ભારતે બ્રિટન પર લગાવ્યો અલગાવવાદી એજન્ડાને પ્રોત્સાહન આપવાનો આરોપ, ખાલિસ્તાન જનમત સંગ્રહનો ઉઠાવ્યો મુદ્દો

ભારતે બ્રિટન પર લગાવ્યો અલગાવવાદી એજન્ડાને પ્રોત્સાહન આપવાનો આરોપ, ખાલિસ્તાન જનમત સંગ્રહનો ઉઠાવ્યો મુદ્દો
Ajit Doval, NSA (File Pic)

મોદી સરકારે તેની ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી કે બ્રિટિશ સરકાર તેના અલગાવવાદી એજન્ડાને પ્રોત્સાહન આપવા શીખ પ્રતિબંધિત જૂથો દ્વારા ભારતીય પ્રવાસીના ખુલ્લા કટ્ટરપંથીકરણ તરફ આંખ આડા કાન કરી રહી છે.

TV9 GUJARATI

| Edited By: Bhavesh Bhatti

Nov 13, 2021 | 9:52 PM

ભારતે 31 ઓક્ટોબરના પંજાબના અલગાવ પર એક જનમત સંગ્રહ કરવાને લઈ પ્રતિબંધિત ખાલિસ્તાન સમર્થક (Khalistan Referendum) સંગઠન શીખ ફોર જસ્ટિસને મંજૂરી આપવા માટે લંડનને પોતાની ગંભીર ચિંતાઓથી અવગત કર્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે (NSA Ajit Doval) યૂકેના NSA સ્ટીફન લવગ્રોવને સ્પષ્ટ કર્યું કે, મોદી સરકાર બ્રિટનમાં ભારતીય પ્રવાસીઓના એક નાના સમુહને હથિયાર બનાવી કોઈ ત્રીજા દેશના મામલા પર જનમત સંગ્રહની મંજૂરી આપવાનો વિરોધ કરે છે.

ભારત અને યૂકે રણનીતિક સમજૂતીના રૂપે હિન્દ-પ્રશાંત પર સમાન વિચારનું આદન-પ્રદાન કરે છે. ભારતે 3 નવેમ્બરના રોજ લંડનમાં દ્વિપક્ષીય રણનીતિક વાતચીત દરમિયાન યુકેને ભારતની સ્થિતિથી અવગત કરવામાં આવ્યું હતું. ભારતે સ્પષ્ટ કર્યું હતું કે, પંજાબમાં શાંતિપૂર્ણ સ્થિતિ છે. કટ્ટરપંથી શીખ તત્વ વિધાનસભા તેમજ લોકસભા ચૂંટણી દરમિયાન એક ટકા મત મેળવવામાં પણ નિષ્ફળ રહ્યા છે.

પાકિસ્તાનના પ્રભાવ અને સમર્થન હેઠળ, શીખ કટ્ટરપંથીઓ ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે અને બ્રિટનમાં ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રહ્યા છે. SFJ 2019 થી ભારતમાં પ્રતિબંધિત સંગઠન છે અને તેના નેતા ગુરપતવંત સિંહ પન્નુ (Gurpatwant Singh Pannu)ને આતંકવાદી જાહેર કરવામાં આવ્યા છે. તેમ છતાં યુકેએ યુએસ સ્થિત ઉગ્રવાદી સંગઠનને પંજાબ પર ગેરકાયદેસર જનમત સંગ્રહ કરવાની મંજૂરી આપી.

ભારત અને યુનાઇટેડ કિંગડમ 2004 થી વ્યૂહાત્મક ભાગીદારો છે. છતા પણ મોદી સરકારે 5 ઓગસ્ટ 2019 ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 અને 35A નાબૂદ કરવા પર બહુપક્ષીય મંચ પર પાકિસ્તાનને સમર્થન આપવા માટે યુકેની ભૂમિકા પર ચિંતા વ્યક્ત કરી હતી.  યુકેના NSA લવગ્રોવે (UK NSA Lovegrove) NSA ડોભાલને ખાતરી આપી છે કે ભારત વિરોધી ભાવનાઓને પ્રોત્સાહન આપવામાં આવશે નહીં. ભારત આ તમામ બાબતને લઈ ચાંપતી નજર રાખી રહ્યું છે, કારણ કે કોઈપણ પ્રતિકૂળ કાર્યવાહી દ્વિપક્ષીય સંબંધોને સીધી અસર કરી શકે છે.

આ પણ વાંચો: Success Story: બિજમાતા તરીકે ઓળખાતા રાહીબાઈને કૃષિ ક્ષેત્રમાં મળી ચૂક્યો છે પદ્મશ્રી, લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે રાહીબાઈ

આ પણ વાંચો: હવે ખેડૂતોને ખેતીની સાથેસાથે વીજળી ઉત્પન્ન કરવા સરકાર આપશે સબસીડી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati