AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake: રાજસ્થાનના જાલોરમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.6ની તીવ્રતા

રાજસ્થાનના જાલોરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પરંતુ કોઈ પ્રકારના જાનમાલનું નુકસાન થયું નથી.

Earthquake: રાજસ્થાનના જાલોરમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.6ની તીવ્રતા
File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2021 | 7:42 AM
Share

રાજસ્થાનના(rajasthans) જાલોરમાં શુક્રવારે મોડી રાતે લગભગ 2.26 વાગ્યે ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની પુષ્ટિ કરી છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.6 હતી.

આ પહેલા 16 નવેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાની રાજસ્થાન સરહદે 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ગુજરાતમાં પણ આંચકા અનુભવાયા હતા.ગાંધીનગર સ્થિત સિસ્મોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (ISR) દ્વારા ભૂકંપની પુષ્ટિ કરવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર રાજસ્થાનના પાલી જિલ્લાના સુમેરપુર નજીક 10 કિલોમીટરની ઉંડાઈએ હતું.

ભૂકંપ સાંજે લગભગ 7.25 કલાકે આવ્યો હતો. ISRએ માહિતીમાં જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરથી 136 કિમી ઉત્તર-પૂર્વમાં હતું. બનાસકાંઠા જિલ્લાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં મિલકતને નુકસાન કે કોઈ જાનહાનિના અહેવાલ નથી.

રાજસ્થાનમાં અગાઉ ગુરુવારે સવારે ભૂકંપ આવ્યો હતો ગુરુવારે સવારે રાજસ્થાનના જોધપુર વિભાગના સિરોહી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે અત્યાર સુધી કોઈ જાનહાની કે નુકસાનના સમાચાર નથી. પરંતુ સવારે 3.30 વાગ્યાની આસપાસ આવેલા ભૂકંપના આંચકા બાદ લોકો ઘરની બહાર આવી ગયા હતા.

જિલ્લામાં આબુ રોડ, સ્વરૂપગંજ, પિંડવાડા, સિરોહી, માઉન્ટ આબુ સહિત અનેક સ્થળોએ લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. જોકે, આંચકા અનુભવાયા ત્યારે મોટાભાગના લોકો ઊંઘી રહ્યા હતા. લોકોએ સોશિયલ મીડિયા પર ભૂકંપના આંચકા વિશે માહિતી શેર કરી.

તે જ સમયે, અત્યાર સુધી ભૂકંપ વિશે સત્તાવાર રીતે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. અહીં, અરબી સમુદ્રના અખાતમાં બનેલા લો પ્રેશર વિસ્તારને કારણે રાજસ્થાન ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ દેખાઈ રહ્યું છે. જેના કારણે રાજસ્થાનના પશ્ચિમ વિસ્તાર સહિત સમગ્ર રાજસ્થાનમાં વાદળોની અવરજવર જોવા મળી રહી છે અને તાપમાનનો પારો પણ નીચે ઉતર્યો છે. લો પ્રેશર એરિયાને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારત પર અસરકારક રહેશે. જેની અસર રાજસ્થાન પર પણ પડશે.

ભૂકંપ શા માટે આવે છે? પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે, જે સતત ફરતી રહે છે. જ્યાં આ પ્લેટો વધુ અથડાય છે, તે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે, પ્લેટોના ખૂણાઓ વળી જાય છે. જ્યારે વધુ દબાણ વધે છે, ત્યારે પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. નીચેની ઉર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે અને વિક્ષેપ પછી ભૂકંપ આવે છે.

આ પણ વાંચો : Happy birthday Shilpa Shirodkar : 90 દાયકાની બ્યુટીફૂલ એક્ટ્રેસ શિલ્પા શિરોડકર ક્રિક્રેટર સચિન તેંડુલકર સાથેના સંબંધને લઈને આવી હતી ચર્ચામાં

આ પણ વાંચો : Viral: જન્મ બાદ તુરંત જ નાના ગજરાજે માતા સાથે મિલાવ્યા કદમ, મનમોહક તસ્વીર જીતી લેશે દિલ

Follow Us
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
Trending Video: 1 કરોડ બંગડીઓથી બનેલા બાપ્પાને જોવા ભક્તોની લાગી લાઈન
Trending Video: 1 કરોડ બંગડીઓથી બનેલા બાપ્પાને જોવા ભક્તોની લાગી લાઈન
g clip-path="url(#clip0_868_265)">