AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maan ki Baat: વડાપ્રધાન મોદીએ કહ્યું ‘આપણને આપણી ભાષાઓ પર ગર્વ હોવો જોઈએ, સૌથી મોટો વારસો આપણી પાસે’

આ પહેલા 30 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીએ 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. વર્ષ 2022માં વડાપ્રધાન મોદીનો આ પહેલો રેડિયો કાર્યક્રમ હતો.

Maan ki Baat: વડાપ્રધાન મોદીએ કહ્યું 'આપણને આપણી ભાષાઓ પર ગર્વ હોવો જોઈએ, સૌથી મોટો વારસો આપણી પાસે'
Narendra Modi - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 12:56 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે સવારે 11 વાગ્યે ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કરી રહ્યા હતા. કાર્યક્રમમાં પીએમ મોદીએ ભાષા પર પણ ચર્ચા કરી. તેમણે કહ્યું કે, એવી 14 ભાષાઓ છે જેનો લોકો તેમના રોજિંદા જીવનમાં ઉપયોગ કરે છે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત યુવાનો પોતાની રીતે ભારતીય ભાષાઓના લોકપ્રિય ગીતોના વીડિયો બનાવી શકે છે. જેમ આપણું જીવન આપણી માતા દ્વારા ઘડવામાં આવે છે, તેવી જ રીતે આપણી માતૃભાષા પણ આપણા જીવનને ઘડે છે.

મન કી બાતનો 86મો એપિસોડ

આ માસિક રેડિયો કાર્યક્રમનો આ 86મો એપિસોડ છે. 13 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  ‘મન કી બાત’ના પ્રસારણ માટે લોકોના મંતવ્યો અને સૂચનો માંગ્યા હતા. મન કી બાત કાર્યક્રમ ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શન સિવાય વિવિધ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે. આજથી થોડા દિવસ પછી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવશે. આજે મહિલાઓ દરેક માન્યતા તોડી રહી છે. દેશમાં દીકરીઓ સૈન્ય શાળાઓમાં પ્રવેશ મેળવી રહી છે.

ભારત દેશ ભાષાઓમાં સમૃદ્ધ

ભારત ભાષાઓમાં એટલો સમૃદ્ધ છે કે તેની તુલના કરી શકાતી નથી. આપણને આપણી વિવિધ ભાષાઓ પર ગર્વ હોવો જોઈએ. આઝાદીના 75 વર્ષ પછી પણ કેટલાક લોકો એવા માનસિક સંઘર્ષમાં જીવી રહ્યા છે, જેના કારણે તેઓને તેમની ભાષા, તેમના પહેરવેશ, ખાવા-પીવાની બાબતમાં સંકોચ હોય છે, જ્યારે વિશ્વમાં બીજે ક્યાંય એવું નથી.

વિશ્વભરમાં લાખો લોકો આયુર્વેદનો કરે છે ઉપયોગ

વડાપ્રધાને વધુમાં કહ્યું કે તમિલ એ વિશ્વની સૌથી જૂની ભાષા છે અને દરેક ભારતીયને એ વાત પર ગર્વ હોવો જોઈએ કે આપણી પાસે વિશ્વનો આટલો વિશાળ વારસો છે. એ જ રીતે જેટલા પ્રાચીન ગ્રંથો છે. તેમની અભિવ્યક્તિ પણ આપણી સંસ્કૃત ભાષામાં છે. પીએમ મોદીએ કહ્યું કે, અમે ભારતનો અમૂલ્ય વારસો ઈટાલીથી લાવ્યા છીએ. મારા માટે ખૂબ જ આનંદની વાત છે. વિશ્વભરમાં લાખો લોકો આયુર્વેદનો ઉપયોગ કરી રહ્યા છે. આ ક્ષેત્રમાં કામ કરતા લોકો પાસેથી ચોક્કસપણે પ્રેરણા લેવાની જરૂર છે.

મૂર્તિના ઈતિહાસમાં જોવા મળે છે સમયની અસર

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, થોડા વર્ષો પહેલા તમિલનાડુના વેલ્લોરમાંથી ભગવાન અંજનેયાર હનુમાનજીની મૂર્તિ ચોરાઈ હતી. હનુમાનજીની આ મૂર્તિ પણ 600-700 વર્ષ જૂની હતી. આ મહિનાની શરૂઆતમાં અમને ઓસ્ટ્રેલિયામાં એ મળી. આપણા હજારો વર્ષના ઈતિહાસમાં દેશના ખૂણેખૂણે એક પછી એક મૂર્તિઓ હંમેશા બનાવવામાં આવતી હતી. તેમાં પણ આદર, શક્તિ, કૌશલ્ય અને વિવિધતા હતી અને આપણી દરેક મૂર્તિના ઈતિહાસમાં સમયની અસર દૃશ્યમાન થાય છે.

આ પણ વાંચો: ભારતનું આ મંદિર છે અત્યંત રહસ્યમય, દેશ- વિદેશથી લોકો અહીં શીખવા આવે છે તંત્ર- મંત્ર

આ પણ વાંચો: Maha Shivratri 2022: મહાદેવની પૂજામાં વર્જિત છે આ વસ્તુઓ, અર્પણ કરવાથી ભોલેનાથ થાય છે ક્રોધિત

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">