AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદી આજે 8મી વંદે ભારત ટ્રેનને કરાવશે પ્રસ્થાન, તેલુગુ ભાષી બે રાજ્યોને જોડશે ટ્રેન

તેલંગાણામાં PM મોદી આજે સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દર્શાવીને પ્રસ્થાન કરાવશે. આ ટ્રેન પોંગલના શુભ અવસર પર શરૂ થશે. કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતુ કે, આ ટ્રેન તેલુગુ ભાષી બે રાજ્યોના લોકોને જોડશે.

PM મોદી આજે 8મી વંદે ભારત ટ્રેનને કરાવશે પ્રસ્થાન, તેલુગુ ભાષી બે રાજ્યોને જોડશે ટ્રેન
વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દર્શાવતા વડાપ્રધાન મોદી (ફાઈલ ફોટો)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2023 | 7:15 AM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેલંગાણાને વંદે ભારત ટ્રેનની મોટી ભેટ આપશે. PM આજે સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દર્શાવીને પ્રસ્થાન કરાવશે. સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમને જોડતી આ ટ્રેન પોંગલના શુભ અવસર પર શરૂ થઈ રહી છે. પીએમના વખાણ કરતા કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, હું આ વર્લ્ડ ક્લાસ ટ્રેન આપવા માટે પીએમ મોદીનો આભાર માનું છું. વંદે ભારત ટ્રેન બે તેલુગુ ભાષી રાજ્યના લોકોને જોડશે.

આ સ્ટેશનો પર વંદે ભારત રોકાશે

રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ નવી વંદે ભારત ટ્રેનનું સંચાલન 16 જાન્યુઆરીથી શરૂ થશે, જોકે બુકિંગ શનિવારથી જ શરૂ થઈ ગયું છે. દક્ષિણ મધ્ય રેલવે (SCR) મુજબ, વિશાખાપટ્ટનમ-સિકંદરાબાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન વિશાખાપટ્ટનમથી સવારે 5:45 વાગ્યે ઉપડશે અને બપોરે 2:15 વાગ્યે સિકંદરાબાદ પહોંચશે. જ્યારે, સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ વંદે ભારત ટ્રેન સિકંદરાબાદથી બપોરે 3 વાગ્યે ઉપડશે અને રાત્રે 11.30 વાગ્યે વિશાખાપટ્ટનમ પહોંચશે. તે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, રાજમુન્દ્રી અને વિજયવાડા સ્ટેશનોએ અને તેલંગાણામાં ખમ્મમ, વારંગલ અને સિકંદરાબાદ સ્ટેશનો પર સ્ટોપેજ હશે.

વિશાખાપટ્ટનમ-સિકંદરાબાદ વંદે ભારત ટ્રેન 700 કિમીનું અંતર કાપશે

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ટ્રેન ભારતીય રેલવે દ્વારા રજૂ કરવામાં આવનાર આઠમી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન છે. લગભગ 700 કિમીનું અંતર કાપતી આ ટ્રેન બે તેલુગુ ભાષી રાજ્યો તેલંગાણા અને આંધ્રપ્રદેશને જોડનારી પ્રથમ હશે. વંદે ભારત એક્સપ્રેસ સ્વદેશી રીતે ડિઝાઇન કરવામાં આવી છે. આ ટ્રેન અત્યાધુનિક પેસેન્જર સુવિધાઓથી સજ્જ છે. તે રેલ મુસાફરોને ઝડપી, વધુ આરામદાયક અને વધુ અનુકૂળ મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે.

Follow Us
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
g clip-path="url(#clip0_868_265)">