AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajiv Sonia Love story: સોનિયાને પહેલી નજરે જોતા જ દિલ દઈ બેઠા રાજીવ ગાંધી, રૂમાલ પર કવિતા લખી કર્યુ હતુ પ્રપોઝ

Love Story: રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીની લવસ્ટોરી પણ કંઈ ઓછી રોમેન્ટિક નથી, સોનિયા ગાંધીને પ્રથમવાર જોતાવેંત જ રાજીવ ગાંધી તેના પ્રેમમાં પડી ગયા હતા. આજે રાજીવ ગાંધીની જન્મજયંતિ છે ત્યારે વાંચો રાજીવ ગાંધીની લવ લાઈફ વિશેના રોચક કિસ્સાઓ.

Rajiv Sonia Love story: સોનિયાને પહેલી નજરે જોતા જ દિલ દઈ બેઠા રાજીવ ગાંધી, રૂમાલ પર કવિતા લખી કર્યુ હતુ પ્રપોઝ
રાજીવ-સોનિયાની લવ સ્ટોરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2023 | 6:35 AM
Share

Rajiv Sonia Love Story:  કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ઈન્દિરા ગાંધીના પુત્ર અને દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે જન્મ જયંતિ છે. તેમનો જન્મ 20 ઓગષ્ટના રોજ થયો હતો. જો કે  ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને પ્રભાવશાળી નેતાઓ પૈકીના એક એવા રાજીવ ગાંધી અને તેમની પત્ની સોનિયા ગાંધીની લવસ્ટોરી વિશે બહુ ઓછા લોકો જાણતા હશે.

તેમની પ્રેમ કહાની એવી છે જે દેશના ઈતિહાસમાં હંમેશને માટે રાજનીતિનો એક હિસ્સો બની ગઈ. રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીની પ્રેમ કહાની પણ સામાન્ય કપલની જેમ રોમાન્સ, એકબીજા માટે કંઈપણ કરી છુટવાનું જુનુન અને જોશથી ભરપૂર છે.

સોનિયાને પહેલી નજરે જોતા જ દિલ દઈ બેઠા રાજીવ

રાજીવ ગાંધી લંડનની કેમ્બ્રિઝ યુનિવર્સિટીમાં ભણતા હતા. આ એ સમયની વાત છે. જ્યારે રાજીવ ગાંધીએ એક સુંદર ઈટાલિયન યુવતીને કેમ્બ્રિજના ગ્રીક રેસ્ટોરન્ટમાં બેસેલી જોઈ હતી અને તેને જોતા જ રાજીવ દિલ દઈ બેઠા હતા. આ ઈટાલિયન યુવતી બીજુ કોઈ નહીં પરંતુ ભવિષ્યમાં થનારી રાજીવ ગાંધીની પત્ની સોનિયા ગાંધી હતા. રાજીવ ગાંધી તેમના સમયમાં ઘણા સ્માર્ટ અને ગુડલુકિંગ દેખાતા હતા. સોનિયાને જોયા બાદ તેમણે રેસ્ટોરન્ટના માલિક ચાર્લ્સ એન્ટોનીને બોલાવ્યા અને તેમણે સોનિયાની બાજુના ટેબલ પર બેસવાની માગ કરી, જો કે તેના માટે રેસ્ટોરન્ટ માલિકે રાજીવ પાસેથી મોટી રકમ પણ વસુલી હતી.

પેપર નેપકિન પર કવિતા લખી કર્યુ હતુ પ્રપોઝ

એ દિવસે સોનિયાને જોઈ રાજીવ ગાંધી એટલા ખોવાઈ ગયા કે તેમણે તુરંત એક પેપર નેપકિન પર કવિતા લખી અને પેપર નેપકિનને સૌથી સારી શરાબની બોતલ સાથે ચાર્લ્સ દ્વારા સોનિયા પાસે મોકલી આપી. આ વાતનો ખુલાસો સિમી ગરેવાલના ટોકશોમાં રાજીવ ગાંધીએ કર્યો હતો.  આ ઈન્ટરવ્યુમાં વાતચીત દરમિયાન રાજીવ ગાંધીએ જણાવ્યુ કે જ્યારે મે પ્રથમવાર સોનિયાને જોઈ તો મને ખ્યાલ આવી ગયો કે તે મારા માટે જ બની છે. સોનિયા બહુ સરળ અને સીધી વિચારસરણીવાળી છે. જે ક્યારેય કશું છુપાવતી નથી. તે એક વ્યક્તિ તરીકે બહુ જ સમજદાર છે.

બંનેએ સાથે મળીને જોયેલી  સૌપ્રથમ ફિલ્મ  સત્યજીત રે ની ‘પાથેરપાંચાલી’

હવે બંને અવારનવાર એકબીજા મળતા હતા. આ બંને એ પ્રથમ ફિલ્મ જે સાથે મળીને જોઈ હતી તે સત્યજીત રે ની પાથેર પાંચાલી હતી. કેમ્બ્રિજમાં રાજીવ ગાંધી ભલે એક સામાન્ય વિદ્યાર્થીની જેમ રહ્યા હોય પરંતુ તત્કાલિન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીના પુત્ર હોવુ એ પણ તેમના જીવનનું એક મોટુ સત્ય હતુ. સોનિયા વિશેના તેમના સંબંધો વિશે તેમણે ઈન્દીરા ગાંધીને પત્ર લખીને જાણ કરી હતી. ત્યારે તેમણે તેમના ફોઈ વિજયલક્ષ્મી પંડિત સાથે ચર્ચા કરી અને તેમની સહમતી બાદ બંને એ તેમની બનનારી પુત્રવધુને મળવાનો નિર્ણય કર્યો.

ખુલ્લા મનના  ઈન્દિરા ગાંધીએ તેમના પ્રેમને સ્વીકાર્યો

1965માં જ્યારે ઈન્દિરા ગાંધી નેહરૂ એક્સિબિશન માટે લંડન ગયા ત્યારે રાજીવ ગાંધીએ પ્રથમવાર સોનિયા ને તેમના માતા સાથે મળાવ્યા. એ સમયે રાજીવ સોનિયાએ બંનેએ લગ્ન કરવાનું નક્કી કરી લીધુ હતુ. જો કે ખૂલા વિચારોના રાજકારણી હોવાથી ઈન્દિરા ગાંધી તે બંનેના પ્રેમ વચ્ચે સેતુરૂપ બન્યા, જો કે તેમણે લગ્નનો નિર્ણય લેતા પહેલા એકવાર સોનિયાને ભારત આવવાની સલાહ પણ આપી હતી.

રાજનીતિક પરિવારમાં લગ્નને લઈને સોનિયાના પિતા નોહતા રાજી

ઈંદિરા ગાંધીએ બંનેના લગ્નના પ્રસ્તાવને સ્વીકારી લીધો પરંતુ સોનિયા ગાંધીના પિતા સ્ટીફમો માઈનો તેમની દીકરીના નિર્ણયને લઈને થોડા ચિંતિત હતા. સ્ટીફનો માઈનો તેમની દીકરીને આટલી દૂર અન્ય દેશમાં મોકલવા ને લઈને અવઢવમાં હતા. તેમને રાજીવ ગાંધી જમાઈ તરીકે પસંદ તો હતા પરંતુ તેમની દીકરીની એક રાજનીતિક પરિવારમાં લગ્નને લઈને ઘણા ચિંતિત હતા.

આ પણ વાંચો: Sachin Pilot Love Story: ફિલ્મી સ્ટોરીથી કમ નથી સચિન પાયલોટ અને સારા અબ્દુલ્લાની લવસ્ટોરી, વાંચો કેવી રીતે જીતી પ્રેમની બાજી

લગ્ન પહેલા સોનિયા ભારત આવ્યા ત્યારે બચ્ચન પરિવારને ત્યાં રોકાયા

રાજીવ સોનિયાની લવસ્ટોરી ઈતિહાસની સૌથી ચર્ચિત લવ સ્ટોરી હતી. ત્યારબાદ રાજીવ ગાંધીએ તેમની 1967માં તેમનુ એન્જિનિયરીંગ પુરુ કર્યા વિમા જ ભારત આવી ગયા અને થોડા સમયમાં જ સોનિયા 21 વર્ષની થઈ ગઈ. ત્યારે તેમણે પણ ભારત આવવાનો નિર્ણય કર્યો. કેમ્બ્રિજથી આવ્યા બાદ રાજીવ ગાંધી પાયલોટ બની ગયા અને લગ્ન પહેલા સોનિયા ગાંધી બચ્ચન પરિવાર સાથે રહેતી હતી. ઈન્દિરા ગાંધી એ જાણી ચુક્યા હતા કે રાજીવ ગાંધી અને સોનિયા બંને તેમના સંબંધોને લઈને ઘણા સિરિયસ છે. આથી ફાલતુ અફવાઓ અને ખબરોથી બચાવવા બંનેના લગ્ન જલ્દી કરાવવાનો નિર્ણય કર્યો. ઈન્દિરા ગાંધીએ લગ્નની તમામ તૈયારીઓની જાત નિરીક્ષણ કર્યુ તુ અને તેમણે જ સમારોહનું પણ આયોજન કર્યુ હતુ.

25 ફેબ્રુઆરી 1968નો એ દિવસ હતો, જ્યારે સોનિયા અને રાજીવ ગાંધીના પહેલી નજરના પ્રેમને લગ્ન સુધી પહોંચાડવમાં આવ્યો. તેમના લગ્નની એક ઝલક માટે પ્રધાનમંત્રી આવાસ બહાર મોટી સંખ્યામાં પત્રકારો ઉમટ્યા હતા. સમારોહની એક ઝલકને કેમેરામાં કેપ્ચર કરવા માટે પત્રકારોનો જમાવડો સવારથી લાગેલો હતો. પ્રધાનમંત્રી આવાસની પાછળનો બગીચો રાજીવ-સોનિયાના બે દિલોને મળવાનુ ડેસ્ટિનેશન બન્યો અને આ હાઈપ્રોફાઈલ લગ્નમાં અનેક પ્રસિદ્ધ રાજનેતા, કારોબારીઓ અને અનેક ખ્યાતનામ હસ્તીઓ સામેલ થઈ.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">