રોહતાંગમાં અટલ ટનલ યોજનાનાં લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન મોદીનાં વિપક્ષ પર પ્રહાર, કહ્યું કે મહત્વનાં પ્રોજક્ટ લટકાવાયા અથવા ભટકાવાયા, સરકારની પ્રાથમિકતા દેશની સુરક્ષા અને તેની સાથે સંકળાયેલા જવાનો છે

વડાપ્રધાન મોદીએ રોહતાંગમાં દુનિયાની સૌથી મોટી ટનલ ‘અટલ ટનલ’નું ઉદ્ઘાટન કર્યા બાદ જણાવ્યું હતું કે આ એક એન્જીનીયરીંગ ચમત્કારથી વિશેષ કઈ નથી. સિમિત સંશાધનો વચ્ચે પણ અટલ ટનલનું કામ પુરૂ થવાનાં કારણે હિમાચલ પ્રદેશમાં ખેડુતોથી લઈ કેન્દ્રશાસિત પ્રદેશ લેહ લદ્દાખ માટે પણ તે આશિર્વાદરૂપ સાબિત થશે કેમકે પહાડ પર વસનારા લોકો માટે ત્રણથી ચાર કલાકની […]

રોહતાંગમાં અટલ ટનલ યોજનાનાં લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન મોદીનાં વિપક્ષ પર પ્રહાર, કહ્યું કે મહત્વનાં પ્રોજક્ટ લટકાવાયા અથવા ભટકાવાયા, સરકારની પ્રાથમિકતા દેશની સુરક્ષા અને તેની સાથે સંકળાયેલા જવાનો છે
Follow Us:
| Updated on: Oct 03, 2020 | 12:24 PM

વડાપ્રધાન મોદીએ રોહતાંગમાં દુનિયાની સૌથી મોટી ટનલ ‘અટલ ટનલ’નું ઉદ્ઘાટન કર્યા બાદ જણાવ્યું હતું કે આ એક એન્જીનીયરીંગ ચમત્કારથી વિશેષ કઈ નથી. સિમિત સંશાધનો વચ્ચે પણ અટલ ટનલનું કામ પુરૂ થવાનાં કારણે હિમાચલ પ્રદેશમાં ખેડુતોથી લઈ કેન્દ્રશાસિત પ્રદેશ લેહ લદ્દાખ માટે પણ તે આશિર્વાદરૂપ સાબિત થશે કેમકે પહાડ પર વસનારા લોકો માટે ત્રણથી ચાર કલાકની મુસાફરી હવે ઓછી થઈ ગઈ છે.

ભૂતકાળની સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે બોર્ડર કનેક્ટીવીટી સાથે સંકળાયેલા આવા પ્રોજેક્ટને લઈને કોઈ પ્લાનીંગ જ નથી કરવામાં આવ્યું અને જેના પર થયું તેને લટકાવવામાં આવ્યા અથવા તો ભટકાવી દેવામાં આવ્યા. આવો જ અનુભવ અટલ ટનલ યોજનાને લઈને થયો. વર્ષ 2002માં ટનલ રોડનો શિલાન્યાસ થયો બાદમાં 2013-14 સુધી માત્ર 1300 મીટર કામ થયું કે જે દોઢ કિલામીટર કરતા પણ ઓછું ગણી શકાય. એક્સપર્ટની વાત માનીએ તો આજ રીતે અગર કામ થયું હોત તો સુરંગ 2040 સુધીમાં કદાચ પુરી થઈ શકી હોત.

અટલ ટનલની સાથે વિવિધ મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં પણ એમ જ થયું, દોલત બેગ ઓલ્ડી કે જે મહત્વપૂર્ણ એરસ્ટ્રીપ છે જે 40 થી 40 વર્ષ સુધી બંધ રહી હતી, એવો તો ક્યો દબાવ રહ્યો ? આ મુદ્દે આગળ પણ ઘણું કહેવાઈ અને લખાઈ ગયું છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

હવે દેશમાં મેક ઈન ઈન્ડિયા હેઠળ બનનારા શસ્ત્ર કે તેને બનાવનારી સંસ્થા હોય તમામને પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવી રહ્યું છે. દેશની સેના માટે બને એટલા વધારાનાં સંશાધનો આપવામાં આવી રહ્યા છે. અત્યારની સરકારની મહત્વની પ્રાથમિક્તા પૈકીની એક છે દેશની સુરક્ષા અને તેની સંકળાયેલા દેશનાં જવાનો છે.

જણાવવું રહ્યું કે વડાપ્રધાન મોદીની સાથે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ પણ ઉપસ્થિત રહ્યા. આ ટનલથી મનાલીથી લેહનું અંતર 46 કિલોમીટર સુધી ઘટી જશે. ટનલમાં દર 500 મીટરે ઈમરજન્સી એક્ઝિટ બનાવવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">