Earthquake in Bikaner : ભૂકંપને કારણે બિકાનેરની ઘરતી ઘ્રુજી, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 4થી વધુની તીવ્રતા
રવિવારે સવારે રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં ભૂકંપના કંપન અનુભવાયા હતા. હજી સુધી કોઈ નુકસાનના કોઈ સમાચાર નથી.
રાજસ્થાનના બિકાનેરમાં રવિવારે સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતા. ભૂકંપને કારણે હજી સુધી કોઈ નુકસાનના કોઈ સમાચાર સામે આવ્યા નથી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 માપવામાં આવી હતી. પ્રાથમિક વિગતો અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાકિસ્તાન તરફ હોવાનું જણાયુ છે.
નેશનલ સેન્ટર ફોર સિસામોલોજી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રવિવારે સવારે રાજસ્થાનના બિકાનેરમાં ભૂકંપના કંપન અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 માપવામાં આવી હતી. ભૂકંપ હજી સુધી કોઈપણ પ્રકારના જીવન અને સંપત્તિના નુકસાનની કોઈ જાણકારી સામે આવી નથી. ભૂકંપને લીધે, આખા વિસ્તારમાં અંધાધૂંધીનું વાતાવરણ સર્જાયું હતું અને ડરને કારણે લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા.
કેમ આવે છે ભૂકંપ
ભૂકંપ કેમ આવે છે તે સમજવા માટે એ જાણવું પડશે કે પૃથ્વીની નીચે પ્લેટોની રચના કેવી છે. વૈજ્ઞાનિકોના મતે સમગ્ર પૃથ્વીની અંદર 12 ટેકટોનિક પ્લેટો છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે, ત્યારે ખુબ મોટીમાત્રામાં ઊર્જા બહાર આવે છે. જેને ભૂકંપ કહેવામાં આવે છે.
ભૂકંપનું કેન્દ્ર જાણો
ભૂસ્તરશાસ્ત્ર અનુસાર, જ્યારે પૃથ્વીની નીચે ખડકો પ્લેટ તૂટી જાય છે અથવા એકબીજા સાથે અથડાય છે, ત્યારે તેને ભૂકંપનું કેન્દ્ર કહેવામાં આવે છે. તેને હાઇપોસેન્ટર અને ફોકસ પણ કહેવામાં આવે છે. આ જગ્યાએ ભૂકંપની ઉર્જા તરંગોના સ્વરૂપમાં ફેલાય છે. જો તમે શાંત પાણીમાં પથ્થર ફેંકો છો, તો તેમાં જે પ્રકારના વમળ ઉત્પન્ન થાય છે, તે જ રીતે પૃથ્વી પર પણ કંપન થાય છે.
ભારતમાં બે ભૂકંપ ઝોન છે. જેના કારણે હિમાલય ક્ષેત્રમાં ભૂંકપ થાય છે. ભારતીય ઉપખંડમાં ભૂકંપના જોખમની દ્રષ્ટિએ સીસમીક ઝોન 2, 3, 4, 5 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. પાંચમા ઝોનમાં સૌથી વધુ ભયજનક ભૂકંપ આવતા રહે છે. પશ્ચિમ અને મધ્ય હિમાલય ક્ષેત્ર સાથે જોડાયેલા કાશ્મીર, ઇશાન અને કચ્છનુ રણ ઝોન પાંચના ક્ષેત્રમાં આવે છે.