AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે, નવી CP કચેરી સહિત વિવિધ વિકાસ કાર્યોની આપશે ભેટ, જાણો વિગત

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહના હસ્તે 447 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે. સાણંદ ખાતે ભાજપ કાર્યકર્તા સંમેલનમાં અમિત શાહ ઉપસ્થિત રહેશે. સાંજે 5 કલાકે અમદાવાદની નવી પોલીસ કમિશનર કચેરીનું અમિત શાહ લોકાર્પણ કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે, નવી CP કચેરી સહિત વિવિધ વિકાસ કાર્યોની આપશે ભેટ, જાણો વિગત
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2024 | 9:09 AM
Share

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહના હસ્તે 447 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે. સાણંદ ખાતે ભાજપ કાર્યકર્તા સંમેલનમાં અમિત શાહ ઉપસ્થિત રહેશે. સાંજે 5 કલાકે અમદાવાદની નવી પોલીસ કમિશનર કચેરીનું અમિત શાહ લોકાર્પણ કરશે. રાત્રે 8:45 કલાકે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવ અમિત શાહ ઉપસ્થિત રહેશે અને વાઇબ્રન્ટ નવરાત્રિ 2024નો શુભારંભ કરાવશે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે અમદાવાદની પોલીસ કમિશનર કચેરીનું લોકાર્પણ કરાશે. સાંજે 5 કલાકે અમિત શાહ નવી પોલીસ કમિશર કચેરીને ખુલ્લી મુકશે. 146 કરોડના ખર્ચે તૈયાર થયેલી કમિશનર કચેરીના લોકાર્પણ કાર્યક્રમમાં 12 હજાર લોકો હાજર રહેશે. જેમાં 700 જેટલા VVIP મહેમાન ઉપસ્થિત રહેશે.

નવી પોલીસ કમિશનર કચેરીની વિશેષતા પર નજર કરીએ તો, રૂપિયા 146 કરોડના ખર્ચે નિર્માણ થયેલી કચેરીનું આંતરરાષ્ટ્રીય કક્ષાના આર્કિટેક્ટ અને એન્જીનિયર દ્વારા ડિઝાઇનિંગ કરવામાં આવી છે. નવી કચેરી સંપૂર્ણ ફાયર અને વોટર પ્રૂફ છે. કચેરીમાં અધિકારી, સ્ટાફ, જનતા માટે અલગ અલગ એન્ટ્રી પોઇન્ટ છે. તો પ્રવેશ નિકાસ દ્વાર આધુનિક સિક્યુરિટી સિસ્ટમથી સજ્જ છે. 7 માળની અત્યાધુનિક બિલ્ડીંગ સંપૂર્ણપણે તાનુકુલીન છે. જેના 7માં માળ પર શહેર પોલીસ કમિશનર બેસશે.

જેટલી હાઇટેક નવી પોલીસ કમિશનર કચેરી છે, તેટલો જ હાઇટેક તેનો કંટ્રોલ રૂમ પણ છે. કન્ટ્રોલ રૂમમાં એક સાથે દોઢસો જેટલો સ્ટાફ બેસી શકે તેવી વ્યવસ્થા છે. નિર્ભયા પ્રોજેકટનું સંચાલન પણ અહીથી જ કરાશે. 150 લોકો બેસી શકે એક એવા કુલ 5 કોન્ફરન્સ હોલ છે. તો સાથે જ 200થી 250 લોકો બેસી શકે તેવો ઓડિટોરિયમ હોલનું પણ નિર્માણ કરાયું છે.

નવી પોલીસ કમિશનર કચેરીમાં 7 માળ હશે. પ્રત્યેક માળ પર અલાયદી વ્યવસ્થા સાથે સુવિધાઓ પણ તૈનાત કરાઇ છે. નવી કચેરીના માળ મુજબ વ્યવસ્થા પર નજર કરીએ તો બેઝમેન્ટમાં 800 જેટલા વાહનો પાર્ક કરવાની વ્યવસ્થા છે, વરસાદી પાણી ન ભરાય તેવી ખાસ વ્યવસ્થા છે. ગ્રાઉન્ડ ફ્લોર પર કન્ટ્રોલ રૂમ, જનસેવા કેન્દ્ર, પાસપોર્ટ ઓફિસ, અરજી શાખા, પોસ્ટ ચેક એરિયા, મ્યુઝિયમ, કેન્ટીન, કેફેટેરિયા, રીસેપશન, કોન્ફરન્સ હોલની વ્યવસ્થા છે.

આપને જણાવી દઇએ કે પાછલા 6 વર્ષથી નવી પોલીસ કમિશનર કચેરીનું કામકાજ ચાલી રહ્યું હતું. શરૂઆતના તબક્કામાં કોરોનાને પગલે કચેરીનું કામ ખોરંભાયું હતું. જોકે ત્યારબાદ તબક્કાવાર કચેરીનું કામ કરાયું. પહેલા ફેઝમાં રૂપિયા 75.37 કરોડના ખર્ચે સિવિલ વર્ક પૂર્ણ કરાયું હતું. જ્યારે બીજા તબક્કામાં રૂપિયા 57.41 કરોડના ખર્ચે ફર્નિચરની કામગીરી પૂર્ણ કરાઇ. જ્યારે ત્રીજા તબક્કામાં રૂ.10.36 કરોડના ખર્ચે એક્સેસ કન્ટ્રોલનું કામ પૂર્ણ કરીને આ ઇમારત બનીને તૈયાર છે.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">