ચંદા કોચરની હકાલપટ્ટી કરવાના ICICI બેંકના નિર્ણયને પડકારતી અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી

ચંદા કોચર મામલે હવે નવો વળાંક આવ્યો છે. પહેલા ચંદા કોચરનું રાજીનામુ લેવાયું અને પછી તેને નિલંબીત કરી દેવાયા તે વિવાદ છે. જેમાં સુપ્રિમ કોર્ટે મંગળવારે કહ્યું હતું કે આ મુદ્દો એક ખાનગી બેંક અને તેના કર્મચારી વચ્ચે સંવિદાત્મક સંબંધનો છે. આ રિટ અધિકારક્ષેત્રના આહવાહન માટે નથી અને ICICI બેંકના પૂર્વ ચેરમેન ચંદા કોચરની અરજી […]

ચંદા કોચરની હકાલપટ્ટી કરવાના ICICI બેંકના નિર્ણયને પડકારતી અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી
Follow Us:
Hardik Bhatt
| Edited By: | Updated on: Dec 01, 2020 | 6:17 PM

ચંદા કોચર મામલે હવે નવો વળાંક આવ્યો છે. પહેલા ચંદા કોચરનું રાજીનામુ લેવાયું અને પછી તેને નિલંબીત કરી દેવાયા તે વિવાદ છે. જેમાં સુપ્રિમ કોર્ટે મંગળવારે કહ્યું હતું કે આ મુદ્દો એક ખાનગી બેંક અને તેના કર્મચારી વચ્ચે સંવિદાત્મક સંબંધનો છે. આ રિટ અધિકારક્ષેત્રના આહવાહન માટે નથી અને ICICI બેંકના પૂર્વ ચેરમેન ચંદા કોચરની અરજી ફગાવી દીધી હતી.

જસ્ટિસ એસ.કે.કૌલ અને જસ્ટીસ દિનેશ માહેશ્વરીની ખંડપીઠ બોમ્બે હાઈકોર્ટના 5 માર્ચના ફેંસલાની વિરૂદ્ધમાં કોચરની એસએલપી પર સુનાવણી કરી રહી હતી જેમાં નિલંબીત કર્યાના આદેશને પડકારતી તેમની રિટ અરજીને આરબીઆઈની અનુમોદના મંજૂર કરી દેવા પર કોચરની અરજીને સુનાવણીને લાયક ગણી નહોતી. કોચર માટે શું કહ્યું વરિષ્ઠ વકિલોએ ?કોચર માટે આ કેસમાં વરિષ્ઠ વકિલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે“ઉચ્ચ ન્યાયાલયે સુનાવણી યોગ્ય નથી તેમ કહીને અમારી અરજીને ફગાવી દીધી છે જે બિલકુલ યોગ્ય નથી “ રોહતગીએ સંકેત આપ્યો હતો કે 4 ઓક્ટોબર 2018ના રોજ રાજીનામાની જેમ જ જલ્દીથી સેવા નિવૃતી માટે કોચરના અનુરોધનો સ્વિકાર કરી લેવામાં આવ્યો હતો “ ફક્ત આ જ એક વાત હતી કે શ્રીકૃષ્ણ કમિટિનો રિપોર્ટ ( બેંકની ઓડીટ કમિટિએ સુપ્રિમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ બી.એન.શ્રીકૃષ્ણની એક કમિટિનું ગઠન કરીને ચંદા કોચર વિરૂદ્ધ 3250 કરોડનો ICICI બેંક વિડિયોકોન લોન કેસ સહિત તમામ આરોપોની સ્વતંત્ર તપાસ શરૂ કરાવી હતી.) હજુ સુધી આવ્યો નથી પણ, રિપોર્ટ મારા સ્ટોક વિકલ્પો પર પણ હતો.“સમિતિએ બાદમાં બેંકની આચાર સંહિતાના ઉલ્લંઘન માટે કોચરને દોષી ઠેરવ્યા હતાં. તપાસ રિપોર્ટ મેળવ્યા બાદ નિર્દેશ મંડળે બેંકની આંતરિક નિતિઓ, યોજનાઓ અને આચારસંહિતા મુજબ ચંદા કોચર બેંકથી અલગ હોવાના કારણે “ટર્મીનેશન ફોર કોઝ” ના રૂપમાં માનવાનો ફેંસલો કર્યો હતો. બોર્ડે તેમના વર્તમાન અને ભવિષ્યના બધા જ અધિકારોને રદ્દ કરી દીધા હતાં. જેવા કે કોઇપણ અવૈતનીક રાશી, અવૈતનીક બોનસ અને વેતન વૃદ્ધી, વગર લાઇસન્સે નિહિત અને સ્ટોક વિકલ્પ, ચિકિત્સા લાભ અને એપ્રિલ 2009થી માર્ચ 2018 સુધીના ભોગવેલા તમામ બોનસ પરત કરવાની જરૂર બતાવી હતી..કોચરના વકિલ રોહતગીએ જોર આપ્યુંચંદા કોચરના વકિલે જોર આપતા કહ્યું હતું કે “30 જાન્યુઆરી 2019એ બેંકે મારૂ રાજીનામુ સ્વિકૃતીને યાદ કરીને અને તેનાથી મને નિલંબીત કરવામાં પરિવર્તીત કરીને જે તે સમયે આદેશ આપ્યો હતો. મને વિશેષાધીકારના આધાર પર શ્રીકૃષ્ણ કમિટિના રિપોર્ટની કોપી પણ નથી અપાઈં. રિપોર્ટમાં મારી સેવા નિવૃતીને કોઇ લેવા દેવા નથી.. તેના તથ્યના કારણે આરબીઆઈની કોઇ પૂર્વ સ્વિકૃતી મારી બર્ખાસ્તગીને લઈને મળી નથી.. આ અયોગ્ય છે. બેંકે બાદમાં આરબીઆઈને પણ આવેદન આપ્યું હતું જેમાં 14 માર્ચ 2019એ વાસ્તવીક રીતે સ્વિકૃતી અપાઈ હતી.“

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
 
 
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો  

    રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 
 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">