ઇડીની અરજી પર પટિયાલા હાઉસ કોર્ટનું સાંડેસરા બંધુઓ સામે કડક વલણ, કરોડોના બેન્ક લોન કૌભાંડ કેસમાં કોર્ટે તમામને ભાગેડું જાહેર કર્યા
દેશને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી વિદેશ ભાગી ગયેલા સાંડેસરા બંધુઓ સામે પટિયાલા હાઉસ કોર્ટે કડક વલણ અપનાવ્યુ છે. સાથે જ નીતિન સાંડેસરા તથા ચેતન સાંડેસરાને કોર્ટે ભાગેડું જાહેર કર્યા છે. સાથે જ કોર્ટે દીપ્તિ સાંડેસરા અને હિતેશ પટેલને પણ ભાગેડું જાહેર કર્યા છે. ઇડીની અરજીના પગલે પટિયાલા હાઉસ કોર્ટે આર્થિક અપરાધ એક્ટ અંતર્ગત આ તમામ […]
દેશને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી વિદેશ ભાગી ગયેલા સાંડેસરા બંધુઓ સામે પટિયાલા હાઉસ કોર્ટે કડક વલણ અપનાવ્યુ છે. સાથે જ નીતિન સાંડેસરા તથા ચેતન સાંડેસરાને કોર્ટે ભાગેડું જાહેર કર્યા છે. સાથે જ કોર્ટે દીપ્તિ સાંડેસરા અને હિતેશ પટેલને પણ ભાગેડું જાહેર કર્યા છે. ઇડીની અરજીના પગલે પટિયાલા હાઉસ કોર્ટે આર્થિક અપરાધ એક્ટ અંતર્ગત આ તમામ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. મહત્વપૂર્ણ છે કે નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરા ગ્રુપની કંપની સ્ટર્લિંગ બાયોટેકે 11,874 કરોડના બેન્ક લોનનું કૌંભાંડ આચર્યું હતુ. જે કેસ અંગે હાલ ઇડીના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો