AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lal Bahadur Shastri Birth Anniversary : આજે સ્વતંત્ર ભારતના બીજા PMની જન્મજયંતિ, લાલ બહાદુર શાસ્ત્રીનું જીવનચરિત્ર 10 સરળ મુદ્દાઓમાં જાણો

Lal Bahadur Shastri Jayanti 2024 : લાલ બહાદુર શાસ્ત્રી ભારતના બીજા વડાપ્રધાન હતા. તેઓ તેમના સરળ સ્વભાવ માટે જાણીતા હતા. દેશ પ્રત્યે સમર્પણ અને સદ્ભાવના તેમની અલગ ઓળખ હતી. તેમજ જય જવાન, જય કિસાન એમના દ્વારા આપવામાં આવેલું સ્લોગન છે. દર વર્ષે 2 ઓક્ટોબરને લાલ બહાદુર શાસ્ત્રીના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ લેખમાં આપણે તેમની સંપૂર્ણ જીવનચરિત્ર 10 લાઈનમાં જાણીશું.

Lal Bahadur Shastri Birth Anniversary : આજે સ્વતંત્ર ભારતના બીજા PMની જન્મજયંતિ, લાલ બહાદુર શાસ્ત્રીનું જીવનચરિત્ર 10 સરળ મુદ્દાઓમાં જાણો
Second PM Lal Bahadur Shastri Biography
| Updated on: Oct 02, 2024 | 10:43 AM
Share

લાલ બહાદુર શાસ્ત્રી ભારતના બીજા વડાપ્રધાન હતા. તેઓ તેમના સરળ સ્વભાવ માટે જાણીતા છે. દેશ પ્રત્યે સમર્પણ અને સદ્ભાવના તેમની અલગ ઓળખ હતી. શાસ્ત્રીએ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવી હતી અને દેશને મજબૂત નેતૃત્વ પૂરું પાડ્યું હતું, ખાસ કરીને 1965ના ભારત-પાક યુદ્ધ દરમિયાન તેમની ભૂમિકા માટે યાદ કરવામાં આવે છે.

તેમના દ્વારા આપવામાં આવેલું સ્લોગન

જય જવાન, જય કિસાન એમના દ્વારા આપવામાં આવેલું સ્લોગન છે. દર વર્ષે 2 ઓક્ટોબરને લાલ બહાદુર શાસ્ત્રીના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ લેખમાં આપણે તેમની સંપૂર્ણ જીવનચરિત્ર 10 લીટીઓમાં જાણીશું.

  1. લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર 1904ના રોજ ઉત્તર પ્રદેશના મુગલસરાઈમાં થયો હતો. તેમનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો. તેમના પિતા શારદા પ્રસાદ શ્રીવાસ્તવ શાળાના શિક્ષક હતા અને માતા રામદુલારી દેવી ગૃહિણી હતા.
  2. શાસ્ત્રી જ્યારે માત્ર દોઢ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું, ત્યારબાદ તેમની માતાએ તેમને મુશ્કેલીઓમાં ઉછેર્યા હતા.
  3. શાસ્ત્રીએ પ્રારંભિક શિક્ષણ વારાણસીમાં મેળવ્યું હતું. બાદમાં તેઓ ગ્રેજ્યુએશન માટે કાશી વિદ્યાપીઠ પહોંચ્યા હતા. અહીં તેમને ‘શાસ્ત્રી’નું બિરુદ આપવામાં આવ્યું હતું.
  4. મહાત્મા ગાંધીના આહ્વાનથી પ્રેરિત થઈને લાલ બહાદુર શાસ્ત્રીએ 1920માં અસહકાર આંદોલનમાં ભાગ લીધો હતો અને સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.
  5. લાલ બહાદુર શાસ્ત્રીએ મીઠાના સત્યાગ્રહ (1930), ભારત છોડો આંદોલન (1942)માં ભાગ લીધો હતો અને ઘણી વખત જેલ પણ ગયા હતા.
  6. જ્યારે ભારત આઝાદ થયું ત્યારે શાસ્ત્રીને ઉત્તર પ્રદેશમાં સંસદીય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અહીં તેમણે વહીવટી સુધારા પર કામ કર્યું.
  7. વર્ષ 1951માં તેઓ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના અનુરોધ પર કેન્દ્ર સરકારમાં જોડાયા અને રેલવે મંત્રી, ગૃહ મંત્રી અને અન્ય મહત્વના પદો સંભાળ્યા.
  8. જ્યારે ભારતમાં ટ્રેન અકસ્માતમાં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હતા, ત્યારે તેમણે તેની નૈતિક જવાબદારી લીધી હતી અને રાજીનામું આપ્યું હતું.
  9. જવાહરલાલ નેહરુનું 27 મે 1964ના રોજ અવસાન થયું, ત્યારબાદ શાસ્ત્રીએ 9 જૂન 1964ના રોજ ભારતના બીજા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.
  10. શાસ્ત્રીના નેતૃત્વમાં ભારતે 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ સહિત અનેક પડકારોનો સામનો કર્યો હતો. તેમણે દેશના જવાનોનું મનોબળ વધારવા માટે “જય જવાન, જય કિસાન” ના નારા આપ્યા હતા.
  11. લાલ બહાદુર શાસ્ત્રીનું 11 જાન્યુઆરી 1966ના રોજ તાશ્કંદ, ઉઝબેકિસ્તાન (તત્કાલીન સોવિયત સંઘ)માં અચાનક અવસાન થયું હતું. તેમનું મૃત્યુ હજુ પણ પ્રશ્નના ઘેરામાં છે અને તેના પર સવાલો ઉઠતા રહે છે.

g clip-path="url(#clip0_868_265)">