Breaking News : ગુજરાત કોંગ્રેસને મળ્યા નવા પ્રભારી, મુકુલ વાસનિકને સોંપાઈ ગુજરાતની જવાબદારી

Breaking News : ગુજરાત કોંગ્રેસને મળ્યા નવા પ્રભારી, મુકુલ વાસનિકને સોંપાઈ ગુજરાતની જવાબદારી

Narendra Rathod
| Edited By: | Updated on: Aug 17, 2023 | 8:02 PM

Ahmedabad: ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી તરીકે મુકુલ વાસનિકને જવાબદારી સોંપાઈ છે. રઘુ શર્માના રાજીનામાં બાદ આ પદ ખાલી પડ્યુ હતુ. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા મુકુલ વાસનિકને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

Ahmedabad:  લોકસભા ચૂંટણી પૂર્વે ગુજરાત કોંગ્રેસને નવા પ્રદેશ પ્રભારી તરીકે રાજ્યસભા સાંસદ મુકુલ વાસનીક મળ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ પ્રદેશ પ્રભારી ડૉ રઘુ શર્માએ રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ ખાલી પડેલ પદ માટે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મુકુલ વાસનીકને પ્રભારી તરીકે ગુજરાતની જવાબદારી સોંપી છે. આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું ખુલે એ મોટી જવાબદારી તેમના શિરે છે.

રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિકના શિરે ગુજરાત કોંગ્રેસને મજબુત કરવાની મોટી જવાબદારી

2022 વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા એ રાજીનામુ આપી દીધું હતું. ત્યારબાદ જે 2-3 નામો પ્રભારી માટે ચાલી રહ્યા હતા એમાં મુકુલ વાસનીકનું નામ મોખરે હતું. રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એ તેમના નામની જાહેરાત કરી હતી. મુકુલ વાસનીક હાલ રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ છે. શક્તિસિંહ ગોહિલ પણ સાંસદ છે ત્યારે બંનેની જોડી ગુજરાતમાં સાથે મળી કોંગ્રેસને ઊંચાઈ પર લઈ જવા પ્રયત્નો કરશે. લોકસભા ચૂંટણી પૂર્વે વાસનીકને જવાબદારી સોંપાઈ છે. ત્યારે પ્રથમ પડકાર ગુજરાત કોંગ્રેસના સંગઠનને મજબુત બનાવી 10 વર્ષ બાદ ગુજરાતથી લોકસભામાં કોંગ્રેસના સભ્ય મોકલવાની રહેશે.

કોણ છે મુકુલ વાસનીક?

ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી તરીકે જેમને જવાબદારી સોંપાઈ છે તે મુકુલ વાસનીક મહારાષ્ટ્રના નેતા છે અને રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ છે. 27 સપ્ટેમ્બર 1959ના રોજ બુધીસ્ટ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેઓ કોગ્રેસના પુર્વ સાંસદ બાલ કૃષ્ણ વાસનીકના પુત્ર છે. 1984 થી 1986 સુધી NSUI ઇન્ડિયાના પ્રમુખ અને 1988 થી 1990 ઇન્ડિયન યુથ કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. 1984 થી 1985 NSUIના ખજાનચી વર્ષ 1984ની લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રના બુલઢાણાથી સાંસદ તરીકે 25 વર્ષની ઉંમરે સૌથી યુવા સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ 3 મે 2009 થી 27 ઓક્ટોબર 2012 સુધી કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી રહ્યા હતા. તેઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રી અને રાજ્યકક્ષાના યુવા અને રમત ગમત મંત્રી તથા સંસદીય બાબતોના મંત્રી રહી ચૂક્યા છે. તેમણે બીએસસી, એમબીએ સુધીનો અભ્યાસ કર્યો છે.

વિધાનસભા ચૂંટણી સમયે રઘુ શર્માથી નારાજ થઈ અનેક નેતાઓએ પાર્ટી છોડી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન રહ્યુ હતુ જેમાં કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળી હતી. જો કે ચૂંટણી સમયે જ રઘુ શર્માથી નારાજ થઈ અનેક કોંગ્રેસના નેતાઓ પાર્ટી છોડી જતા રહ્યા અને રાજીનામા ધરી દીધા હોવાની પણ ચર્ચા હતી. રઘુ શર્મા પહેલા ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું કોરોનાને કારણે અવસાન થયુ હતુ. ત્યારથી ગુજરાત કોંગ્રેસના પ્રભારીનું પદ ખાલી પડ્યુ હતુ. ત્યારબાદ વિધાનસભા ચૂંટણી સમયે રઘુ શર્માને આ જવાબદારી સોંપાઈ હતી. જો કે વિધાનસભા ચૂંટણી સમયથી જ રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિકને ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવવાની ચર્ચા ચાલી રહી હતી. જેના પર હવે કોંગ્રેસ હાઈકમાન દ્વારા મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે.

આ પણ વાંચો : કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ 33 જિલ્લાઓના પ્રવાસ કરશે, લોકસભા ચૂંટણી પૂર્વે સંગઠન મજબૂત કરવા કવાયત

 

 

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 17, 2023 07:27 PM
g clip-path="url(#clip0_868_265)">