મુસાફરી દરમિયાન ટ્રેનમાં જ સામાન ભૂલી જવાય તો તે કેવી રીતે પરત મળશે ? આ રહ્યો તેનો જવાબ
તમે આ માટે આરપીએફમાં (RPF) એફઆઈઆર (FIR) પણ નોંધાવી શકો છો. આ સ્થિતિમાં, રેલવે અને પોલીસની જવાબદારી છે કે તેઓ તમારો સામાન શોધવાનો પ્રયાસ કરે.
ઘણી વખત ઉતાવળ કે અન્ય કોઈ કારણસર ટ્રેનમાં (Train) સામાન ખોવાઈ જાય છે. આ પછી મુસાફરો વિચારે છે કે હવે સામાન (Luggage) નહીં મળે, પરંતુ તે એવું નથી. જો સામાન ટ્રેનમાં રહી જાય તો પણ તમે તમારો સામાન પાછો મેળવી શકો છો. આ સ્થિતિમાં આપણે જાણીએ કે ટ્રેનમાં રહેલો સામાન ક્યાં જાય છે અને તેને કેવી રીતે પાછો મેળવી શકાય છે.
ટ્રેનમાં સામાન ખોવાઈ જાય તો શું કરવું? તમે આ માટે આરપીએફમાં (RPF) એફઆઈઆર (FIR) પણ નોંધાવી શકો છો. આ સ્થિતિમાં, રેલવે અને પોલીસની જવાબદારી છે કે તેઓ તમારો સામાન શોધવાનો પ્રયાસ કરે અને જો તમારો સામાન તમારી ઉલ્લેખિત સીટ પર મળી આવે, તો તે નજીકના RPF પોલીસ સ્ટેશનમાં જમા કરવામાં આવે છે. ઘણા કિસ્સામાં ફરિયાદ કરેલા સ્ટેશન (Railway Station) પર પણ સામાન પહોંચાડવામાં આવે છે.
આ પછી, મુસાફર તેની યોગ્ય માહિતી આપીને અને તેના દસ્તાવેજો બતાવીને તેને પરત મેળવી શકે છે. ઘણા સ્ટેશનો પર તેમના ઘરે સામાન પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. આ સ્થિતિમાં તમારો સામાન પાછો મેળવવાની અપેક્ષા ઘણી વધારે રહે છે.
રેલવે તમારા સામાનનું શું કરે છે? તમારો સામાન જ્યારે ટ્રેનમાં રહી જાય છે, ત્યારે તેને સ્ટેશન પર જમા કરવામાં આવે છે. રેલવે કર્મચારી કે મુસાફર સ્ટેશન પર કોઈના સામાન જમા કરાવે તો સ્ટેશન માસ્તર તેને જમા કરે છે. આ પછી દરેક સામાનના આધારે પ્રક્રિયા કરવામાં આવે છે. જો આ વસ્તુમાં કોઈ જ્વેલરી વગેરે હોય તો તેને રેલવે સ્ટેશન પર 24 કલાક જ રાખવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ 24 કલાકમાં આ વસ્તુનો દાવો કરે છે, તો તે તેને આપવામાં આવે છે. અન્યથા આ વસ્તુ ઝોનલ ઓફિસમાં મોકલવામાં આવે છે.
જોકે, અન્ય માલસામાનનો સમયગાળો ત્રણ મહિનાનો હોય છે. રેલવે અધિકારીઓ તેને ત્રણ મહિના સુધી પોતાની પાસે રાખે છે અને તે પછી તેને આગળ મોકલવામાં આવે છે. ઘણા સામાનના વેચાણ માટેના નિયમો પણ છે, જો કે તેની પ્રક્રિયા ઘણી મોટી છે. જો કે, દરેક વસ્તુના આધારે અલગ-અલગ નિયમો બનાવવામાં આવ્યા છે અને તે નિયમો અનુસાર તમારા સામાનનો નિકાલ થાય છે.
આ પણ વાંચો : આરોગ્ય મંત્રાલય અને એજન્સીઓ રસીના બૂસ્ટર ડોઝની જરૂરિયાતનું મૂલ્યાંકન કરશે: સંસદીય સમિતિ