ચીનની દરેક ચાલ પર રાખશે ચાંપતી નજર, 850 નેનો ડ્રોનથી સેના દુશ્મનને કરશે પરાસ્ત
લદ્દાખમાં અને તાજેતરમાં અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચેની અથડામણ પછી તેમની ગંભીર જરૂરિયાત અનુભવાઈ રહી છે.
જમીન હોય, પાણી હોય કે હવા, ભારતીય સેના દુશ્મનની દરેક હરકતો પર ચાંપતી નજર રાખે છે. પોતાની તાકાત વધારવા માટે ભારતીય સેના હવે 850 સ્વદેશી નેનો ડ્રોન ખરીદવાની યોજના બનાવી રહી છે. ચીન સહિત ઉત્તરીય સરહદો (LAC) પર ફાસ્ટ-ટ્રેક પ્રક્રિયા દ્વારા આતંકવાદ વિરોધી કામગીરી માટે સેના આ ડ્રોન ખરીદશે. આ ખાસ પ્રકારના ડ્રોન ઈમરજન્સી પ્રોક્યોરમેન્ટ પ્રોસેસ હેઠળ ખરીદવામાં આવી રહ્યા છે.
ચીન સાથે છેલ્લા 33 મહિનાથી ચાલી રહેલા સૈન્ય વિવાદ અને રશિયા-યુક્રેન યુદ્ધમાં ડ્રોનની વધતી ભૂમિકાને કારણે ભારતીય સેના પણ ડ્રોનનો ઉપયોગ વધારી રહી છે. આર્મીને દરરોજની કામગીરી, આતંકવાદ વિરોધી કામગીરી અને વિસ્તાર બહારની આકસ્મિક કામગીરીમાં વિશેષ ડ્રોન દ્વારા કામ લેવાનુ છે, જેનો લક્ષ્ય વિસ્તારોમાં સંભવિત જોખમોની સામે પહેલાથી સજાગ રહેવાનો હોય છે.
આ પણ વાચો: યુએસ બાદ કેનેડા, લેટિન અમેરિકામાં ચીની ‘જાસૂસ બલૂન’ ફરતા જોવા મળ્યા, બલૂનની સાઈઝ 3 બસ બરાબર
દુશ્મન સ્થાનો વિશે સચોટ માહિતી મળશે
આ ડ્રોનથી ભારતીય સેનાને તે ઠેકાણાઓ જે સેનાની નજરથી દૂર છે તેમા ચાલી રહેલી ગતિવિધિઓની માહિતી સરળતાથી મળી જશે. જ્યારે ભારતીય સેનાને દુશ્મનની દરેક ચાલ વિશે સચોટ માહિતી મળશે, ત્યારે સફળ ઓપરેશન્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે અને સુરક્ષાને વધુ મજબૂત કરવામાં આવશે.
સેનાને મળશે આ ડ્રોન
છેલ્લા એક વર્ષમાં, સેનાએ દુશ્મન ડ્રોન સામે કાર્યવાહી કરવા કાઉન્ટર-ડ્રોન સિસ્ટમની સાથે સર્વેલન્સ હેતુઓ માટે ઘણા સ્વદેશી ડ્રોન મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે. તેમા સ્વિચ ડ્રોન, સ્વોર્મ ડ્રોન, હાઇ એલ્ટિટ્યુડ લોજિસ્ટિક્સ ડ્રોન, મિની રિમોટલી પાઇલોટેડ એરક્રાફ્ટ, પાયલોટેડ એરિયલ વિહિકલ, સર્વેલન્સ કોપ્ટર, હેરોન મીડીયમ એલ્ટીટ્યૂડ લોંગ એન્ડ્યુરન્સ એરિયલ વ્હીકલ (UAV), લોટરિંગ મૂનિશલ અને રનવે-ઈંડિપેંડેંડ RPASનો સમાવેશ થાય છે.
શા માટે જરૂરિયાત અનુભવાય છે?
આર્મી 80 મિની રિમોટલી પાઇલોટેડ એરક્રાફ્ટ સિસ્ટમ્સ (RPAS), 10 રનવે-સ્વતંત્ર RPAS, 44 અદ્યતન લોંગ-રેન્જ સર્વેલન્સ સિસ્ટમ્સ અને 106 ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમ્સની સ્વદેશીની ખરીદીની તૈયારી કરી રહી છે. લદ્દાખમાં અને તાજેતરમાં અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચેની અથડામણ પછી તેમની ગંભીર જરૂરિયાત અનુભવાઈ રહી છે.
પહેલા પણ હથિયારો ખરીદવા મંજૂરી
રક્ષા મંત્રાલયે પહેલા પણ કુલ 4,276 કરોડ રૂપિયાના ખર્ચે હેલિના એન્ટિ-ટેન્ક ગાઇડેડ મિસાઇલો સહિત ત્રણ પ્રસ્તાવોને મંજૂરી આપી હતી. ચીન સાથે જોડાયેલ LAC પર સશસ્ત્ર દળોની લડાઈની ક્ષમતામાં વધારો કરવા માટે, રક્ષા પ્રધાન રાજનાથસિંહની આગેવાની હેઠળ ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (ડીએસી)એ પ્રસ્તાવોને મંજૂરી આપી હતી. આમાંથી બે પ્રસ્તાવો આર્મી માટે હતા અને ત્રીજો પ્રસ્તાવ ભારતીય નૌસેના માટે હતો.