત્ર વગેરેમાંથી પણ ઘણી વસ્તુઓ બનાવવામાં આવે છે. જો આપણે ઈચ્છીએ તો આ પ્રવૃત્તિઓથી આપણી અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી શકીએ છીએ. તમે દેશને આર્થિક રીતે સમૃદ્ધ પણ બનાવી શકો છો’.

આ પણ વાંચો: Medicinal Plant Farming: આ ઔષધીય પાકોની હંમેશા માગ રહે છે, સરકાર પણ ખેડૂતોને કરી રહી છે પ્રોત્સાહિત

આ પણ વાંચો: હવે મેદાની વિસ્તારમાં પણ થઈ શકશે સફરજનની ખેતી, સફરજનની આ જાતને વિકસિત કરનાર ખેડૂતની છે રસપ્રદ કહાની

g clip-path="url(#clip0_868_265)">