કલમ 370 અને ફારુક અબ્દુલ્લાને લઈને ગુલામ નબી આઝાદે કર્યો મોટો ખુલાસો, જાણો

|

Feb 19, 2024 | 4:52 PM

જમ્મુ-કાશ્મીરના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે ઓમર અબ્દુલ્લા અને ફારૂક અબ્દુલ્લાને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે આ બંને લોકોને ખબર હતી કે જમ્મુ કાશ્મીરને લગતી કલમ 370 દૂર થવાની છે તેથી તેઓ બન્ને રાત્રે PM નરેન્દ્ર મોદીને મળે છે જેથી તેઓ સવાલોથી બચી શકે.

કલમ 370 અને ફારુક અબ્દુલ્લાને લઈને ગુલામ નબી આઝાદે કર્યો મોટો ખુલાસો, જાણો
Ghulam Nabi Azad

Follow us on

પોતાની રાજકીય કારકિર્દીના દાયકાઓ સુધી કોંગ્રેસી રહેલા અને હવે જમ્મુ કાશ્મીરમાં પોતાની અલગ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી ચલાવતા ગુલામ નબી આઝાદે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા અને ફારૂક અબ્દુલ્લા રાત્રે પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આવું એટલા માટે કરતા હતા જેથી તેઓ મીડિયા અને લોકોનું ધ્યાન ટાળી શકે.

તેમણે કહ્યું કે આ બંને નેતા રાત્રે પીએમ મોદી અને અમિત શાહને મળવા જાય છે. તેમણે કહ્યું કે, અબ્દુલ્લા પિતા-પુત્ર શ્રીનગરમાં એક વાત કહે છે અને જમ્મુમાં કંઈક બીજી વાત કરે છે. જ્યારે આપણે દિલ્હી જઈએ છીએ ત્યારે તેમની ભાષા સાવ અલગ જ હોય છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, ગુલામ નબી આઝાદે દાવો કર્યો હતો કે જ્યારે ભાજપે પીડીપી સાથે મળીને જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવી હતી ત્યારે નેશનલ કોન્ફરન્સે પણ તેની સાથે જવાનો પ્રયાસ કર્યો હતો. તેમના પર બેવડી રમત રમવાનો આરોપ લગાવતા, ગુલામ નબી આઝાદે મીડિયાને જણાવ્યું હતું કે પીડીપી અને એનસી બંનેએ ભાજપ સાથે સરકારમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

ગુલામ નબી આઝાદે વધુ એક દાવો કર્યો હતો અને કહ્યું હતું કે કલમ 370 હટાવતા પહેલા અબ્દુલ્લા, પિતા અને પુત્રને નિર્ણય વિશે જાણ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે 3 ઓગસ્ટ 2019ના રોજ પીએમ મોદી અને અબ્દુલ્લા વચ્ચે બેઠક થઈ હતી.

મીડિયા રિપોર્ટમાં ગુલામ નબી આઝાદને ટાંકિને કહેવાયું છે કે, તે સમયે એવી ચર્ચા થઈ હતી કે પીએમ મોદીએ અબ્દુલ્લા, પિતા અને પુત્રને વિશ્વાસમાં લીધા છે. આ સિવાય આ બંને નેતાઓએ પીએમ નરેન્દ્ર મોદીને સૂચન કર્યું હતું કે તેઓ ઘાટીમાં નેતાઓને નજરકેદ કરી દે.

તમને જણાવી દઈએ કે હાલમાં જ નેશનલ કોન્ફરન્સના પૂર્વ નેતા દેવેન્દ્ર સિંહ રાણાએ દાવો કર્યો હતો કે, અબ્દુલ્લા ભાજપ સાથે મળીને સરકાર બનાવવા માંગે છે. પરંતુ ખુદ ભાજપે આ ઓફર ફગાવી દીધી હતી. આઝાદે કહ્યું, ‘હું જાણું છું કે નેશનલ કોન્ફરન્સ કાશ્મીરમાં ભાજપ સાથે સરકાર બનાવવા માટે ખૂબ જ ઉત્સુક હતી. આના પર મેં ગૃહમાં જ પીએમ મોદીને કહ્યું હતું કે તેઓ કોઈપણ પ્રકારનો રાજકીય પ્રયોગ ન કરે.

‘હું અબ્દુલ્લા જેવો બનાવટી નથી, મંદિરમાં જઈને હિંદુઓને મૂર્ખ બનાવતો નથી’

પોતાને ધર્મનિરપેક્ષ નેતા ગણાવતા ગુલામ નબી આઝાદે કહ્યું કે હું અબ્દુલ્લાઓની જેમ લોકોને છેતરનારો નથી. હું હિન્દુ ભાઈઓને મૂર્ખ બનાવવા મંદિરમાં નથી જતો. આ સિવાય હું કટ્ટરવાદી મુસ્લિમોને ખુશ કરવા માટે મારા પોતાના દેશનો દુરુપયોગ કરતો નથી. તેમણે એમ પણ કહ્યું કે અબ્દુલ્લા પિતા પૂત્ર ભાજપ સાથે સરકાર ન બનાવવાથી નિરાશ થયા હોવા છતાં, મહેબૂબા મુફ્તી પણ પાછળથી ખુશ નથી. તેમને લાગ્યું કે ભાજપ સાથે સરકાર બનાવીને તેમણે ભૂલ કરી છે.

Next Article