AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પૈસા અને પાવર બંનેમાં ભારતનો વાગશે ડંકો, પાકિસ્તાનના 87% વિસ્તાર પર ભારતની છે બાજ નજર

અવકાશની દુનિયામાં ભારત વિશ્વની મહાસત્તાઓ સાથે ઊભું છે. આ ઉપરાંત ભારત દેશ પર ખરાબ નજર રાખનારા દુશ્મનો પર પણ નજર રાખી રહ્યું છે. ભારતીય ઉપગ્રહો પાકિસ્તાનના 87% વિસ્તાર પર નજર રાખી શકે છે, એટલે કે, ભારત કરાચીની કોઈપણ ગલીથી લઈને પેશાવરના કોઈપણ જંગલ સુધીની હિલચાલ જોઈ શકે છે અને ચીનનો મોટો હિસ્સો પણ ભારતના સેટેલાઈટ્સથી કવર થઈ ગયો છે.

પૈસા અને પાવર બંનેમાં ભારતનો વાગશે ડંકો, પાકિસ્તાનના 87% વિસ્તાર પર ભારતની છે બાજ નજર
India will dominate in power
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2023 | 9:51 AM
Share

Aditya L1 Mission: ભારતના અવકાશ મિશનની સફળતા માટે અનંત આકાશ છે, જેના પર વિજયની શરૂઆત થઈ ચૂકી છે. આ એક એવો ચમત્કાર છે જે પોતાને મહાસત્તા ગણાવતું ચીન પણ કરી શક્યું નથી. અંતરિક્ષમાં ભારતની સફળતાનો આ એક સીમાચિહ્ન છે, જેને સ્પર્શવાની ચીને કલ્પના પણ નહીં કરી હોય. સૌર મિશનને સફળ બનાવીને ભારત મહાસત્તાઓ સાથે કેવી રીતે ખભે ખભા મિલાવશે?

ભારતે વર્ષ 1962માં અવકાશ પ્રોગ્રામની શરૂઆત કરી હતી અને હવે મંગલયાનની યાત્રા પૂર્ણ કરી છે. ભારતે 2014માં માત્ર 74 મિલિયન ડોલર ખર્ચીને તેને અવકાશમાં મોકલ્યું હતું. તેની કિંમત હોલિવૂડ ફિલ્મ ‘ગ્રેવિટી’ કરતા પણ ઓછી હતી. મંગલયાન ભારતનું ગૌરવ બન્યું અને તેને રૂ. 2000ની નોટ પર સ્થાન આપવામાં આવ્યું.

ભારતની પાકિસ્તાનના 87% વિસ્તાર પર ચાંપતી નજર

અવકાશની દુનિયામાં ભારત વિશ્વની મહાસત્તાઓ સાથે ઊભું છે. આ ઉપરાંત ભારત દેશ પર ખરાબ નજર રાખનારા દુશ્મનો પર પણ નજર રાખી રહ્યું છે. ભારતીય ઉપગ્રહો પાકિસ્તાનના 87% વિસ્તાર પર નજર રાખી શકે છે, એટલે કે, ભારત કરાચીની કોઈપણ ગલીથી લઈને પેશાવરના કોઈપણ જંગલ સુધીની હિલચાલ જોઈ શકે છે અને ચીનનો મોટો હિસ્સો પણ ભારતના સેટેલાઈટ્સથી કવર થઈ ગયો છે.

ભારતના અંતરિક્ષ મિશને અવકાશમાં ધ્વજ રોપ્યો છે. ભારતની સ્પેસ ટેક્નોલોજી દેશના વિકાસ માટે જેટલી ઉપયોગી છે એટલી જ દેશના દુશ્મનો પર પણ નજર રાખે છે. ભવિષ્યમાં, ભલે સૈન્ય સીધી રીતે એકબીજાનો સામનો ન કરે, પરંતુ યુદ્ધની શૈલી સંપૂર્ણપણે બદલાઈ જશે. ઘણા નિષ્ણાતોએ આ હકીકત વિશે ચેતવણી આપી છે કે આવનારા સમયમાં અવકાશ યુદ્ધ તેનો એક મહત્વપૂર્ણ ભાગ હશે. જો સ્પેસ વોર થાય તો પહેલા સૈન્ય ઉપગ્રહોને નિશાન બનાવી શકાય છે.

ભારતે થોડા વર્ષો પહેલા 2019માં પણ આવી મોટી સફળતા હાંસલ કરી હતી. જ્યારે ભારતે એન્ટી સેટેલાઇટ મિસાઇલ વડે એક સેટેલાઇટને અવકાશમાં તોડી પાડ્યો હતો. ભારતે 3 મિનિટમાં 2 રોકેટ બૂસ્ટર સાથે 18 ટનની મિસાઈલ વડે 740 કિલોગ્રામના ઉપગ્રહને લો અર્થ ઓર્બિટમાં તોડી પાડ્યો અને પીએમ મોદીએ ગર્વથી આખી દુનિયાને આ વાત કહી.

14 દેશો પર છે ભારતની નજર

માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ ઈસરો વિશ્વના 14 દેશો પર સેટેલાઈટ્સ દ્વારા નજર રાખી રહ્યું છે. આ ઉપગ્રહો આ દેશોના 5.5 મિલિયન ચોરસ કિલોમીટરના વિસ્તાર પર નજર રાખી શકે છે. ભારતીય ઉપગ્રહ ચીનની અંદર પણ દેખરેખ રાખી શકે છે. સૈન્ય જરૂરિયાતો માટે ભારત પાસે લગભગ 10 ઉપગ્રહો છે. તેવી જ રીતે, ભારતીય વાયુસેના પાસે પણ આવા ઘણા ઉપગ્રહો છે જે દુશ્મનના વિમાનોને જ શોધી શકતા નથી પરંતુ કોઈપણ પ્રકારની જાસૂસીને પણ રોકી શકે છે. આમાંથી એક GSAT-7A છે જે ગયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">