ભાજપ પર ફરી લાગ્યા યેન કેન પ્રકારે સદસ્યો બનાવવાનો આરોપ, કોલેજના વિદ્યાર્થીઓને સદસ્યો બનાવતા કોંગ્રેસે લીધો ઉધડો- Video

ભાજપ સામે શાળાના વિદ્યાર્થીઓને ભાજપના સદસ્યો બનાવવાને આરોપ તો લાગી જ ચુક્યો છે, પૈસા દઈને સદસ્યો બનાવવાનો પણ આરોપ લાગી ચુક્યો છે હવે કોલેજના વિદ્યાર્થીઓને ભાજપના સદસ્યો બનાવવાનો આરોપ લાગ્યો છે. આ મામલે લલિત કગથરાએ ભાજપ સામે ગંભીર આક્ષેપો કર્યા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2024 | 7:55 PM

પહેલા શાળાના વિદ્યાર્થીઓ અને હવે કોલેજના વિદ્યાર્થીઓ. આ બની રહ્યા છે વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષના સભ્યો. જી હાં, તમે જે સમજી રહ્યા છો, તે જ ભાજપની વાત છે. ભાજપ અત્યારે મોટા પાયે દેશભરમાં સદસ્યતા અભિયાન ચલાવે છે. પરંતુ સભ્યો જેટલી ઝડપે વધી રહ્યા છે, તેટલી જ ઝડપે વધી રહ્યો છે સભ્યો બનાવવાને લઈને અજમાવાઈ રહેલા અખતરાનો વિવાદ. આરોપો જ નહીં. હવે તો રિતસરનો પુરાવો છે, કેવી રીતે કોલેજના વિદ્યાર્થીઓને ફરજ પડાઈ રહી છે કે, ભાજપના સભ્યો બનો અને તે પણ ધારાસભ્યની હાજરીમાં.

રાજ્યભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન સતત વિવાદમાં રહે છે ત્યારે આજે રાજકોટની સરકારી કોલેજમાં વિવાદ સર્જાયો. આરોપ મુજબ અહીંના વિદ્યાર્થીઓને ભાજપના સભ્ય બનાવવામાં આવ્યા છે. કવિશ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલે મોબાઇલ લઇને નિર્ધારિત કાર્યક્રમમાં આવવાનું કહ્યું હતું. આ કાર્યક્રમમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયા માટે વિદ્યાર્થી એકઠા કર્યાનો પણ આરોપ છે. કારણ કે સભ્ય બન્યા બાદ રેફરલ તરીકે MLAનો નંબર નાખવા વારંવાર જાહેરાત પણ કરાઇ હતી.

કોલેજના વિદ્યાર્થીનો સદસ્યતા અભિયાન માટે ઉપયોગ કેટલો યોગ્ય ? તે સૌથી મોટો સવાલ છે ત્યારે આખા મામલે કોંગ્રેસના નેતા લલિત કગથરાએ ધારાસભ્ય પર પ્રહારો કર્યા હતા. તેઓએ કહ્યુ કે જો સરકારી કોલેજમાં આ પ્રવૃતિ કરવી હોય તો કાલે સચિવાલયમાં પણ બેસી જાવ. યેન કેન પ્રકારે ભાજપ સભ્યો બનાવી રહ્યું હોવાનો આક્ષેપ તેઓ દ્વારા કરાયો હતો

ભાજપ સદસ્ય બનાવા માટે હવે સરપંચોનો સહારો લીધો છે. પડધરી ગામના સરપંચે કોલેજમાં જઇને વિદ્યાર્થીઓને ભાજપના સભ્ય બનવા માટે કહ્યું હતું. અહીંયા સવાલ એ છે કે સરપંચને કોલેજમાં જઇને સભ્ય બનાવવાની જાહેરાત કરવાની સત્તા કોણે આપી ?

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ હવે દિલીપ સંઘણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ હવે દિલીપ સંઘણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
નવરાત્રીમાં વિઘ્ન બનશે મેઘરાજા ! આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
નવરાત્રીમાં વિઘ્ન બનશે મેઘરાજા ! આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
આ 5 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત
ખૂનનો બદલો ખૂન, અમદાવાદના બોડકદેવ અકસ્માત કેસમાં મોટો ખુલાસો
ખૂનનો બદલો ખૂન, અમદાવાદના બોડકદેવ અકસ્માત કેસમાં મોટો ખુલાસો
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા દર્દીઓથી ઉભરાઈ સુરતની નવી સિવિલ
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા દર્દીઓથી ઉભરાઈ સુરતની નવી સિવિલ
g clip-path="url(#clip0_868_265)">