3 ઓક્ટોબરના મહત્વના સમાચાર : કેન્દ્રીય પ્રધાન અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે, 447 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2024 | 7:33 AM

આજ 03 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

3 ઓક્ટોબરના મહત્વના સમાચાર : કેન્દ્રીય પ્રધાન અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે, 447 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

LIVE NEWS & UPDATES

  • 03 Oct 2024 09:30 AM (IST)

    વિવિધ દેવી સ્થાનકોમાં ભક્તોનો ધસારો

    આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ એવી નવરાત્રીનો પ્રારંભ થઈ ચુક્યો છે.  આજે પ્રથમ નોરતું છે. ત્યારે પ્રસિદ્ધ વૈષ્ણોદેવી ધામમાં પણ શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માતા વૈષ્ણોદેવીના દરબારમાં નત મસ્તક થવા પહોંચી રહ્યા છે. નવરાત્રી હોવાથી મંદિર પરિસર અદભુત શણગારથી શોભી રહ્યું છે. તો બીજી તરફ માના જયઘોષથી વાતાવરણ ગુંજી રહ્યું છે. શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે વિશેષ આયોજન કરાયું છે. તો સાથે જ સુરક્ષાને ધ્યાનમાં લઈને ડ્રોન કેમેરાથી નજર રખાઈ રહી છે.

  • 03 Oct 2024 07:34 AM (IST)

    કેન્દ્રીય પ્રધાન અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહના હસ્તે 447 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે.સાણંદ ખાતે ભાજપ કાર્યકર્તા સંમેલનમાં અમિત શાહ ઉપસ્થિત રહેશે. સાંજે 5 કલાકે અમદાવાદની નવી પોલીસ કમિશનર કચેરીનું અમિત શાહ લોકાર્પણ કરશે. રાત્રે 8:45 કલાકે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવ અમિત શાહ ઉપસ્થિત રહેશે અને વાઇબ્રન્ટ નવરાત્રિ 2024નો શુભારંભ કરાવશે.

  • 03 Oct 2024 07:34 AM (IST)

    ભાવનગરમાંથી ફરી ઝડપાયો નશીલો સામાન

    ભાવનગરમાંથી ફરી એક વખત નશીલી સીરપનો જથ્થો ઝડપાયો છે. ભાવનગર SOGએ બાતમીના આધારે કૈલાશ સોસાયટીમાં રહેતા ભાવેશ ઉર્ફે રમેશ મકવાણાના ઘરે તપાસ હાથ ધરી. જે દરમિયાન કોડેઇન ફોસ્ફેટનું ઘટક તત્વ ધરાવતી કફ સીરપની 919 બોટલો મળી આવી.  પોલીસે કુલ 1.41 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી તેની વિરૂદ્ધ NDPS એક્ટની જોગવાઇ હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપી સીરપના નામે નશાની બોટલો વેચવાનો વેપાર કરતો હતો. આરોપીની પૂછપરછમાં તેમણે અન્ય એક શખ્સ કમલેશ યાદવ પાસેથી સીરપની બોટલો લીધી હોવાનું જણાવતા પોલીસે હવે અન્ય આરોપીને શોધવા તજવીજ હાથ ધરી છે.

અમદાવાદમાં મોટા ગરબાના આયોજન સામે સવાલ ઊભા થયા છે. ફાયર NOC ન હોવાથી પોલીસે એક પણ આયોજનને મંજૂરી નથી આપી.  અમિત શાહ આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. નવી CP કચેરી સહિત વિવિધ વિકાસ કાર્યોની તેઓ ભેટ આપશે. રાત્રે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરાવશે. દાહોદના દેવગઢબારીયામાંથી મોટા પાયે વિદેશી દારૂ ઝડપાયો છે. 25 લાખથી વધુની કિંમતનો દારૂ જપ્ત કરાયો છે. કન્ટેનરમાં ચોરખાનું બનાવી દારૂ સંતાડ્યો હતો.  દિલ્લીમાં નશાનું જંગી કન્સાઇન્મેન્ટ ઝડપાયું છે.  પોલીસે 5 હજાર કરોડ રૂપિયાનો કોકોઇનનો જથ્થો જપ્ત કર્યો. 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે.  ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે પોતાની નવી રાજકીય પાર્ટી શરૂ કરી. નવી પાર્ટીનું નામ જન સૂરાજ રાખવામાં આવ્યુ.  ઇઝરાયલે લેબનોન પર ફરી ભીષણ હુમલો કર્યો છે. પીએમ નેતન્યાહુએ ઇઝરાયલના સુરક્ષા વડાઓ સાથે બેઠક કરી. ઇરાનના તેલ ભંડાર પર ત્રાટકવાની તૈયારી છે.

Follow Us:
આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના
આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના
CM ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ
CM ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ
Shani Gochar 2024: શનિના નક્ષત્રમાં પરિવર્તનને કારણે 5 રાશિને મળશે લાભ
Shani Gochar 2024: શનિના નક્ષત્રમાં પરિવર્તનને કારણે 5 રાશિને મળશે લાભ
મહિલા પર દુષ્કર્મ કરનાર ભાજપનો કાર્યકર પંચમહાલના બાકરોલથી ઝડપાયો
મહિલા પર દુષ્કર્મ કરનાર ભાજપનો કાર્યકર પંચમહાલના બાકરોલથી ઝડપાયો
ખેડાના જય અંબે સ્પાઈસીસમાંથી ઝડપાયો શંકાસ્પદ કાળા મરીનો જથ્થો
ખેડાના જય અંબે સ્પાઈસીસમાંથી ઝડપાયો શંકાસ્પદ કાળા મરીનો જથ્થો
અંબાલાલ પટેલે આ વિસ્તારમાં વરસાદની કરી આગાહી
અંબાલાલ પટેલે આ વિસ્તારમાં વરસાદની કરી આગાહી
ભાજપે કોલેજના વિદ્યાર્થીઓને સદસ્ય બનાવતા કોંગ્રેસે લીધો ઉધડો- Video
ભાજપે કોલેજના વિદ્યાર્થીઓને સદસ્ય બનાવતા કોંગ્રેસે લીધો ઉધડો- Video
થાઈલેન્ડમાં સ્કૂલ બસમાં આગ લાગતા 25 વિદ્યાર્થી થયા ભડથુ- Video
થાઈલેન્ડમાં સ્કૂલ બસમાં આગ લાગતા 25 વિદ્યાર્થી થયા ભડથુ- Video
રાજકોટ: બેડના અભાવે હોસ્પિટલના પરિસરમાં જ કરી દેવાઈ પ્રસુતાની ડિલિવરી
રાજકોટ: બેડના અભાવે હોસ્પિટલના પરિસરમાં જ કરી દેવાઈ પ્રસુતાની ડિલિવરી
સી જે ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ રાઠવાએ કોર્ટમાં માંગી માફી
સી જે ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ રાઠવાએ કોર્ટમાં માંગી માફી
g clip-path="url(#clip0_868_265)">