અફઘાનિસ્તાનના કાબુલમાંથી ગુરુ ગ્રંથ સાહિબ સહિત રામાયણ, મહાભારત અને ભગવદ ગીતા ભારત લાવવામાં આવ્યા, સાથે 104 લોકોને પણ સુરક્ષિત લવાયા

શ્રી ગુરુ ગ્રંથ સાહિબજીને મહાવીર નગરના અર્જન દેવજી ગુરુદ્વારામાં લઈ જવામાં આવ્યા હતા જ્યારે હિન્દુ ધાર્મિક ગ્રંથોને ફરીદાબાદના અસામાઈ મંદિરમાં લઈ જવામાં આવ્યા હતા.

અફઘાનિસ્તાનના કાબુલમાંથી ગુરુ ગ્રંથ સાહિબ સહિત રામાયણ, મહાભારત અને ભગવદ ગીતા ભારત લાવવામાં આવ્યા, સાથે 104 લોકોને પણ સુરક્ષિત લવાયા
BJP Chief JP Nadda
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 8:05 PM

અફઘાનિસ્તાનની (Afghanistan) રાજધાની કાબુલમાં સ્થિત ઐતિહાસિક ગુરુદ્વારા અને મંદિરોમાં રાખવામાં આવેલા ધાર્મિક ગ્રંથોને સુરક્ષિત રીતે ભારત લાવવામાં આવ્યા છે. દિલ્હી પહોંચતા જ કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી (Hardeep Singh Puri) અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ (JP Nadda) એરપોર્ટ પર પવિત્ર શ્રી ગુરુ ગ્રંથ સાહિબને માથ પર રાખ્યો હતો. આ વિશેષ વિમાન દ્વારા 10 ભારતીય નાગરિકો સહિત 104 લોકોને પણ લાવવામાં આવ્યા હતા.

ભારત સરકાર દ્વારા મોકલવામાં આવેલી વિશેષ ફ્લાઇટ દ્વારા 104 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. એકસાથે અનેક પવિત્ર ધાર્મિક ગ્રંથો ભારતમાં લાવવામાં આવ્યા હતા. કાબુલથી (Kabul) શીખ પ્રતિનિધિ મંડળ આજે બપોરે કાબુલના ઐતિહાસિક ગુરુદ્વારામાં રાખવામાં આવેલા 3 ગુરુ ગ્રંથ સાહિબ લઈને આવ્યા હતા.

શ્રી ગુરુ ગ્રંથ સાહિબજીને મહાવીર નગરના અર્જન દેવજી ગુરુદ્વારામાં લઈ જવામાં આવ્યા હતા જ્યારે હિન્દુ ધાર્મિક ગ્રંથોને ફરીદાબાદના અસામાઈ મંદિરમાં લઈ જવામાં આવ્યા હતા. અફઘાનિસ્તાનના ઐતિહાસિક ગુરુદ્વારાઓમાંથી ત્રણ પવિત્ર શ્રી ગુરુ ગ્રંથ સાહિબ ઉપરાંત 5મી સદીના અસામાઈ મંદિરમાંથી રામાયણ, મહાભારત અને ભગવદ ગીતા સહિતના હિન્દુ ધાર્મિક ગ્રંથો પણ લાવવામાં આવ્યા હતા.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ઓપરેશન દેવી શક્તિ હેઠળ વિશેષ વ્યવસ્થા ભારતે શુક્રવારે એક વિશેષ ચાર્ટર પ્લેન દ્વારા અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી 10 ભારતીય નાગરિકો સહિત 104 લોકોને બચાવ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે ભારતના ઓપરેશન દેવી શક્તિ હેઠળ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી હતી. તાલિબાને (Taliban) 15 ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ રાજકીય અસ્થિરતાની સ્થિતિ હતી અને મોટી સંખ્યામાં લોકોએ ત્યાંથી જવાનો પ્રયાસ કર્યો હતો. ભારતે ત્યાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ઓપરેશન પણ શરૂ કર્યું હતું.

બચાવાયેલા લોકોમાં 9 બાળકોનો પણ સમાવેશ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગ્ચીએ ટ્વિટ કર્યું, ‘ઓપરેશન દેવી શક્તિ હેઠળ, ભારત દ્વારા ગોઠવવામાં આવેલી એક વિશેષ કાર્ય એર ફ્લાઇટ કાબુલથી નવી દિલ્હી પહોંચી છે.’ જેમાં અફઘાન હિન્દુ-શીખ લઘુમતી સમુદાયના સભ્યોનો સમાવેશ થાય છે. બચાવી લેવામાં આવેલા લોકોમાં 3 શીશુ સહિત 9 બાળકોનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે સરયૂ કેનાલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, 14 લાખ હેક્ટર વિસ્તારને મળશે પાણી અને 29 લાખ ખેડૂતોને થશે ફાયદો

આ પણ વાંચો : VIDEO : પીપળાના પાન પર CDS જનરલ બિપિન રાવતની અદ્ભુત તસવીર, અનોખી શ્રદ્ધાંજલિનો વીડિયો થયો વાયરલ

g clip-path="url(#clip0_868_265)">