AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sachin Pilot Love Story: ફિલ્મી સ્ટોરીથી કમ નથી સચિન પાયલોટ અને સારા અબ્દુલ્લાની લવસ્ટોરી, વાંચો કેવી રીતે જીતી પ્રેમની બાજી

Sachin Pilot Love Story:સતત ત્રણ વર્ષ સુધી ડેટ કર્યા બાદ સારા સચિન પાયલોટ અને સારા અબ્દુલ્લાએ તેમના સંબંધો વિશે પરિવારને જાણ કરવાનું વિચાર્યુ. પરંતુ તેમના પ્રેમને લગ્ન સુધી પહોંચાડવા માટે પણ સારા અને સચિને ઘણી મહેનત કરવી પડી હતી.

Sachin Pilot Love Story: ફિલ્મી સ્ટોરીથી કમ નથી સચિન પાયલોટ અને સારા અબ્દુલ્લાની લવસ્ટોરી, વાંચો કેવી રીતે જીતી પ્રેમની બાજી
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2023 | 8:00 PM
Share

Sachin Pilot Love Story: સચિન પાયલોટ રાજસ્થાન કોંગ્રેસના દિગ્ગજ નેતા છે અને રાજેશ પાયલોટના પુત્ર છે. રાજસ્થાનની ટોંક વિધાનસભા બેઠકથી તેઓ ધારાસભ્ય છે. તેઓ રાજસ્થાનના ડેપ્યુટી સીએમ પદે પણ રહી ચુક્યા છે.

આ ઉપરાંત 15મી લોકસભામાં કેન્દ્રીય સંચાર અને સૂચના પ્રસારણ મંત્રી પણ રહી ચુક્યા છે. એટલુ જ નહી સચિન રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. જો કે બાદમાં તેમને અશોક ગેહલોત સાથે વિવાદ થતા તેમને આ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. સચિન પાયલોટ રાજનીતિના જેવા ખેલાડી છે એવા જ દિલફેંક આશિક પણ છે

કેવી રીતે શરૂ થઈ સચિન-સારાની લવસ્ટોરી ?

સચિન પાયલોટ અને સારા અબ્દુલ્લાની લવ સ્ટોરી ફિલ્મી સ્ટોરીથી જરા પણ ઉતરતી નથી. સારા અબ્દુલા જમ્મુકાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાની દીકરી અને ઉમર અબ્દુલ્લાની બહેન છે. સચિન અને સારાની મુલાકાત અમેરિકાના પેન્સિલવેનિયા યુનિવર્સિટીના વ્હોર્ટન સ્કૂલમાં અભ્યાસ દરમિયાન થઈ હતી. બાદમાં આ મુલાકાતો પ્રેમમાં પરિણમી હતી.

અભ્યાસ પૂર્ણ થયા બાદ સચિન પાયલોટ દિલ્હી પરત આવી ગયા અને સારા અભ્યાસ પૂરો કરવા માટે અમેરિકામાં જ રહી. બંને વચ્ચે હજારો કિલોમીટરનું હોવા છતા પણ તેમના પ્રેમમાં સ્હેજ પણ ઓટ ન આવી અને બંને ઈમેલ અને ફોનથી રોજ એક બીજા સાથે વાતો કરતા હતા.

સચિન સારાના લગ્નમાં કેમ ન હતો પરિવાર રાજી?

સચિન પાયલોટ દેશની રાજનીતિનો એક બહુ જાણીતો ચહેરો છે. ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ તેમના સંબંધો વિશે પરિવારને જણાવવાનું વિચાર્યુ. જો કે આ તેમના માટે ત્યારે પણ આસાન ન હતુ. ફિલ્મોની જેમ રિયલ જિંદગીમાં પણ સારા અને સચિનને તેમના પ્રેમને મંજિલ સુધી પહોંચાડવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમના પ્રેમ વચ્ચે પણ ધર્મની દીવાલ આડી આવી હતી. સચિન મહામુસીબતે તેના પરિવારને આ લગ્ન માટે રાજી કર્યો. જો કે સારાનો પરિવાર તેમના લગ્ન માટે જરા પણ તૈયાર ન હતો.

બંનેના પરિવારો કેવી રીતે માન્યા?

જ્યારે મિયાં-બીબી રાજી તો પછી શું કરશે કાજી? આ જ ઢબે સચિન અને સારાએ જાન્યુઆરી 2004માં લગ્ન કરી લીધા. લગ્નમાં અબ્દુલ્લા પરિવારનો કોઈ સદસ્ય સામેલ ન થયો. સચિનને તેમના પરિવારનો પુરો સપોર્ટ મળ્યો. પરંતુ સારાનો પરિવાર આ લગ્ન માટે તૈયાર ન થયો જો કે સમય રહેતા અબ્દુલ્લા પરિવારે પણ આ સંબંધોને સ્વીકારી લીધા અને સચિન અને સારા આજે બે બાળકોના માતાપિતા પણ છે.

આ પણ વાંચો :Rajasthan Politics: રાજસ્થાનમાં રાજકીય સંકટ યથાવત, નવી પાર્ટી કે જુનું આંદોલન, શું છે સચિન પાયલોટનો પ્લાન?

સચિન પાયલોટે જ્યારે રાજનીતિની દુનિયામાં ઝંપલાવ્યુ ત્યારે તેમની ઉમર માત્ર 26 વર્ષ હતી. તેમના પિતા રાજેશ પાયલોટની મોત બાદ પરિસ્થિતિઓ એવી બની કે તેમને રાજનીતિમાં આવવુ પડ્યુ. એવુ પણ કહેવામાં આવે છે કે સચિન જ્યારે સાંસદ બન્યા ત્યારે અબ્દુલ્લા પરિવારે સચિન અને સારાના સંબંધોને સ્વીકારી લીધા હતા.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">