AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Train: મુસાફરો માટે આનંદના સમાચાર, હવે વંદે ભારત ટ્રેનમાં મળશે સ્લીપર કોચની સુવિધા, વાંચો આ અહેવાલ

અધિકારીઓનું કહેવું છે કે હવે વંદે ભારત ટ્રેનના સ્લીપર વર્ઝનને 220 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરવા માટે ડિઝાઈન કરવામાં આવશે. એલ્યુમિનિયમથી બનેલા સ્લીપર વર્ઝનની આ ટ્રેન પાટા પર 200 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે દોડશે.

Vande Bharat Train: મુસાફરો માટે આનંદના સમાચાર, હવે વંદે ભારત ટ્રેનમાં મળશે સ્લીપર કોચની સુવિધા, વાંચો આ અહેવાલ
Vande Bharat Train Image Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2023 | 7:29 PM
Share

દેશમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો આંકડો વધતો જઈ રહ્યો છે. વંદે ભારત દેશની સૌથી ઝડપી ચાલનારી ટ્રેનોમાંથી એક છે. આ સેમી-હાઈસ્પીડ ટ્રેન હવે દેશના મહત્વપૂર્ણ કેન્દ્રોને જોડી રહી છે. ભારતીય રેલવેની સેમી હાઈ-સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ રેલવે મુસાફરોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. અત્યાર સુધી મુસાફરોને 8 આવી ટ્રેનોની સુવિધા આપવામાં આવી રહી છે પણ ઝડપી જ મુસાફરોને વંદે ભારતમાં સ્લીપર કોચની પણ સુવિધા મળવા લાગશે. કારણ કે વંદે ભારત ટ્રેનના સ્લીપર વર્ઝનને 220 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી મુસાફરી કરવા માટે ડિઝાઈન કરવામાં આવશે. ત્યારબાદ મુસાફરો વંદે ભારતની સ્લીપર વર્ઝનવાળી ટ્રેનમાં મુસાફરી કરી શકશે.

અધિકારીઓનું કહેવું છે કે હવે વંદે ભારત ટ્રેનના સ્લીપર વર્ઝનને 220 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરવા માટે ડિઝાઈન કરવામાં આવશે. એલ્યુમિનિયમથી બનેલા સ્લીપર વર્ઝનની આ ટ્રેન પાટા પર 200 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે દોડશે. તેમને કહ્યું કે ચેયરકાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને તબક્કાવાર શતાબ્દી એક્સપ્રેસ સામે બદલવામાં આવશે, જ્યારે સ્લીપર વર્ઝન રાજધાની એક્સપ્રેસ ટ્રેનનો વિકલ્પ હશે.

બે તબક્કામાં 400 વંદે ભારત ટ્રેન

  1. અધિકારીઓનું કહેવું છે કે પ્રથમ તબક્કામાં રેલવેએ 400 વંદે ભારત ટ્રેન માટે જાહેરાત કરી છે અને આ મહિનાના અંત સુધી કામને મંજૂરી પણ આપવામાં આવશે.
  2. વંદે ભારત સ્લીપર વર્ઝનની ટ્રેનને બનાવવા માટે દેશની 4 મુખ્ય કંપનીઓ અને અન્ય વિદેશી કંપનીઓ આગળ આવી છે.
  3. યોજના મુજબ પહેલા 200 વંદે ભારત ટ્રેનમાં શતાબ્દી એક્સપ્રેસની જેમ બેસવાની વ્યવસ્થા હશે અને તેને 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે યાત્રા કરવા માટે ડિઝાઈન કરવામાં આવશે.
  4. રેલવે ટ્રેકની અપૂરતી સુરક્ષા અને સુરક્ષાને જોતા તેની ઝડપને 130 કિલોમીટર પ્રતિ કલાક સુધી સીમિત રાખવામાં આવશે. આ ટ્રેન સ્ટીલથી બનશે.

કેટલી ઝડપે દોડશે ટ્રેન?

બીજા તબક્કામાં 200 વંદે ભારત ટ્રેન સ્લીપર હશે અને તેને એલ્યુમીનિયમથી બનાવવામાં આવશે. તે વધારેમાં વધારે 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. એક અધિકારીએ કહ્યું કે તેના માટે દિલ્હી-મુંબઈ, દિલ્હી-કોલકત્તા રેલવેના પાટાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. સિગ્નલ સિસ્ટમ, પુલોને રિપેર કરવામાં આવી રહ્યા છે, હાલમાં ફેન્સીંગનું કામ ચાલી રહ્યું છે જે ટૂંક સમયમાં પૂર્ણ થશે.

આ સિવાય બંને રેલવે માર્ગ પર 1800 કરોડ રૂપિયાના ખર્ચથી અથડામણ વિરોધી તકનીકી કવચ લગાવવામાં આવી રહ્યા છે. જેનાથી દુર્ઘટના ઓછી થશે. આગામી 2 વર્ષમાં તમિલનાડુના ચેન્નાઈમાં આઈસીએફ, મહારાષ્ટ્રમાં લાતૂર રેલ્વે ફેક્ટરી અને હરિયાણાના સોનીપતમાં 400 ટ્રેનનું પ્રોડક્શન કરવામાં આવશે.

Follow Us
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
g clip-path="url(#clip0_868_265)">