AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તો શું આર્મી ચીફ જનરલ નરવણે આગામી CDS હશે? PM મોદીની CCS બેઠકમાં CDSના નામ પર ચર્ચા : સૂત્રો

હાલમાં એ સ્પષ્ટ નથી કે સરકાર આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) કોને બનાવશે. જો કે એવી સંભાવના છે કે આ પદ કોઈ વરિષ્ઠ સૈન્ય અધિકારી અને અનુભવી વ્યક્તિને આપવામાં આવી શકે છે અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ અને અનુભવી લોકોમાં ત્રણેય સેનાના વડાઓનો સમાવેશ થાય છે.

તો શું આર્મી ચીફ જનરલ નરવણે આગામી CDS હશે? PM મોદીની CCS બેઠકમાં CDSના નામ પર ચર્ચા : સૂત્રો
Army chief General MM Naravane
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 9:10 AM
Share

હાલમાં એ સ્પષ્ટ નથી કે સરકાર આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) કોને બનાવશે. જો કે એવી સંભાવના છે કે આ પદ કોઈ વરિષ્ઠ સૈન્ય અધિકારી અને અનુભવી વ્યક્તિને આપવામાં આવી શકે છે અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ અને અનુભવી લોકોમાં ત્રણેય સેનાના વડાઓનો સમાવેશ થાય છે.

ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત (General Bipin Rawat)ના નિધનથી બુધવારે સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. કોઈએ કલ્પના પણ કરી ન હતી કે 8મી ડિસેમ્બરનો દિવસ એક અપૂર્ણીય ખોટ સાથે પૂરો થશે. દેશના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવતે ભારતીય સેનાને મજબૂત કરવાની સાથે સંરક્ષણ ક્ષેત્રોમાં પણ અનેક નવીન પ્રયાસો કર્યા હતા.

તેમના નિધનથી સંરક્ષણ ક્ષેત્રને મોટી ખોટ પડી છે. જો કે, હવે સવાલ એ ઊભો થાય છે કે સીડીએસના પદ માટે આગામી વ્યક્તિ કોણ હશે? અને દેશની સુરક્ષાની જવાબદારી કોના હાથમાં સોંપવામાં (New CDS)આવશે? સેનાની ત્રણેય પાંખોના સંકલન માટે સીડીએસની પોસ્ટ બનાવવામાં આવી હતી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું પદ સેનાના ત્રણેય વડાઓથી ઉપર છે. એટલું જ નહીં, આ પોસ્ટ પર કામ કરનાર વ્યક્તિની વય મર્યાદા 65 વર્ષ હોય છે.

જનરલ બિપિન રાવત ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ તરીકે લશ્કરી બાબતોના વિભાગના વડા પણ હતા. તેઓ ત્રણેય સૈન્ય સેવાઓ માટે વહીવટી કાર્ય સંભાળતા હતા. દેશની તમામ સુરક્ષા એજન્સીઓ, સંસ્થાઓ અને સાયબર ઓપરેશન્સની કમાન્ડ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના હાથમાં હોય છે.

બેઠકમાં આગામી સીડીએસના નામની ચર્ચા !

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ની અધ્યક્ષતામાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બુધવારે બેઠક મળી હતી. CCSની આ બેઠકમાં Mi-17 V5 દુર્ઘટનામાં જીવ ગુમાવનારને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. જો કે, સૂત્રોએ માહિતી આપી છે કે આ બેઠકમાં આગામી સીડીએસના નામ પર પણ ચર્ચા કરવામાં આવી છે.

CDSના પદ માટે જે સૌથી યોગ્ય નામ સામે આવી રહ્યું છે તે આર્મી ચીફ જનરલ એમએમ નરવણે (Army chief General Manoj Mukund Naravane)નું છે. ત્યાર બાદ બીજા નામ પર જે અટકળો કરવામાં આવી રહી છે, તેમાં ભારતીય વાયુ સેનાના પ્રમુખ (Indian Air Force)એર ચીફ માર્શલ વીઆર ચૌધરી (Air Chief Marshal VR Choudhary)અને નેવી ચીફ એડમિરલ આર. હરિ કુમાર (Navy Chief Admiral R. Hari Kumar)સામેલ છે.

સંરક્ષણ નિષ્ણાત સુશાંત સરીને કહ્યું કે હાલમાં એ સ્પષ્ટ નથી કે સરકાર આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોને બનાવશે. જો કે એવી સંભાવના છે કે આ પદ કોઈ વરિષ્ઠ સૈન્ય અધિકારી અને અનુભવી વ્યક્તિને આપવામાં આવે અને વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ અને અનુભવી લોકોમાં ત્રણેય સેનાના વડા એટલે કે આર્મી, નેવી અને એરફોર્સના વડાઓનો સમાવેશ થાય છે. સૂત્રોનું એમ પણ કહેવું છે કે કેન્દ્ર તેના પરિમાણો અનુસાર સીડીએસની પસંદગી કરશે. હાલમાં આ અંગેની સ્થિતિ સ્પષ્ટ નથી, જોકે આ પદ માટે આર્મી ચીફ એમએમ નરવણેનું નામ ટોચ પર છે.

સીડીએસની પોસ્ટ પર વહેલી નિમણૂકની ખાસ જરૂર

પૂર્વી લદ્દાખમાં 19 મહિનાથી ચીન સાથે સૈન્ય અથડામણ ચાલી રહી છે. આ જોતાં, આર્મી, નેવી અને ઈન્ડિયન એર ફોર્સને થિયેટર કમાન્ડ્સમાં એકીકૃત કરવા તેમજ સાથે-સાથે ખરીદ, યોજના, તાલીમ અને સિદ્ધાંતોના સંદર્ભમાં તેમની વચ્ચે જરૂરી તાલમેલ બનાવવા માટે સીડીએસની પોસ્ટ પર વહેલી નિમણૂકની સખત જરૂર છે. જનરલ રાવતે સમગ્ર પ્રક્રિયા શરૂ કરી દીધી હતી પરંતુ તેમનું અકાળે અવસાનને કારણે કામ અધૂરું રહી ગયું છે, જે ઝડપથી પૂર્ણ કરવાની જરૂર છે.

આ પણ વાંચો: Viral Video: નદી કિનારે મહિલાને શેલ્ફી લેવી પડી ભારે, વીડિયો જોઈ હસવું રોકી નહીં શકો

આ પણ વાંચો: Crime: કોર્ટ પરિસરમાં દલીલ બાદ મહિલાને પહેલા માળેથી નીચે ફેંકી, 12 લોકો વિરૂદ્ધ નોંધાયો કેસ

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">