16 માર્ચના મહત્વના સમાચાર : રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ પૂર્ણ, આવતીકાલે મુંબઈમાં ‘ઈન્ડિયા ગઠબંધન’નું શક્તિ પ્રદર્શન

krushnapalsinh chudasama
| Edited By: | Updated on: Mar 16, 2024 | 11:48 PM

Lok Sabha Election 2024 Voting and Result Dates Announcement by ECI live : ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે. લોકસભા ચૂંટણીની સાથે ચાર રાજ્યો આંધ્ર પ્રદેશ, ઓડિશા, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ જાહેરાત થઈ શકે છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર બપોરે 3 વાગ્યે એક પત્રકાર પરિષદમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે.

16 માર્ચના મહત્વના સમાચાર : રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રા' પૂર્ણ, આવતીકાલે મુંબઈમાં 'ઈન્ડિયા ગઠબંધન'નું શક્તિ પ્રદર્શન

લોકસભા ચૂંટણી 2024ની તારીખો આજે જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચ (ECI) બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં તારીખોની જાહેરાત કરશે. લોકસભા ચૂંટણીની સાથે ચાર રાજ્યો આંધ્ર પ્રદેશ, ઓડિશા, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ જાહેરાત થઈ શકે છે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર પ્રેસ કોન્ફરન્સ કરશે. આ દરમિયાન બંને ચૂંટણી કમિશનર તેમની સાથે હાજર રહેશે. આ સમગ્ર પ્રેસ કોન્ફરન્સ ચૂંટણી પંચની અધિકૃત વેબસાઇટ તેમજ તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સ ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ (eci.gov.in) પર પણ લાઇવ થશે. આ સંબંધિત લાઇવ અપડેટ્સ માટે TV9 ભારતવર્ષ સાથે જોડાયેલા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 16 Mar 2024 11:43 PM (IST)

    UP STF અને મહારાષ્ટ્ર પોલીસે 30 કરોડ રૂપિયાનું ‘મ્યાઉ-મ્યાઉ’ ડ્રગ્સ પકડ્યું, 2 દાણચોરોની પણ ધરપકડ

    વારાણસી STF, અને મહારાષ્ટ્ર પોલીસ સાથેની સંયુક્ત કાર્યવાહીમાં આંતરરાજ્ય સ્તરે સિન્થેટિક ડ્રગ્સની દાણચોરીમાં સામેલ એક ગેંગની ધરપકડ કરવામાં સફળતા મળી છે. આ સમય દરમિયાન, STFએ સિંધૌરામાં એક ઘર પર દરોડો પાડ્યો અને ત્યાં તૈયાર કરવા માટે બે કિલો નશીલા સિન્થેટિક ડ્રગ્સ અને 100 લિટર કેમિકલ જપ્ત કર્યું. આ સાથે STFએ રૂમમાં ડ્રગ્સ બનાવતા બે દાણચોરોની પણ ધરપકડ કરી હતી.

  • 16 Mar 2024 11:38 PM (IST)

    અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ઉઘાડી લૂંટ, PMJAY કાર્ડ હોવા છતા દર્દીના સગા પાસેથી ખંખેર્યા 9 લાખ

    અમદાવાદની મોટા ગજાની હોસ્પિટલમાં જેની ગણના થાય છે તે સ્ટર્લિંગ હોસ્પિટલમાં ક્યા પ્રકારે ઉઘાડી લૂંટ ચાલે છે તેનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં આયુષ્યમાન યોજનાના લાભાર્થી દર્દીને યોજનાનો લાભ આપવાના બદલે ઉપરના 9 લાખ રૂપિયા દર્દીના સગા પાસેથી ખંખેરી લીધા. આરોગ્યની અદ્યતન સેવા આપવાના દાવા કરતી આ મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલમાં ક્યાં પ્રકારે દર્દીઓને લૂંટવામાં આવે છે તે જાણો.

    દર્દીની ફરિયાદ મુજબ અહીં દાખલ થયેલા દર્દી પાસે PMJAY કાર્ડ હોવા છતા સારવારના રૂપિયા વસુલ કર્યા અને દર્દીના સગા પાસે PMJAY કાર્ડ નથી તેવી ખોટી સહી લઈને હોસ્પિટલે 9 લાખ રૂપિયાના બિલની વસુલાત કરી. આંખમાં આંસુ સાથે દર્દીના સગા જણાવે છે કે લાખો રૂપિયા ખર્ચવા છતા તેમના સ્વજન તો ન બચી શક્યા પરંતુ હોસ્પિટલમાં થયેલો વરવો અનુભવ પણ તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં.

  • 16 Mar 2024 11:20 PM (IST)

    રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ પૂર્ણ, આવતીકાલે મુંબઈમાં ‘ઈન્ડિયા ગઠબંધન’નું શક્તિ પ્રદર્શન

  • 16 Mar 2024 10:57 PM (IST)

    પાટણઃ આચારસંહિતા લાગુ થતા જ તંત્ર દ્વારા અમલવારીની કાર્યવાહી શરુ કરી, EVMના સ્ટ્રોંગરુમ સીલ કરાયા

    પાટણ જિલ્લામાં ક્લેકટર સહિત જિલ્લા તંત્ર દ્વારા આદર્શ આચરસંહિતાના અમલ માટેની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. શનિવારે રાષ્ટ્રીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણી જાહેર કરવા સાથે જ આચાર સંહિતા લાગુ થઇ હતી. આ સાથે જ પાટણ જિલ્લા તંત્ર દ્વારા તુરત જ કાર્યવાહી શરુ કરવામાં આવી હતી અને EVM સ્ટ્રોંગરુમને સીલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જિલ્લામાં આચારસંહિતાના અમલ માટે રાજકીય હોર્ડિંગ ઉતારવા સહિતની કાર્યવાહી શરુ કરવામાં આવી હતી.

  • 16 Mar 2024 09:56 PM (IST)

    IPL 2024 ક્યાંય નહીં જાય, સમગ્ર ટૂર્નામેન્ટ ભારતમાં જ યોજાશે, જય શાહે કરી પુષ્ટિ

    ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝન સંપૂર્ણપણે ભારતમાં યોજાશે કે નહીં તે અંગે અલગ-અલગ અહેવાલો આવી રહ્યા છે. હવે આ તમામ અહેવાલો પર ખુદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે મૌન તોડ્યું છે. શાહે સ્પષ્ટ કર્યું છે કે IPL 2024 સિઝન સંપૂર્ણપણે ભારતમાં રમાશે અને બોર્ડની તેને UAE અથવા અન્ય કોઈ દેશમાં લઈ જવાની કોઈ યોજના નથી. 19 એપ્રિલથી શરૂ થનારી લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત બાદ જય શાહનું આ નિવેદન આવ્યું છે. IPLની નવી સિઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે.

    ભારતીય બોર્ડે ગયા મહિને જ IPLનું શેડ્યૂલ જાહેર કર્યું હતું પરંતુ તે માત્ર 17 દિવસનું શેડ્યૂલ હતું, જેમાં માત્ર 21 મેચોના શેડ્યૂલનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ટૂર્નામેન્ટની શરૂઆત 22 માર્ચથી ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચથી થવાની છે અને પ્રથમ તબક્કાની છેલ્લી મેચ 7 એપ્રિલે રમાશે. ત્યારે BCCIએ કહ્યું હતું કે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ ટૂર્નામેન્ટના બાકીના ભાગનું શેડ્યૂલ સરકારી એજન્સીઓ અને સુરક્ષા એજન્સીઓ સાથે કામ કરીને જાહેર કરવામાં આવશે.

  • 16 Mar 2024 09:01 PM (IST)

    મહારાષ્ટ્ર સરકારનો નવો નિર્ણય, શાળાના શિક્ષકો માટે નવો ડ્રેસ કોડ લાગુ

    મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં શાળાના શિક્ષકો માટે નવો ડ્રેસ કોડ લાગુ કર્યો છે. આ કોડ હેઠળ શિક્ષકો ટી-શર્ટ, જીન્સ અથવા અન્ય કોઈપણ ડિઝાઇન અને ચિત્રોવાળા શર્ટ પહેરી શકતા નથી. રાજ્ય સરકારે શાળાઓના પુરૂષ અને મહિલા શિક્ષકો માટે ડ્રેસ કોડ નક્કી કરવા જણાવ્યું છે.

  • 16 Mar 2024 08:55 PM (IST)

    પાટણમાં આતંક મચાવતા કપીરાજને આખરે ઝડપી લેવાયો

    પાટણ શહેરમા આવેલા અંબાજી નેળીયા વિસ્તારમાં ત્રણ દિવસથી પરેશાન કરતા કપીરાજને ઝડપી લેવામાં આવતા રાહત સર્જાઇ છે. ત્રણ દિવસથી વન વિભાગ સહિતની ટીમો દ્વારા કપીરાજને પાંજરે પૂરવા માટે પ્રયાસ કરવામા આવ્યો હતો. આખરે કપીરાજ ઝડપાઇ જતા વિસ્તારના લોકોને મોટી રાહતનો અહેસાસ થયો છે.

  • 16 Mar 2024 08:45 PM (IST)

    ગુજરાતની આ બેઠક પર નહીં યોજાય પેટાચૂંટણી

    કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણી સાથે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. હાલમાં જ વર્તમાન ધારાસભ્યોના રાજીનામાને કારણે આ વિધાનસભા બેઠકો ખાલી પડી છે. આ તમામ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. પંચે વિસાવદર બેઠકનો સમાવેશ કર્યો નથી.

    જૂનાગઢની વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચે કરી નથી. તેની પાછળનું કારણ એ છે કે 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ આ સીટ જીતી હતી. આ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ભૂપત ભાયાણીના ઉમેદવારી પત્રો સંબંધિત મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.

    આવી સ્થિતિમાં કોર્ટે વિસાવદર બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરી નથી, જોકે AAPમાંથી જીતેલા ભૂપત ભાયાણી હવે રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના રાજીનામાને કારણે રાજ્યમાં ચાર બેઠકો, AAPની 1 અને અપક્ષની 1 બેઠક ખાલી પડી છે.

  • 16 Mar 2024 08:12 PM (IST)

    માથે લાજ ઓઢી પ્રચાર! લોકસભાના ઉમેદવાર ઘૂંઘટમાં આવ્યા નજર

    લોકસભાની ચૂંટણીને લઈ ચૂંટણીના ઉમેદવારોએ પ્રચાર કાર્ય શરુ કરી દીધું છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંનેએ મહિલા ઉમેદવારોને મેદાને ઉતારી છે. બંને મહિલા ઉમેદવારોએ પોતાનો પ્રચાર શરુ કરી દીધો છે. ભાજપે ડો રેખાબેન ચૌધરીને મેદાને ઉતાર્યા છે, તો કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મેદાને ઉતારી જંગને રસપ્રદ બનાવ્યો છે.

    ગેનીબેન ઠાકોર પ્રચાર દરમિયાન ઘૂંઘટમાં જોવા મળ્યા હતા. માથે જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં મર્યાદામાં આખા ચહેરા પર લાજ ઓઢતી મહિલાઓની જેમ જ તેઓ નજર આવ્યા હતા.

  • 16 Mar 2024 07:12 PM (IST)

    ચૂંટણી સંબંધિત કોઈપણ ફેક નેરેટિવ સોશિયલ મીડિયા પર ફેલાવશો તો દંડાશો

    લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન થઈ ગયુ છે. દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ચૂંટણીમાં જોવા મળતા દરેક પડકારોને પહોંચી વળવા ચૂંટણીં પંચ તૈયાર હોવાનુ જણાવ્યુ. સાથે જ ચૂંટણી કમિશનરે જણાવ્યુ કે આ ચૂંટણીમાં હિસાને કોઈ સ્થાન ન હોવુ જોઈએ. ચૂંટણી દરમિયાન હિંસાને રોકવા માટે જે તે જિલ્લાધિકારીને સખ્ત નિર્દેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ચૂંટણી કમિશનરે સોશિયલ મીડિયા થકી મિસ ઈન્ફોર્મેશન ફેલાવનારાઓને પણ ચેતવણી આપી છે કે ચેતી જજો, જો સોશિયલ મીડિયા પર ટીકા ટિપ્પણી કરવામાં શબ્દોની મર્યાદા તોડશો તો તમારી સામે કાર્યવાહી થશે.

  • 16 Mar 2024 06:55 PM (IST)

    વલસાડમાં ગેસ સિલિન્ડર ભરેલા ટ્રક અને ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત

    વલસાડના ગુંદલાવ હાઇવે પર અકસ્માત થયો છે. જ્યાં ગેસ સિલિન્ડર ભરેલા ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત થતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

    અકસ્માત બાદ ડિવાઇડર ઓળંગી ટ્રક રસ્તાની બીજી તરફ પહોંચ્યો હતો. અકસ્માતમાં ટ્રકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. તેમજ ગેસના બાટલા ભરેલા ટ્રકના અકસ્માતમાં મોટી દુર્ઘટના બનતા રહી ગઈ છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. જો કે ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને ટ્રાફિક હટાવ્યો હતો.

  • 16 Mar 2024 06:40 PM (IST)

    ચૂંટણીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો કંટ્રોલરૂમ

    મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે ચૂંટણીમાં હિંસાને કોઈ સ્થાન ન હોવું જોઈએ. આ વખતે એક નવો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. અમારે જે પણ કડકાઈથી કરવું પડશે, અમે કરીશું. દરેક જિલ્લામાં એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવી રહ્યો છે. ટીવી, સોશિયલ મીડિયા, વેબ કાસ્ટિંગ, હેલ્પલાઈન નંબર 1950 અને ફરિયાદ પોર્ટલ હશે. તેના પર દેખરેખ રાખવા માટે દરેક જિલ્લાના આવા કંટ્રોલ રૂમમાં એક અધિકારીની નિમણૂક કરવામાં આવશે. જ્યાં પણ ફરિયાદ આવશે ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જેમની પાસે બિનજામીનપાત્ર વોરંટ છે અને જેઓ હિસ્ટ્રીશીટર છે તેમની સામે દેશભરમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.

  • 16 Mar 2024 06:20 PM (IST)

    મનસુખ માંડવિયાએ PM Modiનો માન્યો આભાર

    સિકલ સેલ બીમારીને રોકવા માટેની દવા વિકસાવવા બદલ મનસુખ માંડવિયાએ PM Modi નો આભાર માન્યો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવાર, 27 જૂનથી સિકલ સેલ નાબૂદ કરવા માટે એક મોટું અભિયાન શરૂ કરશે. સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ ગંભીર ઈરાદો દર્શાવતા, આ સિકલ સેલ મિશન મધ્યપ્રદેશના શાહડોલમાં શરૂ કરવામાં આવશે. સિકલ સેલ એનિમિયા એ લોહીની ઉણપથી સંબંધિત રોગ છે જે નસોમાં અવરોધનું કારણ બને છે. આ એક આનુવંશિક રોગ છે અને પીએમ મોદી જે મિશન શરૂ કરી રહ્યા છે તેનો ઉદ્દેશ્ય 2047 સુધીમાં દેશને સિકલસેલ મુક્ત બનાવવાનો છે.

  • 16 Mar 2024 05:58 PM (IST)

    મોડાસામાં સ્કૂલવાન ગટરના ખાડામાં ખાબકી

    મોડાસા શહેરમાં ગટર લાઈનના કામ માટે ખોદકામ કરવાને લઈ તેના ખાડામાં સ્કૂલવાન ખાબકવાની ઘટના સામે આવી છે. સ્કૂલ રસ્તા પર ભરાયેલા પાણીમાંથી પસાર થતા જ ખાડામાં ખાબકી હતી. વાનમાં પાંચ જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા અને જેને લઈ તેમને સ્થાનિકોએ બહાર નિકાળી લેતા રાહત સર્જાઇ હતી.

  • 16 Mar 2024 05:48 PM (IST)

    કોંગ્રેસ અને AAPને લોકસભાની ચૂંટણી પહેલા વધુ એક ઝટકો

    લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને સતત એક પછી એક ઝટકા લાગી રહ્યાં છે. દાહોદ જિલ્લામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો પડ્યો છે. દાહોદના લીમખેડા, બાડીબારના કોંગ્રેસ અને AAPના 300થી વધારે કાર્યકરો ભાજપમાં જોડાયા છે. દાહોદના સાસંદ જશવંતસિહ ભાભોરની ઉપસ્થિતિમાં કાર્યકરો ભાજપમાં જોડાયા છે.

    બીજી તરફ આ અગાઉ પણ દાહોદમાં 400 કાર્યકારો ભાજપમાં જોડાયા હતા. દાહોદમાં બચુ ખાબડના મત વિસ્તારના કોંગી કાર્યકરોએ કેસરિયા કર્યા હતા. કોંગ્રેસના 400થી વધુ કોંગ્રેસ અને AAPના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. તો ધાનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત 400થી વધુ કાર્યકરોએ કેસરિયા કર્યા હતો.

  • 16 Mar 2024 05:30 PM (IST)

    18 માર્ચથી ટેકાના ભાવે પાકની ખરીદી શરૂ થશે

    રાજ્યમાં 18 માર્ચથી જણસીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે.સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી હોવાથી ખેડૂતોને લાભકારક સાબિત થાય છે. 18 માર્ચથી આગામી 90 દિવસ તુવેર, ચણા, રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ગુજરાતના સવા ત્રણ લાખ ખેડૂતોને ટેકાના ભાવનો લાભ મળશે. રૂપિયા 1,764 કરોડના ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. સરકાર રૂપિયા 1,734 કરોડની તુવેરની ટેકાના ભાવે ખરીદી કરશે.

  • 16 Mar 2024 05:16 PM (IST)

    3400 કરોડ રૂપિયાની હેરાફેરી પકડવામાં આવી: ચૂંટણી આયોગ

    લોકસભા ચૂંટણી 2024ની તારીખો આજે શનિવારે જાહેર કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આ વખતે સામાન્ય ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. લોકસભા ચૂંટણીની સાથે 4 રાજ્યો આંધ્રપ્રદેશ, ઓડિશા, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે અને તેની તારીખો પણ જાહેર કરવામાં આવી છે.

    ચૂંટણીની તૈયારીઓનો ઉલ્લેખ કરતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે ચૂંટણીમાં રક્તપાત અને હિંસા માટે કોઈ સ્થાન નથી. અમને જ્યાં પણ હિંસાની માહિતી મળશે, અમે તેમની સામે કડક પગલાં લઈશું.” તેમણે એમ પણ કહ્યું કે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદારોનો લિંગ ગુણોત્તર 1000 કરતાં વધુ છે. પ્રથમ વખત 85 લાખથી વધુ મતદારો મતદાન કરશે તેવી અપેક્ષા છે. આ વર્ષની ચૂંટણીમાં મહિલા મતદારો એકવાર ભાગ લેશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે 3400 કરોડ રૂપિયાની હેરાફેરી પકડવામાં આવી છે.

  • 16 Mar 2024 04:26 PM (IST)

    ગુજરાતમાં 7 મે મંગળવારના રોજ થશે લોકસભા ચૂંટણી માટે મતદાન

    લોકસભા ચૂંટણી 2024ની તારીખો આજે જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ છે. ગુજરાતમાં 7 મેના રોજ થશે લોકસભા ચૂંટણી માટે મતદાન અને 4 જુને પરિણામ આવશે.

  • 16 Mar 2024 04:11 PM (IST)

    10.5 લાખ પોલિંગ સ્ટેશન, 55 લાખ ઈવીએમ મશીન, કુલ 96.8 કરોડ મતદારો

    • 49.7 કરોડ પુરુષ મતદારો
    • 47.1 કરોડ મહિલા મતદારો
    • કુલ 96.8 કરોડ મતદારો
    • 1.8 કરોડ મતદારો પહેલીવાર મતદાન કરસે
    • 20-29 વર્ષના કુલ 19.47 કરોડ મતદારો
    • 48000 ટ્રાન્સજેન્ડર
    • 82 લાખ મતદારો 85 વર્ષથી વધુ ઉંમરના
    • 97 કરોડ વોટર દેશની નવી સરકાર બનાવશે
    • 10.5 લાખ પોલિંગ સ્ટેશન બનશે
    • 1.5 કરોડ કર્મચારીઓ ચુંટણી પ્રક્રિયામા જોડાશે
    • 55 લાખ ઈવીએમ મશીન ઉપયોગ થશે

  • 16 Mar 2024 04:08 PM (IST)

    સાતમા તબક્કામાં 57 સીટો પર થશે મતદાન, 1 જૂને થશે વોટિંગ

    સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થશે. છેલ્લા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ દરમિયાન 57 લોકસભા સીટો પર મતદાન થશે.

  • 16 Mar 2024 04:07 PM (IST)

    25 મેના રોજ છઠ્ઠા તબક્કામાં 57 સીટો પર ચૂંટણી યોજાશે

    છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થશે. આ દિવસે દેશના સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થશે.

  • 16 Mar 2024 04:06 PM (IST)

    20 મેના રોજ મતદાનના પાંચમા તબક્કામાં 49 બેઠકો પર મતદાન થશે

    પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે. આ સમયગાળા દરમિયાન 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થશે. ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે.

  • 16 Mar 2024 04:06 PM (IST)

    13 મેના રોજ ચોથા તબક્કામાં 96 બેઠકો પર મતદાન થશે

    ચોથા તબક્કા હેઠળ 13 મેના રોજ મતદાન થશે. આ સમયગાળા દરમિયાન દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો પર મતદાન થશે.

  • 16 Mar 2024 04:05 PM (IST)

    ત્રીજા તબક્કામાં 7 મેના રોજ 94 બેઠકો પર મતદાન થશે

    ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકો પર મતદાન થશે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે.

  • 16 Mar 2024 04:05 PM (IST)

    બીજા તબક્કામાં 26 એપ્રિલે 89 બેઠકો પર મતદાન થશે

    બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે. બીજા તબક્કામાં દેશના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ સમયગાળા દરમિયાન દેશમાં લોકસભાની 89 બેઠકો પર ચૂંટણી યોજાશે. ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે.

  • 16 Mar 2024 04:03 PM (IST)

    04 જુનના રોજ થશે મતગણતરી

  • 16 Mar 2024 04:01 PM (IST)

    લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન

    • સાત તબક્કામાં યોજાશે ચૂંટણી
    • 19 એપ્રિલે પ્રથમ તબક્કાની ચૂંટણી
    • 26 એપ્રિલ એ બીજા તબક્કામાં થશે મતદાન
    • સાત મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન
    • ગુજરાતમાં 26 સીટોનું મતદાન 7 મે રોજ થશે
    • મત ગણતરી 04 જૂનના રોજ થશે
  • 16 Mar 2024 04:00 PM (IST)

    7 મે 2024એ ગુજરાતમાં મતદાન, 4 જૂને આવશે પરિણામ

    લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે, બીજા તબક્કાનું 26 એપ્રિલે, ત્રીજા તબક્કાનું 7 મેના રોજ, ચોથા તબક્કાનું 13 મેના રોજ, પાંચમાં તબક્કાનું 20 મેના રોજ, છઠ્ઠા તબક્કાનું 25 મેના રોજ અને 01 જુને સાતમા તબક્કાનું મતદાન થશે. મતગણતરી 04 જૂને થશે.

  • 16 Mar 2024 03:57 PM (IST)

    પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 102 બેઠકો પર મતદાન થશે

    પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. આ સમયગાળા દરમિયાન 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં લોકસભાની કુલ 102 બેઠકો પર મતદાન થશે.

  • 16 Mar 2024 03:57 PM (IST)

    અરુણાચલમાં 19 એપ્રિલે ચૂંટણી, 4 જૂને પરિણામ આવશે

    અરુણાચલ પ્રદેશમાં 19 એપ્રિલે વિધાનસભાની ચૂંટણી યોજાશે. ચૂંટણીના પરિણામો 4 જૂન, 2024ના રોજ આવશે.

  • 16 Mar 2024 03:55 PM (IST)

    લોકસભા ચૂંટણી 7 તબક્કામાં થશે, 19 એપ્રિલથી શરૂ થશે, 4 જૂને પરિણામ આવશે

    લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.

  • 16 Mar 2024 03:52 PM (IST)

    લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે

    લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે.

  • 16 Mar 2024 03:51 PM (IST)

    26 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે

    વિધાનસભાની 26 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. બિહાર, ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ, હિમાચલ, રાજસ્થાન, તમિલનાડુમાં પેટાચૂંટણી યોજાવાની છે. તમામ 26 વિધાનસભાઓ પર પેટાચૂંટણી યોજાશે.

  • 16 Mar 2024 03:51 PM (IST)

    ચૂંટણીમાં હિંસા કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે

    મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે ચૂંટણીમાં રક્તપાત અને હિંસા નું કોઈ સ્થાન નથી. અમને જ્યાં પણ હિંસા અંગે માહિતી મળશે અમે તેમની સામે કાર્યવાહી કરીશું.

    (Credit Source : @ANI)

  • 16 Mar 2024 03:48 PM (IST)

    મતદારોને પણ કરી અપીલ

    મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પણ આ દરમિયાન મતદારોને અપીલ કરી હતી. તેમજ ચૂંટણીમાં રોકાયેલા કર્મચારીઓને ચૂંટણી શાંતિપૂર્ણ રીતે થાય તે જોવા જણાવ્યું હતું.

  • 16 Mar 2024 03:46 PM (IST)

    જાતિ અને ધર્મ પર કોઈ પ્રચાર ન થવો જોઈએ

    ચૂંટણી પંચે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન જાતિ-ધર્મ આધારિત અપીલ કરવામાં ન આવે. આ સિવાય પ્રચારમાં પણ બાળકોનો ઉપયોગ કરવામાં આવશે નહીં. પ્રચારમાં અંગત હુમલા ન કરવા.

  • 16 Mar 2024 03:44 PM (IST)

    રહીમનો વાક્ય પણ સંભળાવ્યું

    આ સમય દરમિયાન, સીઈસીએ રાજકીય પક્ષો માટે રહીમનું વાક્ય પણ સંભળાવ્યું, ‘रहिमन धागा प्रेम का मत तोड़ो चटकाय, जोड़े ते फिर ना जुड़े, जुड़े गांठ परि जाए’. તેમણે કહ્યું કે ચૂંટણીનો પ્રચાર પ્રેમથી કરવો જોઈએ.

  • 16 Mar 2024 03:43 PM (IST)

    મુખ્ય ચૂંટણી કમિશનરે સંભળાવી શાયરી

    ફેક ન્યૂઝ અને ખોટી માહિતી વિશે લોકોને જાગૃત કરતી વખતે મુખ્ય ચૂંટણી કમિશનરે શાયરીની લાઈન પણ સંભળાવી. તેમણે કહ્યું કે, ‘જુઠ કે બાજાર મેં રોનક બહોત હૈ.’ તેથી, કોઈપણ ખોટી માહિતી શેર કરતાં પહેલા તપાસો.

  • 16 Mar 2024 03:41 PM (IST)

    નવી વેબસાઈટ આવશે

    મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે ચૂંટણી પંચ ટૂંક સમયમાં નવી વેબસાઈટ શરૂ કરવા જઈ રહ્યું છે. આમાં આપણને મિથ વિરુદ્ધ વાસ્તવિકતા વિશે જણાવવામાં આવશે. આમાં જણાવવામાં આવશે કે મિથ શું છે અને તેનું સત્ય શું છે.

  • 16 Mar 2024 03:38 PM (IST)

    CECએ કહ્યું- વૃદ્ધ મતદારોને વિશેષ સુવિધા મળશે

    મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, 85 વર્ષથી વધુ ઉંમરના તમામ મતદારો તેમના ઘરે જઈને મતદાન કરાવવામાં આવશે. આ વખતે, દેશમાં પ્રથમ વખત, આ સિસ્ટમ એકસાથે લાગુ કરવામાં આવશે કે અમે 85 વર્ષથી વધુ ઉંમરના અને 40% થી વધુ વિકલાંગતા ધરાવતા મતદારોને ફોર્મ મોકલીશું, જો તેઓ મતદાનનો આ વિકલ્પ પસંદ કરશે.

  • 16 Mar 2024 03:35 PM (IST)

    શંકાસ્પદ વ્યવહારો પર નજર રાખવામાં આવશે

    મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, તમામ પ્રકારના શંકાસ્પદ વ્યવહારો પર નજર રાખવામાં આવશે. સાડી, કુકર વગેરેનું વિતરણ કરનારાઓ પર નજર રહેશે. મની પાવરના દુરુપયોગ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

  • 16 Mar 2024 03:33 PM (IST)

    CEC રાજીવ કુમારે કહ્યું- ‘લોકસભાનો કાર્યકાળ 16 જૂને સમાપ્ત થશે’

    અમે દેશને સાચા અર્થમાં ઉત્સવપૂર્ણ, લોકશાહી વાતાવરણ આપવા માટે પ્રતિબદ્ધ છીએ. 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન 2024ના રોજ પૂરો થઈ રહ્યો છે. આંધ્ર પ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની વિધાનસભાઓનો કાર્યકાળ પણ જૂન 2024માં પૂરો થવા જઈ રહ્યો છે.

  • 16 Mar 2024 03:31 PM (IST)

    સ્વયંસેવક અને કરાર આધારિત સ્ટાફનો ઉપયોગ નહીં

    મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે રાજ્યોમાં તૈનાત સ્વયંસેવક અને કરાર આધારિત કર્મચારીઓનો ચૂંટણી દરમિયાન ઉપયોગ કરવામાં આવશે નહીં.

  • 16 Mar 2024 03:27 PM (IST)

    પૈસાની વહેંચણી પર કડક કાર્યવાહી

    મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, જો પૈસાની વહેંચણીનો મામલો છે તો ફોટો લો અને અમને મોકલો. અમે તમારું સ્થાન શોધીશું અને કાર્યવાહીની ખાતરી આપશું.

  • 16 Mar 2024 03:26 PM (IST)

    તમામ માહિતી મોબાઈલ પરથી મળશે

    કોઈપણ મતદાર EPIC નંબર દ્વારા મોબાઈલ પરથી પોતાનું મતદાર કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. આ સિવાય બૂથ નંબર અને ઉમેદવારની માહિતી પણ ઉપલબ્ધ થશે.

  • 16 Mar 2024 03:25 PM (IST)

    પર્યાવરણની પણ લેવામાં આવશે કાળજી

    મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આગળ કહ્યું કે, ચૂંટણી દરમિયાન વાતાવરણનું પણ ધ્યાન રાખવામાં આવશે. બૂથની બહાર વેસ્ટ મેનેજમેન્ટ સારી રીતે રહેવું જોઈએ. કાગળનો ઉપયોગ ન્યૂનતમ રહેશે.

  • 16 Mar 2024 03:24 PM (IST)

    બૂથ પર જરૂરી સુવિધાઓ રહેશે ઉપલબ્ધ

    મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, દરેક બૂથ પર મતદારો માટે જરૂરી સુવિધાઓ હશે. જ્યાં પીવાનું પાણી, સ્ત્રી-પુરુષ માટે અલગ-અલગ શૌચાલય, રેમ્પ, વ્હીલચેર વગેરે ઉપલબ્ધ રહેશે.

  • 16 Mar 2024 03:20 PM (IST)

    યુવાનો પર રહેશે ફોકસ

    મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે વધુમાં કહ્યું કે, અમને આશા છે કે યુવાનો અને પ્રભાવકો મોટી સંખ્યામાં મતદાન કરવા આવશે અને તેમના મિત્રોને પણ સાથે લાવશે.

  • 16 Mar 2024 03:19 PM (IST)

    55 લાખ ઈવીએમથી યોજાશે ચૂંટણી

    મુખ્ય ચૂંટણી કમિશનરના જણાવ્યા અનુસાર ચૂંટણી દરમિયાન 55 લાખ EVMનો ઉપયોગ કરવામાં આવશે. આ માટે 10.5 લાખ પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે.

  • 16 Mar 2024 03:18 PM (IST)

    લોકસભાની ચૂંટણીમાં 1.82 કરોડ મતદારો પ્રથમ વખત કરશે મતદાન

    મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું, “…આ દેશમાં કુલ મતદારો 96.8 કરોડ છે. જેમાંથી 49.7 કરોડ પુરૂષો અને 47 કરોડ મહિલાઓ છે… આ ચૂંટણીઓમાં 1.82 કરોડ પ્રથમ વખત મતદાતા છે…”

  • 16 Mar 2024 03:14 PM (IST)

    તમામ રાજ્યોની મુલાકાત લીધી અને સમીક્ષા કરી : CEC

    મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, સૌથી મોટી લોકશાહીમાં ચૂંટણી યોજવી પડકારજનક છે, પરંતુ અમે તૈયાર છીએ. અમે તમામ રાજ્યોની મુલાકાત લીધી છે અને સમીક્ષા કરી છે.

  • 16 Mar 2024 03:14 PM (IST)

    CEC રાજીવ કુમારે કહ્યું- ‘2 વર્ષથી ચૂંટણીની તૈયારીઓ’

    મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 97 કરોડ નોંધાયેલા મતદારો છે. 10.5 લાખ મતદાન મથકો છે. તેમણે કહ્યું કે, તેમણે બે વર્ષથી ચૂંટણીની તૈયારી કરી છે.

  • 16 Mar 2024 03:12 PM (IST)

    આપણા ચૂંટણી પંચની પરંપરા

    આ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, 97 કરોડ મતદારો છે, 10.5 લાખ મતદાન મથકો છે, 1.5 કરોડ ઓફિશરો તેમને નિયંત્રિત કરી રહ્યા છે. 17 સંસદની ચૂંટણીઓ યોજાઈ છે. આપણા ચૂંટણી પંચની આ પરંપરા રહી છે.

  • 16 Mar 2024 03:09 PM (IST)

    મુખ્ય ચૂંટણી કમિશનર આપી રહ્યા છે માહિતી

    મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા સંબોધન કરી રહ્યા છે. જેમાં તેઓ ચૂંટણી સંબંધિત ડેટા અને પ્રક્રિયા વિશે માહિતી આપી રહ્યા છે.

  • 16 Mar 2024 03:09 PM (IST)

    ચૂંટણી એ ગૌરવનો તહેવાર છે: CEC

    ભારતની ચૂંટણી પર સમગ્ર વિશ્વની નજર છે. ચૂંટણી પર્વ આપણા માટે ગૌરવની વાત છે.

  • 16 Mar 2024 03:03 PM (IST)

    દેશમાં 97 કરોડ મતદારો

    2024ની ચૂંટણી માટે દેશમાં 96.8 કરોડ મતદારો છે, જેમાંથી પુરૂષ મતદારોની સંખ્યા 49.7 કરોડ છે, જ્યારે મહિલા મતદારોની સંખ્યા 47.1 કરોડથી વધુ છે.

  • 16 Mar 2024 02:59 PM (IST)

    યુપીમાં આરએલડી ઉમેદવારો

    એનડીએના સહયોગી આરએલડી યુપીમાં બે બેઠકો પર ચૂંટણી લડી રહી છે. ચંદન ચૌહાણ બિજનૌરથી આરએલડીના ઉમેદવાર છે, જ્યારે રાજકુમાર સાંગવાનને બાગપતથી ટિકિટ મળી છે.

  • 16 Mar 2024 02:58 PM (IST)

    PM મોદી કલબુર્ગીમાં સંબોધન કરી રહ્યા છે

    PM મોદી કર્ણાટકના કલબુર્ગીમાં લોકોને સંબોધિત કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, કલબુર્ગીમાં લોકોની આ ભીડ અને તમારા બધાના ચહેરા પરનો આ ઉત્સાહ, કર્ણાટકમાં ભાજપને લોકસભા ચૂંટણીમાં રેકોર્ડ સંખ્યામાં બેઠકો જીતાડવાનો સંકલ્પ લીધો છે…હજી તો ચૂંટણીની જાહેરાત થવાની બાકી છે અને તમે પહેલેથી જ જાહેરાત કરી છે. આજે આખું કર્ણાટક કહી રહ્યું છે કે આ વખતે 400ને પાર.

  • 16 Mar 2024 02:43 PM (IST)

    ચૂંટણી પંચની ઓફિસમાં સ્ટેજ થઈ ગયું છે તૈયાર

    ચૂંટણી પંચની ઓફિસમાં લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત માટે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર ટૂંક સમયમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. પ્રેસ કોન્ફરન્સમાં ટૂંક સમયમાં લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત કરવામાં આવશે.

  • 16 Mar 2024 02:40 PM (IST)

    થોડી જ મિનિટોમાં જાહેર થશે લોકસભા ચૂંટણીની તારીખો

    ચૂંટણી પંચ બપોરે 3 વાગ્યે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. દિલ્હીમાં પત્રકાર પરિષદમાં ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે.

    (Credit Source : @ANI)

  • 16 Mar 2024 02:37 PM (IST)

    મુખ્ય ચૂંટણી કમિશનર કરી રહ્યા છે બેઠક

    લોકસભા ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થવા જઈ રહી છે. મુખ્ય ચૂંટણી કમિશનર ચૂંટણી પંચની ઓફિસમાં અન્ય બે ચૂંટણી કમિશનરો સાથે બેઠક કરી રહ્યા છે. એક અંદાજ મુજબ ચૂંટણી છથી સાત તબક્કામાં યોજાઈ શકે છે.

  • 16 Mar 2024 02:35 PM (IST)

    ભાજપે આ બેઠકો પર ઉમેદવારો કર્યા છે જાહેર

    ભાજપે 2024ની લોકસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશની 51 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. નરેન્દ્ર મોદી ફરી એકવાર વારાણસીથી ચૂંટણી લડશે. નોઈડાના ડૉ.મહેશ શર્મા, મથુરાથી હેમા માલિની, લખીમપુરથી અજય મિશ્રા ટેની, ઉન્નાવથી સાક્ષી મહારાજ, લખનઉથી રાજનાથ સિંહ અને અમેઠીથી સ્મૃતિ ઈરાની ચૂંટણી લડશે.

  • 16 Mar 2024 02:10 PM (IST)

    કોંગ્રેસના પૂર્વ સાંસદ ડો.કરણસિંહ ભાજપમાં જોડાયા

    રાજસ્થાનના અલવરથી કોંગ્રેસના પૂર્વ સાંસદ ડૉ. કરણ સિંહ યાદવ શનિવારે જયપુરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા. તેમની સાથે કોંગ્રેસના અન્ય ઘણા નેતાઓ પણ પાર્ટીમાં જોડાયા હતા. તેમણે શુક્રવારે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે પાર્ટીના વરિષ્ઠ નેતા ભંવર જિતેન્દ્ર સિંહને આગામી લોકસભા ચૂંટણી માટે અલવર બેઠક પરથી કોંગ્રેસ દ્વારા ટિકિટ ન આપવા માટે દોષી ઠેરવ્યા હતા. ડૉ. સિંહ અહીં બીજેપીના સ્ટેટ હેડક્વાર્ટર ખાતે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીપી જોશી અને અન્ય નેતાઓની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.

  • 16 Mar 2024 01:39 PM (IST)

    પ્રખ્યાત ગાયિકા અનુરાધા પૌડવાલ ભાજપમાં જોડાઈ

    પ્રખ્યાત ગાયિકા અનુરાધા પૌડવાલ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગઈ છે. લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા અનુરાધન પૌડવાલ ભાજપમાં જોડાયા છે. જાણકારોનું કહેવું છે કે, પાર્ટી ચૂંટણી માટે મોટી જવાબદારી આપી શકે છે. તે પાર્ટીના સ્ટાર પ્રચારક બની શકે છે.

  • 16 Mar 2024 01:38 PM (IST)

    MPમાં BJPને આંચકો, સાંસદ અજય પ્રતાપ સિંહે આપ્યું રાજીનામું

    સમગ્ર દેશ હાલમાં ચૂંટણીના માહોલમાં ડૂબી ગયો છે. આજે ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવા જઈ રહ્યું છે. તે પહેલા મધ્યપ્રદેશમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના રાજ્યસભા સાંસદ અજય પ્રતાપ સિંહે ભાજપના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.

  • 16 Mar 2024 01:15 PM (IST)

    ઉમેદવારોની જાહેરાતમાં ભાજપ આગળ

    ઉમેદવારોની જાહેરાતમાં ભાજપ આગળ હોવાનું જણાય છે. ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધીમાં 267 ઉમેદવારોની જાહેરાત કરી છે. આ પછી TMCનો નંબર છે. ટીએમસીએ પશ્ચિમ બંગાળની તમામ સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે.

  • 16 Mar 2024 01:08 PM (IST)

    મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર ભારતીય ચૂંટણી પંચ પહોંચ્યા

    સામાન્ય ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત પહેલા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર ભારતના ચૂંટણી પંચ પહોંચ્યા છે.

  • 16 Mar 2024 11:48 AM (IST)

    ભાજપની તે હારેલી બેઠકો, જ્યાં પાર્ટીએ જાહેર કર્યા છે ઉમેદવારો

    ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશના અમરોહાથી કંવર સિંહ તંવરને ટિકિટ આપી છે. જૌનપુરથી કૃપા શંકર સિંહને ટિકિટ આપવામાં આવી છે. નીલમ સોનકરને લાલગંજથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ઓમ કુમારને નગીનાથી ટિકિટ આપવામાં આવી છે જ્યારે પરમેશ્વર સૈની ભાજપની ટિકિટ પર સંભલથી ચૂંટણી લડશે. આ સાથે સાકેત મિશ્રા શ્રાવસ્તીથી ચૂંટણી લડશે.

  • 16 Mar 2024 11:28 AM (IST)

    મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે તારીખોની જાહેરાત પહેલા કહ્યું હતું કે- આજનો દિવસ ખૂબ જ ખાસ છે

    લોકસભા ચૂંટણી માટે મેનિફેસ્ટો બહાર પાડતા પહેલા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. દેશમાં યોજાનારી સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ આજે બપોરે 3 વાગ્યે જાહેર કરવામાં આવશે.

  • 16 Mar 2024 11:08 AM (IST)

    ભાજપની હારેલી બેઠકો પર અઘોષિત ઉમેદવારો

    2019ની લોકસભા ચૂંટણીમાં રાયબરેલી, સહારનપુર, મૈનપુરી, મુરાદાબાદ, ગાઝીપુરમાં હાર થઈ હતી. હાલમાં પાર્ટીએ 2024ની લોકસભા ચૂંટણીમાં આ બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા નથી.

  • 16 Mar 2024 11:06 AM (IST)

    યુપીમાં આ બેઠકો ભાજપના સહયોગી પક્ષોને મળી છે

    ઉત્તર પ્રદેશમાં ભાજપે તેના સાથી પક્ષોને 5 બેઠકો આપી છે. અપનાને સોનભદ્ર અને રોબર્ટસગંજ સીટ આપવામાં આવી છે. જ્યારે આરએલડીને બિજનૌર અને બાગપત બેઠકો મળી છે. આ સિવાય ઘોસી સીટ સુભાષપાને આપવામાં આવી છે.

  • 16 Mar 2024 10:42 AM (IST)

    હું છું મોદીનો પરિવાર, ભાજપનું ચૂંટણી ગીત લોન્ચ; વિપક્ષ પર વાર

    આગામી લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP) એ વડાપ્રધાન નરેન્દ્ર વિશે એક ગીત લોન્ચ કર્યું છે. કેન્દ્રમાં સત્તામાં હેટ્રિક બનાવવાનો પ્રયાસ કરી રહેલી ભાજપે શનિવારે, ‘મેં મોદી કા પરિવાર હૂં’ નામનું ગીત લૉન્ચ કર્યું. 3 મિનિટ 13 સેકન્ડના ગીતમાં મોદી સરકારની સિદ્ધિઓ પણ ગણાવવામાં આવી છે.

  • 16 Mar 2024 10:05 AM (IST)

    ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ઘણી વસ્તુઓ પર મુકાઈ જશે પ્રતિબંધ

    લોકસભા ચૂંટણીની તારીખો આજે એટલે કે શનિવારે જાહેર કરવામાં આવશે. આ સાથે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવશે. તારીખોની જાહેરાત પછી જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે.

    આચારસંહિતા શું છે?

    ચૂંટણી પંચે દેશમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે જેને આચારસંહિતા કહેવામાં આવે છે. લોકસભા કે વિધાનસભાની ચૂંટણી વખતે રાજકીય પક્ષોએ આ નિયમોનું પાલન કરવું જરૂરી છે. આચારસંહિતા હેઠળ રાજકીય પક્ષો અને ઉમેદવારોએ ચૂંટણી દરમિયાન શું કરવું અને શું ન કરવું તે જણાવવામાં આવે છે.

  • 16 Mar 2024 09:46 AM (IST)

    કોંગ્રેસ યુપીમાં આ 17 સીટો પર ચૂંટણી લડશે

    સમાજવાદી પાર્ટીએ અત્યાર સુધી 30 સીટો જાહેર કરી છે. જ્યારે સપા પોતે 63 સીટો પર ચૂંટણી લડશે. કોંગ્રેસ 17 સીટો પર ચૂંટણી લડશે, પરંતુ પાર્ટીએ હજુ સુધી ઉમેદવારો જાહેર કર્યા નથી. કોંગ્રેસ આ 17 બેઠકો રાયબરેલી, અમેઠી, કાનપુર, ફતેહપુર સીકરી, બાંસગાંવ, સહારનપુર, પ્રયાગરાજ, મહારાજગંજ, બનારસ, અમરોહા, ઝાંસી, બુલંદશહર, ગાઝિયાબાદ, મથુરા, સીતાપુર, બારાબંકી, દેવરિયા પર ચૂંટણી લડશે.

  • 16 Mar 2024 09:19 AM (IST)

    યુપીમાં ભાજપે તેના સાથી પક્ષોને કેટલી સીટો આપી?

    ભાજપે અત્યાર સુધી ઉત્તર પ્રદેશમાં 51 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે. પાર્ટીએ તેના સાથી પક્ષોને 5 બેઠકો આપી છે. જેમાં આરએલડીને 2 સીટ, અપના દળને 2 સીટ અને સુભાસપાને 1 સીટ આપવામાં આવી છે. નિષાદ પાર્ટીના પ્રવીણ નિષાદ ભાજપના સિમ્બોલ પર ચૂંટણી લડશે.

  • 16 Mar 2024 08:35 AM (IST)

    યુપીમાં કયો પક્ષ કોની સાથે મળીને ચૂંટણી લડી રહ્યો છે?

    ઉત્તર પ્રદેશમાં એનડીએમાં ભાજપ, આરએલડી, અપના દળ, સુભાષપા, નિષાદ પાર્ટીનો સમાવેશ થાય છે. જ્યારે ઈન્ડિયા એલાયન્સમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ સામેલ છે, આ સિવાય બસપા અને અન્ય પાર્ટીઓ પણ ચૂંટણી લડશે. બસપાએ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

  • 16 Mar 2024 08:25 AM (IST)

    2019ની લોકસભા ચૂંટણીમાં કઈ પાર્ટીને કેટલા ટકા વોટ મળ્યા?

    2019ની લોકસભા ચૂંટણીમાં કુલ 14.61 કરોડ મતદારો હતા. આ ચૂંટણીમાં કુલ 59.21% મતદાન થયું હતું. 2019ની ચૂંટણીમાં ભાજપને 49.56%, સમાજવાદી પાર્ટીને 17.96%, બહુજન સમાજ પાર્ટીને 19.26% અને કોંગ્રેસને 6.31% મત મળ્યા હતા. ઉત્તર પ્રદેશમાં કુલ 75 જિલ્લાઓ છે. જેમાં 18 વિભાગો છે.

  • 16 Mar 2024 07:54 AM (IST)

    યુપીમાં સમાજવાદી પાર્ટીની વધુ એક યાદી બહાર પડી

    સમાજવાદી પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. સમાજવાદી પાર્ટીએ 7 ઉમેદવારોની જાહેરાત કરી છે. આ પહેલા 31 ઉમેદવારો નક્કી થઈ ચૂક્યા હતા. યાદીમાં ભદોહી લોકસભા સીટ ટીએમસીને આપવાની જાહેરાત કરવામાં આવી છે. લલિતેશ પાટી ત્રિપાઠી અહીંથી ચૂંટણી લડશે.

  • 16 Mar 2024 07:22 AM (IST)

    લોકસભા ચૂંટણી પહેલા PM મોદીએ દેશવાસીઓને લખ્યો છે પત્ર

    PM મોદીએ દેશવાસીઓને સંબોધીને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં 140 કરોડ દેશવાસીઓને ‘પ્રિય પરિવારજન’નું સંબોધન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના 10 વર્ષના શાસનનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. તો કેન્દ્ર સરકારની યોજનાઓથી આવેલા બદલાવનો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે.

  • 16 Mar 2024 07:10 AM (IST)

    આજે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે

    ચૂંટણી પંચ આજે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે. બપોરે 3 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ થશે. 6 થી 7 તબક્કામાં મતદાન થઈ શકે છે. પ્રથમ તબક્કાનું મતદાન 18 થી 20 એપ્રિલની વચ્ચે થઈ શકે છે. મેના છેલ્લા સપ્તાહમાં પરિણામ શક્ય છે.

  • 16 Mar 2024 06:51 AM (IST)

    2019 માં શું પરિણામો આવ્યા?

    2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 2014ની સરખામણીમાં મોટી જીત હાંસલ કરી હતી. 2014માં ભાજપે 282 સીટો જીતી હતી જ્યારે 2019માં 303 સીટો પર જીત મેળવી હતી. જ્યારે NDAને 353 બેઠકો મળી હતી. બીજેપીને 37.7% થી વધુ વોટ મળ્યા હતા, જ્યારે NDA ને 45% વોટ મળ્યા હતા. કોંગ્રેસ માત્ર 52 સીટો જીતી શકી હતી.

  • 16 Mar 2024 06:50 AM (IST)

    આ પહેલા 7 તબક્કામાં યોજાઈ હતી ચૂંટણી

    2019માં લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી. ગત વખતે ચૂંટણી પંચે 10 માર્ચે તારીખોની જાહેરાત કરી હતી. પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલે અને છેલ્લા તબક્કાનું મતદાન 19 મેના રોજ થયું હતું. પરિણામ 23 મેના રોજ આવ્યું હતું. તે ચૂંટણી સમયે દેશમાં 91 કરોડથી વધુ મતદારો હતા, જેમાંથી 67 ટકા લોકોએ મતદાન કર્યું હતું.

  • 16 Mar 2024 06:50 AM (IST)

    ચૂંટણી પંચ આજે બપોરે 3 વાગે કરશે પ્રેસ કોન્ફરન્સ

    ચૂંટણી પંચ શનિવારે લોકસભા ચૂંટણી 2024 અને કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે. આ માટે ચૂંટણી પંચે બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચની આજની બેઠક દરમિયાન સંવેદનશીલ વિસ્તારો અને રાજ્યોમાં ચૂંટણી નિષ્પક્ષ, શાંતિપૂર્ણ અને વધુ સારી રીતે કરાવવા માટે કેટલું બળ તૈનાત કરવું તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

    આ ઉપરાંત, કેટલા તબક્કામાં ચૂંટણી યોજી શકાય અને કયા રાજ્યોમાં ચૂંટણી પહેલા યોજવામાં આવે અને કયા રાજ્યોમાં ચૂંટણી પછી યોજવામાં આવે, જેવા વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી છે. બંને નવા ચૂંટણી કમિશનરને પણ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની માહિતી આપવામાં આવી છે. આજે જ નવા ચૂંટણી કમિશનર સુખબીર સંધુ અને જ્ઞાનેશ કુમારે ચાર્જ સંભાળી લીધો છે.

  • 16 Mar 2024 06:48 AM (IST)

    તારીખો 2019 માં 10 માર્ચે જાહેર કરવામાં આવી હતી

    વર્ષ 2019માં લોકસભા ચૂંટણીની તારીખો 10 માર્ચ 2019ના રોજ જાહેર કરવામાં આવી હતી. તે સમયે દેશમાં સાત તબક્કામાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલે થયું હતું જ્યારે સાતમા તબક્કાનું મતદાન 19 મેના રોજ થયું હતું. પરિણામ 23 મેના રોજ આવ્યું હતું.

  • 16 Mar 2024 06:47 AM (IST)

    17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂને પૂરો થઈ રહ્યો છે

    17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂને પૂરો થઈ રહ્યો છે. આ પહેલા 18મી લોકસભાની રચના થવાની છે. એવું માનવામાં આવે છે કે દેશમાં 6-7 તબક્કામાં મતદાન થઈ શકે છે.

  • 16 Mar 2024 06:46 AM (IST)

    ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી પણ જાહેર થઈ શકે છે

    ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે. લોકસભા ચૂંટણીની સાથે ચાર રાજ્યો આંધ્ર પ્રદેશ, ઓડિશા, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ જાહેરાત થઈ શકે છે.

Published On - Mar 16,2024 6:45 AM

Follow Us:
દિવાળી દરમિયાન ગુજરાતના આ જિલ્લાઓમાં વરસી શકે છે પાછોતરો વરસાદ
દિવાળી દરમિયાન ગુજરાતના આ જિલ્લાઓમાં વરસી શકે છે પાછોતરો વરસાદ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓ અને શત્રુઓથી રહે સાવધાન
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓ અને શત્રુઓથી રહે સાવધાન
સુરતના માંગરોળ ગેંગરેપ કેસમાં પોલીસે રજૂ કરી 3000 પાનાની ચાર્જશીટ
સુરતના માંગરોળ ગેંગરેપ કેસમાં પોલીસે રજૂ કરી 3000 પાનાની ચાર્જશીટ
લાખો રુપિયાની લાંચ લેતા ઝડપાયેલા AMCના ATDO સામે નોંધાયો વધુ એક ગુનો
લાખો રુપિયાની લાંચ લેતા ઝડપાયેલા AMCના ATDO સામે નોંધાયો વધુ એક ગુનો
વડોદરામાં સતત બીજા દિવસે ITના દરોડા, 50થી વધુ લોકરો સિઝ કરાયા
વડોદરામાં સતત બીજા દિવસે ITના દરોડા, 50થી વધુ લોકરો સિઝ કરાયા
વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસ-AAP વચ્ચે થશે ગઠબંધન
વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસ-AAP વચ્ચે થશે ગઠબંધન
આંખો બંધ કરીને લઈ લો છો 500 રુપિયાનું બંડલ? Video એ લોકોને આપ્યો ઝટકો
આંખો બંધ કરીને લઈ લો છો 500 રુપિયાનું બંડલ? Video એ લોકોને આપ્યો ઝટકો
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પ્રતિબંધ છતાં બાઈક અને રીક્ષા જોવા મળી
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પ્રતિબંધ છતાં બાઈક અને રીક્ષા જોવા મળી
કાફેની આડમાં ચાલતા કપલ બોક્સ અને સ્પા પર પોલીસની તવાઈ
કાફેની આડમાં ચાલતા કપલ બોક્સ અને સ્પા પર પોલીસની તવાઈ
હજુ ત્રણ વાવાઝોડા આવવાની અંબાલાલ પટેલની આગાહી, જુઓ Video
હજુ ત્રણ વાવાઝોડા આવવાની અંબાલાલ પટેલની આગાહી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">