28 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : આગામી 24 કલાકમાં અતિ ભારે વરસાદની આગાહી, અમરેલી, ભાવનગર, સુરત, તાપીમાં ભારે વરસાદની આગાહી
આજે 28 સપ્ટેમ્બરના રોજ ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
જૂનાગઢમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. રાજકોટનું ધોરાજી ભારે વરસાદથી થયું જળમગ્ન. બોટાદનો સુખભાદર ડેમ સો ટકા ભરતા ફરી ઓવરફ્લો. જમ્મુ કાશ્મીરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. પાટણની HNGU યુનિવર્સિટીમાં હિંસક મારામારીનો બનાવ. ઇઝરાયેલે ગાઝાની શાળા પર કર્યો મિસાઇલ એટેક. સોનીપત બાદ પીએમ મોદી શનિવારે હિસારથી બાંગરની ધરતી પર કમળ ખીલવશે. રાજ્યમાં PM મોદીની આ ત્રીજી રેલી.
LIVE NEWS & UPDATES
-
માણેકચોકમાં બુલિયન ટ્રેડર્સ સાથે ગઠિયાએ નક્લી નોટ આપી આચરી છેતરપિંડી
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલીની ભરમાર નીકળી છે..ત્યારે આ બધામાં વધારો કરીએ તો અમદાવાદના માણેકચોકમાં બુલિયનના ટ્રેડર્સ સાથે બે ગઠિયાઓએ સોનું ખરીદવાના બદલામાં નકલી નોટો આપી છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. જેમાં બે વ્યક્તિઓ ટ્રેડર્સ પાસેથી રૂપિયા 1.60 કરોડની કિંમતનું 2100 ગ્રામ સોનું સીજી રોડ પર એક આંગડિયા પેઢીની ઓફિસ પર મંગાવીને રૂપિયા 500ની દરની 1.30 કરોડની રકમ આપીને બાકીના 30 લાખ રૂપિયા લેવા જવાનું કહીને ફરાર થઇ ગયા હતા. તપાસ કરતા 1.30 કરોડની રકમ પેટે ચુકવેલી તમામ રૂપિયા 500ના દરની તમામ નોટો નકલી હોવાનું સામે આવ્યુ હતું.
-
બોટાદ: બરવાળા અને ગઢડા પંથકમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ
બોટાદ: બરવાળા અને ગઢડા પંથકમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. સમઢીયાળા, શેરથળી, પાળીયાદ, ગોરડકામાં ધોધમાર વરસાદ પડ્યો. બરવાળા તાલુકાના સાળંગપુર, ખાંભડામાં વરસાદ પડ્યો. બેલા, ટીંબલા, કુંડળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો.
-
-
બગદાણામાં અનારાધાર વરસાદ, ડોંગી નદીમાં ઘોડાપૂર
ભાવનગરના જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી ઓથા ગામની ડોંગી નદીમાં પાણીની આવક વધી. બગદાણામાં અનરાધાર વરસાદ થતાં ઓથા ગામની નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ.. ધોધમાર વરસાદથી નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીનું પાણી મહુવા-બગદાણા રોડ પર ફરી વળતા રોડને બંધ કરવામાં આવ્યો.
-
દ્વારકાઃ ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ
દ્વારકાઃ ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યુ. ભાળથર, ઠાકર શેરડી, ભીંડા, ફોટ, સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો.
-
ભાવનગરઃ મહુવા તાલુકામાં 4 કલાકમાં 5 ઇચ જેટલો વરસાદ
ભાવનગરઃ મહુવા તાલુકામાં 4 કલાકમાં 5 ઇચ જેટલો વરસાદ ખાબક્યો. ભારે વરસાદને પગલે મુખ્ય બજારોના રસ્તા પાણી પાણી થયા. જાહેર માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાયા. હોસ્પિટલ રોડ ,ગાંધી બાગ, કુંભારવાડા સહિત વિસ્તારમાં પાણી ભરાયા. શહેરના લગભગ નીચાણવાળા તમામ વિસ્તારો પાણી ભરાયા.
-
-
ગાંધીનગર: દહેગામ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
ગાંધીનગર: દહેગામ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો. ગાજવીજ અને પવન સાથે ધોધાર વરસાદનુ આગમન થયુ. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને એક કલાકમાં પોણા ઈંચ જેટલો વરસાદ ખાબક્યો.
-
રાજકોટઃ શહેરમાં માર મારતો વધુ એક વીડિયો વાયરલ થયો
રાજકોટઃ શહેરમાં માર મારતો વધુ એક વીડિયો વાયરલ થયો. મંદિરના પૂજારીને માર મારતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. નિર્મળા રોડ આસપાસની સોસાયટીમાં આવેલા મંદિરની ઘટના હોવાનું સામે આવ્યુ.
-
સાબરકાંઠામાં કોઝવે પર તણાયેલા યુવકનો 17 કલાક બાદ મૃતદેહ મળ્યો
સાબરકાંઠાના વડાલીમાં આવેલા કુબાધરોલ રોડના કોઝવે પર બાઈક સવાર બે યુવક તણાયા હતા. 17 કલાક બાદ તણાઈ ગયેલ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. બંધ બાઈકને ધક્કો મારી કોઝવે પરથી પસાર કરવા જતા બે યુવક તણાવાની ઘટના બની હતી. એક યુવકને સુરક્ષિત પાણીમાંથી બહાર નીકળવામાં આવ્યો હતો. હિંમતનગર અને ઈડરની ફાયર ટીમે યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
-
મહેસાણાઃ 2 દિવસથી વરસેલા વરસાદથી ખેતીમાં નુકસાન
મહેસાણાઃ 2 દિવસથી વરસેલા વરસાદથી ખેતીના પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે. મહેસાણામાં 2 દિવસ સમી સાંજે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા ખેડૂતોના મહામૂલા પાકને ભારે નુકસાન થયુ છે. ભારે પવનને લઈને કપાસ, બાજરી સહિતના પાકને નુકસાન પહોંચ્યુ છે. સરકાર દ્વારા સર્વે કરી યોગ્ય સહાય ચુકવવામાં આવે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.
-
વડોદરાઃ શિનોર પંથકમાં ધોધમાર વરસાદ
વડોદરાઃ શિનોર પંથકમાં ધોધમાર વરસાદ, સાધલી, અવાખલ, ઉતરાજ, મિઢોળ, ટીમ્બરવા સહિત ગામડામાં વરસાદ, લાંબા સમય બાદ ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક.
-
આગામી 24 કલાકમાં અતિ ભારે વરસાદની આગાહી
હજી રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે. આગામી 24 કલાકમાં અતિ ભારે વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, સુરત, તાપીમાં ભારે વરસાદની આગાહી છે. નર્મદામાં પણ અતિભારે વરસાદની આગાહી છે. જુનાગઢ, ગીર-સોમનાથ, રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની શક્યતા છે. સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચમાં પણ વરસાદ પડશે. છોટા ઉદેપુર, મહિસાગર, અરવલ્લી, દાહોદ, નવસારીમાં પણ વરસાદની આગાહી છે.
-
નવરાત્રિ મુદ્દે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
નવરાત્રિ મુદ્દે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મોડી રાત સુધી ખેલૈયા ગરબા રમી શકશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે આ નિર્ણયથી ધંધાર્થીઓ મોડી રાત સુધી ધંધો – વ્યવસાય કરી શકશે. તેમણે 10 દિવસ માટે લોકો પોલીસના સૂચનોને સહકાર આપવા જણાવ્યુ છે. ખેલૈયા અને આયોજકોને પણ નિયમો અનુસરવા નિર્દેશ આપવામાં આવ્યો. ગરબાની મજા સાથે નિયમોનું પણ પાલન કરવાનું રહેશે.
-
સુરત: બારડોલી નગરમાં બુરખા ધારી મહિલા ગેંગનો આતંક
સુરત: બારડોલી નગરમાં બુરખા ધારી મહિલા ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે. બે મહિલાઓ ટીશર્ટનું આખું બોક્ષ ચોરી ગઇ. અલગ અલગ દુકાનોમાં જઇ મહિલાઓ ચોરી કરતી હોવાનો દાવો છે. લીમડા ચોક વિસ્તારમાં ચોરીને અંજામ આપ્યો છે. ટીશર્ટનું બોક્ષ નજરે ન પડતા હકીકત સામે આવી. સમગ્ર ચોરીની ઘટના CCTVમાં કેદ થઇ છે.
-
કચ્છ: રાપરના બેલા ગામે નવજાત બાળક મળી આવ્યું
કચ્છ: રાપરના બેલા ગામે નવજાત બાળક મળી આવ્યું છે. ઝાંડી-ઝાંખરામાંથી નવજાત બાળક મળી આવતા ચકચાર મચી છે. નવજાત બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયું છે.
-
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાયો
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાયો. દીપડો દેખાતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી છે. વન વિભાગની 3 ટીમોએ ઘટના સ્થળે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. વહેલી સવારથી વન વિભાગના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. વન વિભાગે લોકોને ઘરેની બહાર ન નીકળવા અપીલ કરી છે.
-
પંચમહાલ ગોધરા શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ
- પંચમહાલમાં ગોધરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ
- વાવડી બુઝર્ગ, ચાંચેલાવ, કાસુડી ગામમાં વરસાદ વરસ્યો
- તરવડી, કંકુથાંભલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ
- ભારે વરસાદ વરસતા ખેડૂતો પોતાના કૃષિપાકો માટે ચિંતામાં મુકાયા..
-
વરસાદ ઘટતા 34 ડીગ્રી ગરમી પડી શકે: અંબાલાલ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદ બાદ ગરમી વધવાની આગાહી. વરસાદનું જોર ઘટવાની સાથે ગરમીનું પ્રમાણ વધી શકે. રાજ્યના કેટલાક ભાગોમાં 34 ડિગ્રી ગરમી પડવાની શક્યતા.
-
સુરત સામાજિક સંદેશ સાથે પ્રિ-નવરાત્રિની ઉજવણી
- સુરતઓએ નવરાત્રી પહેલા અનોખી રીતે પ્રિ-નવરાત્રી ઉજવી
- દાંડિયાના બદલે સામાજિક જાગૃતિના બેનરો લઈ મહિલાઓએ ગરબે ઘૂમી
- ડ્રગ્સના દૂષણ સામે જાગૃતિ લાવવાના હેતુ સાથે બેનર સાથે મહિલાઓ ગરબે ઘૂમી
- શહેરના ગૌરવપથ પર યોજાયેલા ગરબામાં ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમ્યા..
-
સાબરકાંઠા નાળામાં ખાબકી કાર, મુસાફરોનો બચાવ
- સાબરકાંઠામાં રસ્તાની બાજુના નાળામાં ખાબકી કાર.
- વિજયનગર-ઈડર રોડ પર વણજ પાસે બનેલી ઘટનામાં સદનસીબે જાનહાની ટળી
- સમયસર બહાર નીકળી જતા મુસાફરોનો આબાદ બચાવ થયો
- જો કે, કાર છોડીને મુસાફરો જતા રહેતા સ્થાનિક પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી
-
ગીર સોમનાથ : લોકોના ટોળા ઉમટતા પોલીસે કરી અટકાયત
- ડિમોલિશનની કાર્યવાહી સમયે ઉમટ્યા લોકોના ટોળા.
- પોલીસે લોકોની અટકાયત કરી સ્થિતિને થાળે પાડી હતી
- અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગોઠવાયો હતો બંદોબસ્ત
- સ્થાનિકોને દૂર કરી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી..
-
દાહોદ રાછરડા ગામે દિવાલ ધરાશાયી, એકનુ મોત, 3 ઘાયલ
- દાહોદના રાછરડા ગામે મકાનની દિવાલ ધરાશાયી
- ઘરમાં સૂતેલા માતા સહિત 3 બાળકો દટાયા હતા
- જેમાંથી એક બાળકનું મોત નીપજ્યું
- જ્યારે માતા અને અન્ય બે બાળકો ઘાયલ થયાં
- જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા..
-
સાબરકાંઠા વડાલીમાં ધોધમાર વરસાદ, કોઝવે ગરકાવ
- સાબરકાંઠાના વડાલીમાં ધોધમાર વરસાદ ખાબક્યો
- નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી
- અઢી ઈંચ વરસાદ ખાબકતા ગ્રામ્ય વિસ્તારના કોઝવે પરથી વહેતા થયા પાણી
- ધસમસતા પાણી વચ્ચેથી લોકો જોખમ ખેડી પસાર થતાં જોવા મળ્યાં..
-
સુરત DGP એથ્લેટિક ટુર્નામેન્ટમાં શહેર પોલીસનો ડંકો
- DGP એથ્લેટિક ટુર્નામેન્ટમાં સુરત પોલીસે વગાડ્યો ડંકો
- નડિયાદમાં રમાયેલી ટુર્નામેન્ટમાં સુરતના પોલીસ જવાનોએ કુલ 11 મેડલ મેળવ્યા
- 3 ગોલ્ડ, 6 સિલ્વર, 2 બ્રોન્ઝ મેડલ જીતી પોલીસ કર્મીઓએ શહેર પોલીસનું નામ કર્યું રોશન
- પોલીસ કમિશનરે તમામ જવાનોને મળી અભિનંદન પાઠવ્યા..
-
સુરત લૂંટ, હત્યાના પ્રયાસ મામલે બે આરોપી સકંજામાં
- સુરતના ભેસ્તાનમાં લુંટ અને હત્યાના પ્રયાસ મામલે બે આરોપી ઝડપાયા.
- ફરિયાદીના ઘરમાં વહેલી સવારે ઘૂસી ચોરીને કર્યો હતો પ્રયાસ
- જો કે, પરિવારે પ્રતિકાર કરતા આરોપીઓએ જીવલેણ હુમલો કર્યો
- બુમાબુમ થતાં આરોપીઓ ભાગી છૂટ્યા હતા
- પોલીસને જાણ થતાં ગણતરીના કલાકોમાં બે આરોપીને ઝડપી પાડ્યા
- અન્ય એક આરોપી વોન્ટેડ જાહેર..
-
રાજકોટ ભાદર-2 ડેમ ઓવરફ્લો, ભાદર નદી બે કાંઠે
રાજકોટના ભાદર-2 ડેમમાંથી પાણી છોડાતા ભાદર નદી બની ગાંડીતૂર.. ધોરાજીનો ભાદર-2 ડેમ ઓવરફ્લો થતા નદીમાં 12 હજાર ક્યૂસેક પાણી છોડાયું.. પાણીની આવકના કારણે બે કાંઠે વહેતી થઈ નદી.. લોકોને નદીના પટ પર ન જવા તંત્રએ આપી સૂચના.,.
-
મુંબઈમાં આતંકી હુમલાનો ખતરો, એલર્ટ જાહેર, સુરક્ષામાં વધારો
મુંબઈમાં આતંકવાદી હુમલાનો ખતરો છે. આ અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈ પોલીસે આને લઈને સુરક્ષા વધારી દીધી છે.
-
મહેસાણા ધરોઈ ડેમમાં 9,258 ક્યુસેક પાણીની આવક
- મહેસાણાના ધરોઈ ડેમમાં નોંધાઈ પાણીની આવક
- 9 હજાર ક્યુસેક પાણીની આવક સાથે ડેમની જળસપાટી 617 ફૂટ નોંધાઈ
- ઉપરવાસમાંથી પાણીની આવક થતાં ડેમમાં જળસ્ટોક વધ્યો..
-
સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાવાને આરે !
- સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાવવાને આરે
- નર્મદા ડેમ 99 ટકા ભરાતા જળસપાટી 138 મીટરથી વધુએ પહોંચી
- નર્મદા ડેમમાં હાલ 1 લાખ 91 હજાર ક્યૂસેક પાણીની આવક નોંધાઈ
- નદીમાં છોડાઈ રહ્યું છે 1 લાખ 15 હજાર ક્યૂસેક પાણી
- વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને કરાયા એલર્ટ..
-
Vadodara : હરણી રોડની હાલત ખરાબ થતાં સ્થાનિકો રસ્તા પર
- ભાજપના કાર્યકર એ ખેસ પહેરી લોકો પાસે ફાળો ઉઘરાવવાનું શરૂ કર્યું
- ભાજપના કાર્યકર આકાશ પટેલ દ્વારા રોડ બનાવવા માટે ફાળો ઉઘરાવી રહ્યા છે
- હરણી મોટનાથ મહાદેવ મંદિર આગળ વિસ્તારમાં લોકો અનેક સમસ્યા થી ત્રસ્ત
- આકાશ પટેલ દ્વારા રોડ પર બેસીને ઉઘરાવેલા નાણાંમાં પ્રથમ દિવસે 251 રૂપિયા એકઠા થયા
- એક મહિનો રૂપિયા ભેગા કરીને મહિનાના અંતે પાલિકાને રૂપિયા જમા કરાવી આપશે
-
નવસારી જિલ્લામાં 24 કલાકમાં નોંધપાત્ર વરસાદ
- નવસારીમાં 4 ઇંચ, જલાલપોરમાં 4 ઇંચ અને ગણદેવીમાં 3 ઇંચ વરસાદ
- ચીખલીમાં 1 ઇંચ, ખેરગામમાં 2 ઇંચ અને વાસદામાં 2 ઇંચ વરસાદ ૃ
- પૂર્ણા અને અંબિકા નદીઓની સ્થિતિ સામાન્ય
-
અમેરિકામાં દેખાયું અવકાશમાંથી વાવાઝોડા હેલનનું રૌદ્ર સ્વરૂપ
- અમેરિકાના 6 રાજ્યોમાં હરિકેન હેલેને વિનાશ વેર્યો છે. 225 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો.
- વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં 13 લોકોનાં મોત થયા છે.
- વાવાઝોડાનો ફ્લોરિડા રાજ્યના ગ્રામીણ વિસ્તાર બીગ બેન્ડમાં દરિયા કાંઠે લેન્ડફોલ થયો હતો.
-
છેલ્લા 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 233 તાલુકામાં નોંધપાત્ર વરસાદ
સૌથી વધુ નર્મદાના સાગબારામાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો
સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
-
મોરબી: બાયપાસ રોડ ઉપર આવેલ હોટલ પાસે ફાયરિંગનો બનાવ
મોરબીમાં મિત્રો બેઠા હતા ત્યારે એક યુવાન પાસે રહેલ હથિયારમાંથી મિસ ફાયરિંગ થતા બીજા યુવાનને ઈજા થઈ. ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો. હથિયાર લાયસન્સ વાળું હતું કે કેમ? અને ઘટના કેવી રીતે બની તે દિશામાં તપાસ શરૂ કરી
-
ગીર સોમનાથ : પોલીસ અને વહિવટી વિભાગનું મેગા ડિમોલેશન
- સોમનાથમાં ( જેટલા ધાર્મિક સ્થાનો તોડી પાડવામાં આવ્યા
- જુનાગઢ રેન્જ આઇજી, 3 SP અને 50 થી વધુ PI, PSI સહિત કુલ 1200 પોલીસનો કાફલો તૈનાત
- સોમનાથ ટ્રસ્ટની જમીન પર કરાયેલા દબાણો દૂર કરાયા.
-
સુરેન્દ્રનગર ભોગાવો નદીમાંથી ખનીજ ચોરીનો પર્દાફાશ
- સુરેન્દ્રનગરના મુળીમાંથી ઝડપાયું ખનીજ ચોરીનું ગેરકાયદેસર કૌભાંડ.
- શેખપર અને ખમીશાણા પાસેથી પસાર થતી ભોગાવો નદીમાં પોલીસના દરોડા.
- ખનીજ ચોરો ભાગી છૂટ્યા, જો કે, હિટાચી મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત.
- ખાણ ખનીજ વિભાગે 70 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી..
-
રાજકોટ ધોરાજી તાલુકામાં ધડબડાટી, ફુલઝર નદી બે કાંઠે
- રાજકોટના ધોરાજી તાલુકામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી.
- નાની પરબડીમાં 4 ઈંચ વરસાદ ખાબકતા જોવા મળ્યું મેઘરાજાનું રૌદ્ર રૂપ.
- ભારે વરસાદને કારણે નાની પરબડીથી પસાર થતી ફુલઝર નદીમાં ઘોડાપૂર આવ્યું.
- ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા કોઝવે પાણીમાં ગરકાવ.
- ભેસાણ સહિતના 18 ગામ તરફ જવાનો રસ્તો થયો બંધ.
-
રાજકોટ શહેરમાં જામ્યો વરસાદી માહોલ
- રાજકોટ શહેરમાં જામ્યો વરસાદી માહોલ.
- શહેરભરમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ.
- શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ
- રાત્રિના સમયે વરસાદથી નીચાણવાળા વિસ્તારના માર્ગો પર પાણી ભરાયા,
-
દેવભૂમિ દ્વારકા ખંભાળિયા અને ભાણવડમાં ધોધમાર વરસાદ
- દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને ભાણવડમાં ધોધમાર વરસાદ.
- ભાણવડ પંથકમાં 4 ઈંચ જ્યારે ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો.
- પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસતા મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં
-
જામનગર કાલાવડ શહેર, ગ્રામ્યમાં ધોધમાર વરસાદ
- જામનગરના કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ.
- ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો,
- લાંબા વિરામ બાદ ફરી વરસાદ વરસતા બફારાથી લોકોને રાહત મળી.
- શીશાંગ, નિકાવા, મોટાવડાલા, રાજડા, આણંદપરમાં વરસાદી માહોલ છવાયો.
-
વડોદરા અગોરા મોલનું ક્લબ હાઉસ તોડી પાડ્યું
- વડોદરામાં વિશ્વામિત્રી નદીના દબાણો મુદ્દે નોટિસનું અલ્ટિમેટમ પૂર્ણ.
- અગોરા મોલના ક્લબ હાઉસ પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર.
- ક્લબ હાઉસને તોડી પાડવામાં આવ્યું..
-
બનાસકાંઠા અંબાજીમાં બીજા દિવસે પણ સાંબેલાધાર
- બનાસકાંઠાના અંબાજીમાં સતત બીજા દિવસે સાંબેલાધાર વરસાદ.
- શહેરના રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા.
- ભારે પવન સાથે આવેલા વરસાદમાં બાળકોએ નહાવાની મજા માણી.
-
જૂનાગઢ ગિરનારના પગથિયાં પર ધોધ પ્રપાત
- જૂનાગઢના ગિરનાર પર 6 ઇંચ જેટલો વરસાદ વરસાદ.
- પર્વતના પગથિયાં પરથી ધોધની જેમ નીચે ખાબકતા પાણીનાં રોમાંચક દ્રશ્યો સામે આવ્યા.
- ગિર જંગલ વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હિસારમાં મોટી રેલી કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 28મી સપ્ટેમ્બરે હિસારમાં એક મોટી રેલી કરશે. તેઓ હિસારના એરપોર્ટ ચોક પાસે સ્થિત મેદાનમાં એક વિશાળ રેલીને સંબોધિત કરશે. હિસારથી ભાજપના ડો.કમલ ગુપ્તા મેદાનમાં છે.
-
નિર્મલા સીતારમણે ઉઝબેકિસ્તાન-ઈન્ડિયા બિઝનેસ ફોરમને કર્યું સંબોધિત
સમરકંદમાં ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે નવી દ્વિપક્ષીય રોકાણ સંધિ (BIT) પર હસ્તાક્ષર કર્યા પછી કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના પ્રધાન નિર્મલા સીતારમણે ઉઝબેકિસ્તાન-ભારત બિઝનેસ ફોરમને સંબોધિત કર્યું. ઉઝબેકિસ્તાનની કેટલીક નોંધપાત્ર કંપનીઓને સંબોધતા કેન્દ્રીય નાણામંત્રીએ બંને દેશોના ઉદ્યોગ સભ્યો વચ્ચે અર્થપૂર્ણ ક્રિયાપ્રતિક્રિયા અને સહકારને પ્રોત્સાહન આપ્યું હતું.
Union Minister of Finance and Corporate Affairs Nirmala Sitharaman addressed the Uzbekistan-India Business Forum after the signing of a new Bilateral Investment Treaty (BIT) between India and Uzbekistan, in Samarkand. Addressing some notable companies from Uzbekistan, the Union… pic.twitter.com/CHF29fp36J
— ANI (@ANI) September 27, 2024
-
પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજસ્થાન સરકાર વિરુદ્ધ હડતાળ પર બેસશે
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે એક્સ પર લખ્યું છે કે સરકારની આ જીદનો વિરોધ કરવા અને ગાંધી વાટિકા મ્યુઝિયમને સામાન્ય લોકો માટે ખોલવા માટે હું અને તમામ ગાંધીવાદીઓ ગાંધી વાટિકા મ્યુઝિયમના ગેટ નંબર 5 પર સ્થિત ગાંધી વાટિકા મ્યુઝિયમમાં વિરોધ કરીશું. સેન્ટ્રલ પાર્કમાં 28મી સપ્ટેમ્બર એટલે કે આજે સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી વિરોધ પ્રદર્શન કરશે.
-
કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. અડીગામ વિસ્તારમાં 2-3 આતંકીઓ છુપાયા હોવાના સમાચાર છે. અડીગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર ચાલુ છે.
-
આગામી 48 કલાક અતિભારેની આગાહી
- આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની એંધાણ.
- સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, અને દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટની વકી.
- હવામાન વિભાગની આગાહી
-
સુરેન્દ્રનગરઃ ખનીજ ચોરીનું ગેરકાયદેસર કૌભાંડ
- ખાણખનીજ ટીમે 70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
- મુળી તાલુકાના શેખપર, અને ખમીશાણા ભોગાવો નંદીમાં રેડ
- પોલીસએ રેડ કરતા ખનીજ ચોરો નાશી છુટયા
- 6 હુડોઓ, 1 એક્ટિવિટી મશીન, સહિત રૂપીયા 70 લાખનો મુદ્દામાલ જપ્ત
- ખાણખનીજ ટીમે ખનીજ માફિયાઓ એ કરેલ ખનીજ ચોરી માપણી કરી કાયદેસર કરવાની કાર્યવાહી આરંભ કરી
-
ધોરાજીમાં ભારે વરસાદ, આભ ફાટ્યા જેવી સ્થિતિ
- રાજકોટનું ધોરાજી ભારે વરસાદથી થયું જળમગ્ન.
- ધોરાજીમાં આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો.
- ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી.
- વાહનો પાણીમાં ડૂબ્યાં.
-
અમદાવાદ JPCની બેઠકમાં સંઘવી-ઔવેસીનું વાકયુદ્ધ !
- વકફ સંસોધન બિલ મુદ્દેની JPC બેઠકમાં વાકયુદ્ધ.
- ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઔવેસી વચ્ચે થઈ બોલાચાલી.
- વક્ફ બોર્ડના નિયમો અને કાયદાને લઈ બંને આવ્યા સામસામે.
- અસદ્દુદીન ઔવેસી અને હર્ષ સંઘવી વચ્ચે વાકયુદ્ધ થતાં બેઠકનો માહોલ ગરમાયો.
-
જુનાગઢ દૂબળી પ્લોટ વિસ્તારમાં ઘુસ્યા વરસાદી પાણી
- જૂનાગઢમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા.
- દૂબળી પ્લોટ વિસ્તારમાં ઘુસ્યા વરસાદી પાણી..
- માંગનાથ વિસ્તારમાં દુકાનોમાં ભરાયા પાણી.
- શહેરમાં પૂર જેવી સ્થિતિ.
Published On - Sep 28,2024 6:27 AM