મની લોન્ડરિંગ કેસમાં EDએ ફારુક અબ્દુલ્લાને પાઠવ્યું સમન્સ, જાણો શું છે મામલો

|

Feb 13, 2024 | 6:20 PM

જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબ્દુલ્લાને મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું છે અને તેમને મંગળવારે સવારે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ મામલો જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશન મની લોન્ડરિંગ સાથે સંબંધિત છે.

મની લોન્ડરિંગ કેસમાં EDએ ફારુક અબ્દુલ્લાને પાઠવ્યું સમન્સ, જાણો શું છે મામલો

Follow us on

જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબ્દુલ્લાને મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા છે અને તેમને મંગળવારે સવારે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.

આ મામલો જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશન મની લોન્ડરિંગ સાથે સંબંધિત છે. ગયા મહિને 86 વર્ષીય ફારૂક અબ્દુલ્લાને પણ આ જ કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યું હતું.

આ બીજી વાર છે જ્યારે આ કેસને લઈ ED ફારૂક અબ્દુલ્લાહની કરશે પૂછપરછ

માહિતી અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ જાન્યુઆરીમાં 10 તારીખે બુધવારે જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાને સમન્સ મોકલ્યું હતું. તેને જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશન મની લોન્ડરિંગ કેસમાં ગુરુવાર, 11 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

EDએ વર્ષ 2022માં ચાર્જશીટ દાખલ કરી હતી

તમને જણાવી દઈએ કે જાન્યુઆરીમાં ફારુક અબ્દુલ્લાને કરાયેલી પૂછપરછ કરવામાં આવી હતું. જેમાં ક્રિકેટ એસોસિએશન (JKCA) સાથે જોડાયેલા કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ વર્ષ 2022માં જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.

આ ચાર્જશીટમાં અબ્દુલ્લાની સાથે જેકેસીએના તત્કાલીન અધિકારીઓ અહેસાન અહેમદ મિર્ઝા, મીર મંજૂર ગઝનફર વગેરેને આરોપી બનાવવામાં આવ્યા હતા. EDએ જમ્મુ-કાશ્મીરની કોર્ટમાં આ ચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં અબ્દુલ્લા અને અન્ય લોકો પર મની લોન્ડરિંગનો આરોપ હતો.

Published On - 7:47 pm, Mon, 12 February 24

Next Article